પાકિસ્તાન: સેના કેમ ઈમરાન ખાનને કરે છે પસંદ? નવાઝ સામે નારાજગીનું જાણો કારણ

ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા ઈમરાન  ખાન હવે પાકિસ્તાનના આગામી વડાપ્રધાન બનવા માટે તૈયાર છે.

પાકિસ્તાન: સેના કેમ ઈમરાન ખાનને કરે છે પસંદ? નવાઝ સામે નારાજગીનું જાણો કારણ

નવી દિલ્હી: ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા ઈમરાન  ખાન હવે પાકિસ્તાનના આગામી વડાપ્રધાન બનવા માટે તૈયાર છે. તેમની પાર્ટી 117 બેઠકો જીતી ચૂકી છે. થોડી બેઠકોના પરિણામ આવવાના બાકી છે. બહુમત માટે 20 વધુ બેઠકો જોઈએ અને આ માટે તેઓ જુગાડ કરી લેશે. પરિણામ આવ્યાં બાદ નવાઝ શરીફની પાર્ટીએ તેમના પર સેનાની મદદથી ચૂંટણીમાં ધાંધલીના આરોપ પણ લગાવ્યાં. એટલે સુધી કે યુરોપીય સંઘના પરવેક્ષકે પણ કહ્યું કે ચૂંટણી બરાબરીની નહતી. 

સેનાનો હસ્તક્ષેપ
સામાન્ય રીતે વિશ્લેષકોનું માનવું છે કે ઈમરાન ખાનને સત્તા અપાવવામાં સેનાએ તેમની મદદ કરી. સવાલ એ છે કે સેનાએ આમ કેમ કર્યું. શું સેનાને પાકિસ્તાનમાં પોતાની સત્તા ચલાવવા માટે ચૂંટણીને પ્રભાવિત કરવાની જરૂરી છે. શું તે સીધી રીતે પાકિસ્તાનની સત્તા પર બિરાજમાન થઈ શકતી નથી. પાકિસ્તાનના 71 વર્ષના લોકતાંત્રિક ઈતિહાસમાં અડધાથી પણ ઓછો સમય ચૂંટાયેલી સરકાર રહી છે. બાકીનો સમય તો સેનાએ જ રાજ કર્યુ છે. 

આઝાદી બાદ ભારતમાં કોંગ્રેસના સ્વરૂપમાં એક મજબુત પાર્ટી હતી. તેની પાસે એકથી ચડિયાતા કદાવર નેતા હતાં. બીજીબાજુ પાકિસ્તાનમાં મોહમ્મદ અલી જિન્નાહની પાર્ટી વન મેન શો ની જેમ હતી. પાકિસ્તાન બન્યાના એક વર્ષમાં તો જિન્નાનું નિધન પણ થઈ ગયું. ત્યારબાદ ત્યાં સત્તાની ખેંચતાણ શરૂ થઈ ગઈ. શરૂઆતના નવ વર્ષ સુધી તો પાકિસ્તાનનું બંધારણ પર ઘડાઈ શક્યું નહી. ત્યાં અરાજકતાના માહોલે સેના માટે અનુકૂળ દશાઓ પેદા કરી નાખી. આ રીતે સેના પાકિસ્તાનમાં સૌથી શક્તિશાળી બની ગઈ. 

લોકતંત્ર કે દેખાડો
આવામાં સવાલ એ છે કે સેના સીધી રીતે સત્તા પર કેમ બિરાજમાન થતી નથી. તેનો જવાબ સરળ છે. પાકિસ્તાને પોતાનો અડધો સમય સૈન્ય શાસન હેઠળ જ વિતાવ્યો છે. પરંતુ સેના માટે ચૂંટાયેલી સરકારનું શાસન વધુ સારું રહે છે. એટલા માટે કારણ કે સેનાની પ્રત્યક્ષ રીતે કોઈ જવાબદારી બનતી નથી. જવાબદારી ન હોવાના કારણે જનતામાં પણ સેના પ્રત્યે કોઈ નારાજગી રહેતી નથી. કઠપૂતળીની સરકારના દોરમાં બધો પાવર સેનાના હાથમાં હોય છે, જ્યારે લોકતાંત્રિક સરકાર હોવાથી આંતરરાષ્ટ્રિય ફોરમ પર પાકિસ્તાનનું મહત્વ બની રહે છે. 

નવાઝ શરીફ સાથે સમસ્યા એ હતી કે તેઓ ધીમે ધીમે ચૂંટાયેલી સરકાર અને નાગરિકોના અધિકારોની વકાલત કરી રહ્યાં હતાં. સેનાને લાગી રહ્યું હતું કે તેમનો પ્રભાવ ઘટી શકે છે. બીજી બાજુ ઈમરાન ખાન નવા છે, લોકપ્રિય છે અને સેનાની વાત સાંભળે છે. આ જ કારણ છે કે તેમને સેનાનું સમર્થન હાંસલ છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news