Solar flares Alert! સૌર તોફાનનું તોળાઈ રહ્યું છે મોટું જોખમ, જાણો તમારા પર શું અસર પડી શકે
Solar flares News: રશિયન વૈજ્ઞાનિકોએ શક્તિશાળી સૌર જ્વાળા ગતિવિધિની ભવિષ્યવાણી કરી છે. જે કોમ્યુનિકેશન પ્રોટોકોલને પ્રભાવિત કરી શકે છે. રોયટર્સના એક રિપોર્ટ મુજબ વૈજ્ઞાનિકોએ સૂર્ય પર ત્રણ જ્વાળાઓ જોઈ જે પૃથ્વી પર શોર્ટ વેવ રેડિયો સ્થિતિઓને પ્રભાવિત કરી શકે છે.
Trending Photos
Solar flares News: રશિયન વૈજ્ઞાનિકોએ શક્તિશાળી સૌર જ્વાળા ગતિવિધિની ભવિષ્યવાણી કરી છે. જે કોમ્યુનિકેશન પ્રોટોકોલને પ્રભાવિત કરી શકે છે. રોયટર્સના એક રિપોર્ટ મુજબ વૈજ્ઞાનિકોએ સૂર્ય પર ત્રણ જ્વાળાઓ જોઈ જે પૃથ્વી પર શોર્ટ વેવ રેડિયો સ્થિતિઓને પ્રભાવિત કરી શકે છે. મોસ્કોમાં ફેડોરોવ ઈન્સ્ટિટ્યૂટ ઓફ એપ્લાયડ જિયોફિઝિક્સે કહ્યું કે પ્રોટોન ફ્લેયર્સની સાથે દસમી કક્ષાના ફ્લેયર્સની આશા છે.
સૌર જ્વાળાનું કારણ શું છે?
જ્યારે સૂર્યની અંદર અને તેની આજુબાજુના શક્તિશાળી ચુંબકીય ક્ષેત્ર ફરીથી જોડાય તો તે સૌર જ્વાળાઓનું કારણ બની શકે છે. નાસાના જણાવ્યાં મુજબ સૌર જ્વાળાઓ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને પણ પ્રભાવિત કરી શકે છે અને ઉપગ્રહો અને સંચાર ઉપકરણોને નુકસાન પહોંચાડવાની ક્ષમતા ધરાવે છે. સૂર્યથી વિકિરણના એક મોટા વિસ્ફોટને કારણે ઉત્પન્ન ભૂ-ચુંબકીય તોફાને 2022માં 40 નવા લોન્ચ કરાયેલા સ્પેસએક્સ ઉપગ્રહોને નુકસાન પહોંચાડ્યું હતું.
એક્સ-ક્લાસ ફ્લેયર્સ અને પ્રોટોન ફ્લેયર્સ શું છે?
એક્સ ક્લાસ ફ્લેયર્સ સૌર મંડળમાં સૌથી મોટો વિસ્ફોટ છે. આ પ્રકારની સૌર જ્વાળાઓ લાંબા સમય સુધી ચાલનારા વિકિરણ તોફાન પેદા કરી શકે છે. પ્રોટોન ફ્લેયર્સ, જેમ કે નામથી જ ખબર પડે છે, સૌર ઉર્જાવાન કણોનું એક તોફાન છે જે મુખ્ય રીતે પ્રોટોનથી બનેલું હોય છે.
AR3354 નામનો એક વિશાળ સનસ્પોટ આ મહિનાની શરૂઆતમાં પૃથ્વીથી લગભગ 10 ગણો મોટો થઈ ગયો. આ સૌર ગતિવિધિએ એક એક્સ શ્રેણીની ચમક પેદા કરી જેનાથી અમેરિકાના કેટલાક ભાગોમાં રેડિયો બ્લેકઆઉટ શરૂ થઈ ગયું. હાલના વર્ષોમાં વધતી સૌર તોફાન ગતિવિધિએ આસન્ન સૌર સુપરસ્ટોર્મની આશંકાઓને જન્મ આપ્યો છે. કેટલાક ખગોળશાસ્ત્રીઓએ એવી પણ ચેતવણી આપી છે કે આ તોફાન 'ઈન્ટરનેટ સર્વનાશ'નું કારણ બની શકે છે.
આ પ્રકારના શક્તિશાળી તોફાન લગભગ દર 100 વર્ષે એકવાર આવતા હોય છે. છેલ્લું મોટું સૌર તોફાન 1921માં આવ્યું હતું. નાસાએ એવી પણ ભવિષ્યવાણી કરી છે કે સૂર્યના 11 વર્ષના ગતિવિધિ ચક્રમાં આગામી મોટું તોફાન 2025માં આવવાની સંભાવના છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે