Emmanuel Macron Praises Narendra Modi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો દુનિયામાં ફરી વાગ્યો ડંકો, તેમના એક નિવેદનથી ચારેતરફ થઈ વાહવાહી
Russia-Ukraine War: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો દુનિયામાં ફરી વાગ્યો ડંકો... SCO બેઠકમાં પુતિનને આપેલી સલાહના દુનિયાભરમાં પ્રશંસા... પીએમ મોદીએ પુતિનને કહ્યું હતું કે ‘આ યુદ્ધનો સમય નથી’ ...
Trending Photos
UNGA Session :ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ભારતમાં કેટલી લોકપ્રિયતા છે તે કોઈનાથી છૂપાયેલી નથી. ધીમે-ધીમે દુનિયા પણ તેને માનવા લાગી છે. ભારતના પ્રધાનમંત્રી મોદી ફરી એકવાર આખી દુનિયામાં ચર્ચામાં છે. કેમ કે તેમણે SCO સમિટમાં રશિયાના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી. જે દરમિયાન તેમણે પુતિનને કહ્યું હતું કે આ યુદ્ધનો સમય નથી. મેં તમારી સાથે ફોન પર આ અંગે વાત કરી હતી. આજે આપણે આ વિશે વાત કરવી પડશે કે આપણે શાંતિ કેવી રીતે સ્થાપિત કરી શકીએ. પ્રગતિના માર્ગ પર કેવી રીતે આગળ વધી શકીએ. ભારત અને રશિયા અનેક દાયકા સુધી એકબીજાની સાથે રહ્યા છે. પ્રધાનમંત્રી મોદીના આ નિવેદનના આખી દુનિયામાં વખાણ થઈ રહ્યા છે. ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યૂઅલ મેક્રોને UNGAમાં કહ્યું કે પીએમ મોદીએ સમરકંદમાં સાચું કહ્યું હતું કે આ સમય યુદ્ધનો નથી. પશ્વિમથી બદલો લેવાનો કે પૂર્વ સામે પશ્વિમનો વિરોધ કરવાનો નથી. આ આપણા જેવા સોવરેઈન રાષ્ટ્ર સામે આવનારા પડકારોનો સામનો કરવાનો સમય છે.
ફ્રાંસ પછી અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને કહ્યું કે પીએમ મોદીએ સમરકંદમાં રશિયાના રાષ્ટ્રપતિને જે કહ્યું તે સંપૂર્ણ રીતે યોગ્ય હતું. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને ફરી એકવાર દુનિયાભરમાં પીએમ મોદીના વખાણ કર્યાં છે. ન્યૂયોર્કના શહેરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 77 માં સત્રમાં મેક્રોને પીએમ મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની મુલાકાતને લઈને વખાણ કર્યાં છે. પીએમ મોદી રશિયાના રાષ્ટ્રપતિને મુલાકાત દરમિયાન કહ્યુ હતું કે, આ સમય યુદ્ધનો નથી.
આ નિવેદન પર ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને પીએમ મોદીના વખાણ કર્યાં અને કહ્યું કે, તેઓ પોતાની જગ્યાએ સાચા હતા. અમેરિકાના NSA જૈક સીલવને પણ પીએમ મોદીના વખાણ કર્યાં. સુલીવને કહ્યું કે, પીએમ મોદીનું આ નિવેદન કે આ યુદ્ધનો આ સમય યોગ્ય નથી, તે પોતાનામાં એક ઐતિહાસિક નિવેદન હતું.
નવો કોન્ટ્રાક્ટ બનાવવાની જરૂર
નિવેદનમાં મેક્રોને કહ્યું કે, પ્રધાનમંત્રી મોદી સાચા હતા, જ્યારે તેમણે કહ્યું કે સમય યુદ્ધ માટે યોગ્ય નથી, ન કે પશ્ચિમથી બદલો લેવાનો કે ન તો પૂર્વની વિરુદ્ધ પશ્ચિમનો વિરોધ કરવાનો. હાલ આપણા માટે આવી રહેલા ચેલેન્જિસનો સામનો કરવાનો સમય છે.
New York, USA | Indian PM Modi was right when he said that time is not for war, not for revenge against the west or for opposing the west against east. It is time for our sovereign equal states to cope together with challenges we face: French President Emmanuel Macron at #UNGA pic.twitter.com/HJBZJELhEF
— ANI (@ANI) September 20, 2022
મેક્રોને આગળ કહ્યું કે, આ જ કારણ છે કે ઉત્તર અને દક્ષિણની વચ્ચે એક નવો કોન્ટ્રાક્ટ તૈયાર કરવાની છે. એક પ્રભાવી કોન્ટ્રાક્ટ જે ભોજન, ડાયાબિટીસ, શિક્ષણ માટે સમ્માનજનક છે. હવે વિચારને બંધ કરવાની નહિ, પરંતું હિત અને સામાન્ય ચીજોને મેલ-મિલાપ માટે એક ખાસ ગઠબંધન બનાવવાનો સમય છે.
અમેરિકાએ કર્યા વખાણ
બીજી તરફ, વ્હાઈટ હાઉસે મંગળવારે કહ્યું કે, પીએમ મોદીએ પુતિને જે સંદેશ આપ્યો તે યોગ્ય છે. વ્હાઈટ હાઉસે એમ પણ કહ્યું કે, અમેરિકા તેમના આ નિવેદનનું સ્વાગત કરે છે. સમરકંદમાં પુતિનથી મોદીને કહ્યું હતું કે, આજનો સમય યુદ્ધનો સમય નથી અને ફોન પર તમારી સાથે આ મુદ્દે પર વાત ચૂક્યો છું. આ પર પુતિને મોદીને કહ્યુ હતું કે, તે યુક્રેન યુદ્ધને લઈને ભારતની ચિંતાઓને સારી રીતે જાણે છે. રશિયા તેને જલ્દી જ ખતમ કરવાનો પ્રયાસ કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે