નરેશ પટેલ પર ખોડલધામનું રાજકારણ ગરમાયું, જાહેરાત પહેલા જ આંતરિક જૂથવાદ સામે આવ્યો
Naresh Patel joins congress : રમેશ ટીલાળાએ નરેશ પટેલને રાજકારણમાં ન જોડાવું જોઇએ તેવો સર્વેનો રિપોર્ટ હોવાનું કહ્યું હતું. જો કે પ્રવક્તાએ આવો રિપોર્ટ ન આવ્યો હોવાનો દાવો કર્યો
Trending Photos
ગૌરવ પટેલ/રાજકોટ :રાજકોટમાં લેઉવા પટેલોનું ધામ ખોડલધામમાં જ નરેશ પટેલ અંગે આંતરિક જૂથવાદ જોવા મળ્યુ છે. ખોડલધામના ટ્રસ્ટી અને પ્રવક્તાના અલગ અલગ મત જણાયા છે. નરેશ પટેલના રાજકારણમાં જોડાવવા અંગે થયેલા સર્વે મતમતાંતર જોવા મળ્યો છે. એક તરફ રમેશ ટીલાળા કહે છે કે, નરેશ પટેલ રાજકારણમાં ન જોડાય તેવે સર્વનો રિપોર્ટ છે. તો હસમુખ લુણાગરિયા કહે છે કે, ખોડલધામ સર્વે સમિતિનો રિપોર્ટ હજુ નથી આવ્યો. આ વચ્ચે આવતીકાલે ખોડલધામના હાઈકમાન્ડને સર્વેનો રિપોર્ટ સોંપાશે છે. પરંતુ તે પહેલા ખોડલધામમાં ભાગલા પડેલા જોવા મળ્યાં છે.
ગઈકાલે રાજકોટ ખોડલધામની કારોબારી બેઠક અચાનક રદ્દ કરવામાં આવી હતી. રમેશ ટીલાળાએ નરેશ પટેલને રાજકારણમાં પ્રવેશ ન કરવા જણાવ્યું હતું. તેમણે સર્વેનો હવાલો આપીને નરેશ પટેલને રાજકારણમાં પ્રવેશ ન કરવો તેવો પ્રતિભાવ આપતા રાજનીતિમાં ગરમાવો આવ્યો હતો. ત્યારે આજે ખોડલધામ ટ્રસ્ટના પ્રવક્તા હસમુખ લુણાગરીયાએ રમેશ ટીલાળાના નિવેદનને વ્યક્તિગત નિવેદન ગણાવ્યુ છે.
આ પણ વાંચો : 'પપ્પા, હું કૂવામાં પડવા જાઉં છું' પરીક્ષામાં બેસવા ન દેતા વિદ્યાર્થીએ પિતાને ફોન કરીને આવુ કહ્યું
રમેશ ટીલાળાએ નરેશ પટેલને રાજકારણમાં ન જોડાવું જોઇએ તેવો સર્વેનો રિપોર્ટ હોવાનું કહ્યું હતું. જો કે પ્રવક્તાએ આવો રિપોર્ટ ન આવ્યો હોવાનો દાવો કર્યો છે. આવતીકાલે ખોડલધામના હાઇકમાન્ડને સર્વેનો રિપોર્ટ સોંપાશે તેવુ રમેશ ટીલાળાએ કહ્યુ હતું. પરંતુ રિપોર્ટ આવે તે પહેલા જ ખોડલધામમાં મતમતાંતર જોવા મળ્યા છે.
ઉલ્લેખનીય છે કે, રમેશ ટીલાળા ખોડલધામના ટ્રસ્ટી છે. તેઓ નરેશ પટેલના અંગત વ્યક્તિઓમાંના પણ એક છે. ત્યારે ખોડલધામ કે નરેશ પટેલને કોરાણે મૂકીને આવુ નિવેદન આપવાથી તેઓ ચર્ચામાં આવ્યા છે. બીજી તરફ, ખોડલધામ પ્રમુખ તેમજ પાટીદાર અગ્રણી નરેશ પટેલને પોતાના પક્ષમાં જોડવા દરેક પક્ષ આતુર છે. દરેક પક્ષના નેતાઓ તેમના સંપર્કમાં છે. પરંતુ તેઓ કોંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યાં હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે. જોકે, તેઓ રાજનીતિના મેદાનમા ઉતરશે કે નહિ તે તો ટૂંક સમયમાં જ જાણવા મળશે.
આ પણ વાંચો :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે