યુદ્ધ માટે રહો તૈયાર... નવા વર્ષ પહેલા કિમ જોંગની ધમકી, 2024 માટે બનાવ્યા ખતરનાક ટાર્ગેટ
North Korea: ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર કિમ જોંગ ઉને નવા વર્ષ પહેલા ધમકી આપી છે. તેણે સેનાને યુદ્ધ માટે તૈયાર રહેવા કહ્યું છે. આ સાથે જ કિમ જોંગ ઉન અમેરિકા પર ગુસ્સે થયા હતા. તેમણે બેઠકમાં અમેરિકાની ટીકા કરી હતી. કિમે કહ્યું કે હવે પરમાણુ યુદ્ધનો ખતરો વધી રહ્યો છે.
Trending Photos
પ્યોંગયાંગઃ ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર કિમ જોંગ ઉને વર્ષ 2023ને નવી ધમકીઓ સાથે અલવિદા કહ્યું છે. ઉત્તર કોરિયાની સરકારી મીડિયા પ્રમાણે કિમ જોંગ ઉને દક્ષિણ કોરિયાને નવી પરમાણુ ધમકી આપી છે. આ સાથે સેનાને કોઈપણ સમયે યુદ્ધ માટે તૈયાર રહેવા અને સૈન્ય શસ્ત્રના નિર્માણનો આદેશ આપ્યો છે. કિમ જોંગે વર્ષના અંતમાં પાંચ દિવસની પાર્ટી બેઠકમાં લાંબુ ભાષણ આપ્યું હતું. આ દરમિયાન તેમણે અમેરિકાની આલોચના કરી હતી.
કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી (KCNA)પ્રમાણે બેઠકમાં આવનારા વર્ષોમાં વધુ સૈન્ય વિકાસની યોજનાઓની જાહેરાત કરવામાં આવી. તેમાં ત્રણ અન્ય જાસૂસી સેટેલાઇટનું લોન્ચિંગ, માનવ રહિત ડ્રોનનું નિર્માણ, ઈલેક્ટ્રોનિક યુદ્ધ ક્ષમતાઓને વિકસિત કરવી અને પરમાણુ તથા મિસાઇલ બળોને મજબૂત કરવાનું સામેલ છે. આ વર્ષે ઉત્તર કોરિયાએ સફળતાપૂર્વક એક સેટેલાઈટ લોન્ચ કરી છે. તેના બંધારણમાં પરમાણુ શક્તિ તરીકે તેની હાજરી છે અને તેણે તેના શસ્ત્રાગારમાં સૌથી અદ્યતન ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું છે.
અમેરિકા પર ભડક્યા કિમ જોંગ
KCNA પ્રમાણે કિમ જોંગે તે મીટિગંમાં અમેરિકા પર ઘણા પ્રકારના સૈન્ય ખતરાને પેદા કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે પોતાના સશસ્ત્ર દળોને યુદ્ધ પ્રતિક્રિયા ક્ષમતા બનાવી રાખવાનો આદેશ આપ્યો. KCNA એ કહ્યું કે ઉત્તર કોરિયા પર હુમલો કરવાના દુશ્મનોના બેદરકાર પગલાને કારણે કોરિયાઈ દ્વીપમાં ગમે ત્યારે યુદ્ધ શરૂ થઈ શકે છે. ઉત્તર કોરિયાની આક્રમકતા રોકવા માટે અમેરિકાએ આ મહિને દક્ષિણ કોરિયન પોર્ટ શહેર બુસાનમાં એક પરમાણુ સંચાલિત સબમરીન તૈનાત કરી છે. આ સિવાય જાપાન અને દક્ષિણ કોરિયાની સાથે અભ્યાસ કર્યો હતો.
પરમાણુ હુમલાનો જવાબ
ઉત્તર કોરિયાએ સંયુક્ત કવાયતમાં યુએસ બી-52 બોમ્બર જેવા વ્યૂહાત્મક શસ્ત્રોની તૈનાતીને પરમાણુ યુદ્ધને ઉશ્કેરવાની ઇરાદાપૂર્વકની ચાલ ગણાવી છે. કિમે કહ્યું, 'સેનાએ કોઈપણ સંભવિત પરમાણુ સંકટનો ઝડપથી જવાબ આપવા માટે તૈયાર રહેવું પડશે.' કિમે બેઠકમાં કહ્યું કે તે હવે દક્ષિણ કોરિયા સાથે સમાધાન અને પુનઃ એકીકરણ વિશે વિચારશે નહીં. ઉત્તર કોરિયાએ 2006માં પ્રથમ વખત પરમાણુ પરીક્ષણ કર્યું હતું. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે તેના પ્રયાસોને રોકવા માટે અનેક ઠરાવો અપનાવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે