PM મોદી આપી રહ્યા હતા સંયુક્ત રાષ્ટ્રમાં ભાષણ...અચાનક પહોંચ્યા ડોનાલ્ડ ટ્રંપ, પછી...
ટ્રંપ પીએમ મોદીનું ભાષણ સાંભળ્યા બાદ જર્મન ચાન્સલર અંગેલા મર્કેલનું ભાષણ સાંભળ્યું અને ત્યારબાદ તે સમારોહમાંથી નિકળી ગયા હતા. રવિવારે 'હાઉડી મોદી'માં વડાપ્રધાન નરેંદ્ર મોદીનું ભાષણ સાંભળ્યા બદ તેમનું અહીં પહોંચવું મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યું છે.
Trending Photos
ન્યૂયોર્ક: હ્યૂસ્ટનમાં 'હાઉડી મોદી' કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) નું ભાષણ સાંભળ્યાના ફક્ત 24 કલાકની અંદર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ (Donald Trump) તેમને ફરી એકવાર સાંભળવા માટે સંયુક્ત રાષ્ટ્ર પહોંચ્યા. જોકે ડોનાલ્ડ ટ્રંપ સોમવારે વડાપ્રધાન નરેંદ્ર મોદીના સંયુક્ત રાષ્ટ્ર જલવાયુ પરિવર્તન (UN Climate Change) પર ભાષણ સાંભળવા માટે અચાનક પહોંચ્યા હતા.
ટ્રંપ અહી પીએમ મોદીનું ભાષણ સાંભળવા માટે 15 મિનિટ માટે પહોંચ્યા હતા. ટ્રંપ પીએમ મોદીનું ભાષણ સાંભળ્યા બાદ જર્મન ચાન્સલર અંગેલા મર્કેલનું ભાષણ સાંભળ્યું અને ત્યારબાદ તે સમારોહમાંથી નિકળી ગયા હતા. રવિવારે 'હાઉડી મોદી'માં વડાપ્રધાન નરેંદ્ર મોદીનું ભાષણ સાંભળ્યા બદ તેમનું અહીં પહોંચવું મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યું છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ, પીએમ મોદીનું ભાષણ સાંભળતી વખતે તાળીઓ વગાડતા જોવા મળ્યા હતા. ટ્રંપનું આ સમારોહમાં ભાગ લેવાનો કોઇ કાર્યક્રમ ન હતો. ટ્રંપએ ધાર્મિક આઝાદી સંબંધી કાર્યક્રમ માટે રવાના થતાં પહેલાં મોદીનું ભાષણ ધ્યાનથી સાંભળ્યું. એવું માનવામાં આવી રહ્યું છે કે સ્થાનિક રાજકીય દબાણમાં ટ્રંપ આ સંમેલનમાં આવ્યા હતા.
(ઇનપુટ: એજન્સી આઇએએનએસ સાથે)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે