Pakistan Stampede: પાકિસ્તાનમાં રાશન વિતરણ દરમિયાન નાસભાગ, 11 લોકોના દર્દનાક મોત, ઘણા ઘાયલ
Pakistan Karachi Stampede: પાકિસ્તાનમાં ગરીબીથી પીડિત સામાન્ય લોકો હવે ભૂખે મરવાના આરે છે. લોકો રાશન માટે અહીં-તહીં ભટકી રહ્યા છે. પાકિસ્તાનના કરાચી શહેરમાં શુક્રવારના રોજ મફત રાશન વિતરણ અભિયાન દરમિયાન નાસભાગમાં મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા.
Trending Photos
Pakistan Karachi Stampede: પાકિસ્તાનમાં ગરીબીથી પીડિત સામાન્ય લોકો હવે ભૂખે મરવાના આરે છે. લોકો રાશન માટે અહીં-તહીં ભટકી રહ્યા છે. પાકિસ્તાનના કરાચી શહેરમાં શુક્રવારના રોજ મફત રાશન વિતરણ અભિયાન દરમિયાન નાસભાગમાં મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. પાકિસ્તાનના એક્સપ્રેસ ન્યૂઝે અહેવાલ આપ્યો છે કે રાશન વિતરણ કેન્દ્રમાં નાસભાગ દરમિયાન મહિલાઓ અને બાળકો સહિત ઘણા લોકો બેહોશ થઈ ગયા હતા.
આ પણ વાંચો: Health Tips: ભોજન સાથે સલાડમાં લીલા મરચાં ખાવા કેટલા યોગ્ય? જાણો શું કહે છે રિસર્ચ
આ પણ વાંચો: બ્લડ પ્રેશરના દર્દીઓ માટે આર્શિવાદ સમાન છે આ 3 ફળ, ખાશો તો કંટ્રોલમાં રહેશે
આ પણ વાંચો: વાત વિદેશની નથી, લ્યો બોલો!!! આ રાજ્યમાં ડુંગળી-બટાકાના ભાવે વેચાઇ છે ડ્રાયફ્રૂટ
અહેવાલો અનુસાર, આ ઘટના કરાચીના SITE (સિંધ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેડિંગ એસ્ટેટ) વિસ્તારમાં બની હતી. રોકડની તંગીવાળી પાકિસ્તાની સરકારે મફત રાશન વિતરણ ઝુંબેશ શરૂ કર્યા પછી કરાચીમાં સરકારી વિતરણ કેન્દ્રમાં ઘણા લોકો ઉમટ્યા પછી મૃત્યુ અને ઇજાઓ નોંધાઈ હતી.
છેલ્લા અઠવાડિયે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં સરકાર દ્વારા સંચાલિત મફત લોટ વિતરણ ઝુંબેશ દરમિયાન આવી જ નાસભાગમાં ચાર વૃદ્ધ લોકોએ જીવ ગુમાવ્યાના દિવસો બાદ તાજેતરની દુર્ઘટના બની છે.
આજની ઘટના સિવાય પાકિસ્તાનના અન્ય પ્રાંતોમાં તાજેતરના અઠવાડિયામાં 11 લોકો માર્યા ગયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. ન્યૂઝ એજન્સી રોઇટર્સને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ટ્રક અને વિતરણ કેન્દ્રોમાંથી લોટની હજારો બોરીઓ પણ લૂંટવામાં આવી છે.
આ પણ વાંચો: Online Hacking: ધડાધડ વેચાઇ રહ્યું છે આ હેકિંગ ડિવાઇસ, કામ જાણીને ઉડી જશે હોશ
આ પણ વાંચો: શું તમને પણ આવી આદત છે? તો સંભાળજો મિનિટોમાં જ થઈ જશો ગરીબ, ઘણા જ છે ગેર ફાયદા
આ પણ વાંચો: મરઘી પક્ષી છે કે જાનવર? ગુજરાતમાં નવી ચર્ચા વચ્ચે ચિકન શોપ બંધ, જાણો શું છે મામલો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે