Karachi Blast: પાકિસ્તાનની કરાચી યુનિવર્સિટીના પરિસરમાં વિસ્ફોટ, 3 ચીની નાગરિક સહિત 4ના મોત

Karachi Blast: જિયો ન્યૂઝ પ્રમાણે આ ઘટના કન્ફ્યૂશિયસ ઇન્સ્ટિટ્યુટની પાસે થઈ છે. શરૂઆતી રિપોર્ટ પ્રમાણે કરાચી યુનિવર્સિટીના કન્ફ્યૂશિયસ ઇન્સ્ટિટ્યુટની પાસે એક વેનમાં ધમાકો થયો છે. 

Karachi Blast: પાકિસ્તાનની કરાચી યુનિવર્સિટીના પરિસરમાં વિસ્ફોટ, 3 ચીની નાગરિક સહિત 4ના મોત

કરાચીઃ પાકિસ્તાનમાં ફરી વિસ્ફોટ થયો છે. આ ધમાકામાં ચાર લોકોના મોતની માહિતી મળી રહી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે કરાચી યુનિવર્સિટીના પરિસરની અંદર એક કાર વિસ્ફોટમાં ત્રણ ચીની નાગરિક સહિત 4 લોકોના મોત થઈ ગયા છે. જાણકારી પ્રમાણે આ એક ટાર્ગેટેડ હુમલો હતો. ચીનના ટીચરને નિશાન બનાવવામાં આવ્યા. આ ઘટનામાં બે લોકોને ઈજા થવાની માહિતી સામે આવી છે. 

જિયો ન્યૂઝના રિપોર્ટ પ્રમાણે આ ઘટના કન્ફ્યૂશિયસ ઇન્સ્ટિટ્યૂટની પાસે થઈ છે. શરૂઆતી રિપોર્ટ પ્રમાણે કરાચી યુનિવર્સિટીના કન્ફ્યૂશિયસ ઇન્સ્ટિટ્યુટની પાસે એક વેનમાં ધમાકો થયો છે. વિસ્ફોટ બાદ બચાવ અને સુરક્ષા એજન્સીઓ સ્થળ પર પહોંચી છે. આ વિસ્તારમાં ઘેરાબંધી કરવામાં આવી છે. આ સાથે રાહત અને બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. 

ત્રણ વિદેશી સહિત 4 લોકોના મોત
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે વેનમાં 7-8 લોકો સવાર હતા. પરંતુ હજુ સુધી ઈજાગ્રસ્તોની સાચી સંખ્યાની પુષ્ટિ થઈ શકી નથી. શરૂઆતમાં જણાવવામાં આવ્યું કે વિસ્ફોટ એક ગેસ સિલિન્ડરને કારણો થયો હતો. પરંતુ પોલીસે વિસ્ફોટના કારણ વિશે હજુ કોઈ જાણકારીની પુષ્ટિ કે ખંડન કર્યું નથી. સૂત્રોએ જણાવ્યું કે પીડિત કન્ફ્યૂસિયસ ઇન્સ્ટિટ્યુટથી પરત ફરી રહ્યાં હતા. આ કરાચી યુનિવર્સિટીમાં એક ચીની ભાષા શિક્ષણ કેન્દ્ર છે. આ દુર્ઘટનામાં ચાર લોકોના મોતની માહિતી સામે આવી છે, જેમાં ત્રણ ચીની નાગરિક છે.

ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા
જિયો ન્યૂઝ પ્રમાણે બે વિદેશી પોતાના ગેસ્ટ હાઉસ વિભાગ તરફ જઈ રહ્યાં હતા, જ્યાં વેનમાં વિસ્ફોટ થઈ ગયો. પૂર્વી પોલીસના ડીઆઈજી મુકદ્દસ હૈદરે મીડિયા સાથે વાતચીતમાં કહ્યુ કે, આ વિશે હાલ કંઈ કહી શકાય નહીં. આ વચ્ચે ગુલશન પોલીસના એસપીએ કહ્યું કે, તે વાતની તપાસ કરવામાં આવી રહી છે કે વિસ્ફોટ આતંકી કૃત્ય છે કે દુર્ઘટના. ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news