PAK પીએમ ઈમરાન ખાનના પત્ની વિશે ચોંકાવનારો દાવો, અરીસામાં નથી દેખાતો ચહેરો
પાકિસ્તાની મીડિયામાં વડાપ્રધાન ઈમરાન ખાનના પત્ની બુશરા બીબી અંગે એકથી એક ચોંકાવનારા દાવા થઈ રહ્યાં છે. પાકિસ્તાનમાં અંધવિશ્વાસ એ હદે ફાલી રહ્યો છે કે બુશરા પાસે 2 જિન હોવાના દાવા બાદ હવે નવો દાવો થઈ રહ્યો છે કે બુશરા બીબીનો ચહેરો અરીસામાં દેખાતો નથી.
Trending Photos
ઈસ્લામાબાદ: પાકિસ્તાની મીડિયામાં વડાપ્રધાન ઈમરાન ખાનના પત્ની બુશરા બીબી અંગે એકથી એક ચોંકાવનારા દાવા થઈ રહ્યાં છે. પાકિસ્તાનમાં અંધવિશ્વાસ એ હદે ફાલી રહ્યો છે કે બુશરા પાસે 2 જિન હોવાના દાવા બાદ હવે નવો દાવો થઈ રહ્યો છે કે બુશરા બીબીનો ચહેરો અરીસામાં દેખાતો નથી. ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ કેપિટલ ટીવી નામની એક પાકિસ્તાની ચેનલે પોતાના રિપોર્ટમાં પીએમ ઓફિસમાં હાઉસ સ્ટાફના હવાલે આ દાવો કર્યો છે.
કેપિટલ ટીવીએ વડાપ્રધાનની ઓફિસમાં કામ કરતા હાઉસ સ્ટાફના હવાલે દાવો કર્યો છે કે ખાતૂન એ અવ્વલ એટલે કે પાકિસ્તાનના ફર્સ્ટ લેડી બુશરા બીબીની તસવીર અરીસામાં જોવા મળતી નથી. અત્રે જણાવવાનું કે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 74માં સત્રમાં ભાગ લેવા માટે ન્યૂ યોર્ક રવાના થતા પહેલા ઈમરાન ખાને પત્ની બુશરા બીબી સાથે સાઉદી અરબમાં ઉમરા કર્યો હતો. તે વખતે બુશરા પગથી લઈને માથા સુધી ઢંકાયેલા હતાં. બુશરા બીબીએ ઈમરાન ખાન સાથે તેઓ વડાપ્રધાન બન્યાં તેના લગભગ 6 મહિના પહેલા જ લગ્ન કર્યા હતાં.
(તસવીર સાભાર-એએનઆઈ)
અત્રે જણાવવાનું કે પાકિસ્તાનમાં લોકો એવું માને છે કે ઈમરાન ખાનની ત્રીજી પત્ની બુશરા મેનકાનું જીવન મોટાભાગે ખુદાની ઈબાદતમાં વિતે છે. બે વર્ષ પહેલા મીડિયામાં એવા અહેવાલો હતાં કે તેમણે બે જિન પાળ્યાં છે. એવું પણ કહેવાય છે કે ઈમરાન ખાને બુશરાના તંત્ર-મંત્રથી પ્રભાવિત થઈને જ તેમની સાથે લગ્ન કર્યા છે.
ઈમરાન ખાન જ્યારે પાકિસ્તાનના વડાપ્રધાન બન્યાં ત્યારે પાકિસ્તાની મીડિયામાં એવા અહેવાલો આવ્યાં હતાં કે બુશરા મેનકાએ તેમને આ પદ પર પહોંચાડવા માટે તંત્ર મંત્રનો સહારો લીધો હતો. ઈમરાન ખાન પોતે અનેકવાર પત્રકારો સાથે વાતચીતમાં એ વાતનો સ્વીકાર કરી ચૂક્યા છે કે બુશરા મેનકા પાસે અદ્રષ્ય તાકાત છે અને આથી જ તેઓ હંમેશા બુરખામાં રહે છે. બુશરા મેનકાને પાકિસ્તાનમાં લોકો પિંક જાદુગરણી તરીકે સંબોધે છે.
જુઓ LIVE TV
અત્રે જણાવવાનું કે પીએમ નરેન્દ્ર મોદીના હાઉડી મોદી કાર્યક્રમમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈસ્લામિક આતંકવાદ જેવો આકરો શબ્દપ્રયોગ કર્યો હતો. પરંતુ ઈમરાન ખાન સાથેની પ્રેસ કોન્ફરન્સમાં તેઓ ભારતની મંજૂરી પર મધ્યસ્થતાની વાત કરતા જોવા મળ્યા હતાં.
ખાસ નોંધ: ઝી મીડિયા આવી જિન, તંત્ર-મંત્ર, જાદુ ટોણા જેવી વાતો પર વિશ્વાસ કરતું નથી. આ સાથે જ પોતાના વાંચકોને અપીલ કરે છે કે તેઓ પણ આવી વાતો પર ભરોસો ન કરે. આ અહેવાલ રજુ કરવાનો અસલ હેતુ એ છે કે 21મી સદીમાં પાકિસ્તાનમાં કેવી વાહિયાત વાતો ચાલી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે