Russia-Ukraine War: તુર્કીમાં સફળ રહી વાતચીત, જલદી મળશે વ્લાદિમીર પુતિન અને ઝેલેન્સ્કી!

રશિયા અને યુક્રેન વચ્ચે 33 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ વચ્ચે આજે તુર્કીની રાજધાનીમાં બંને દેશના પ્રતિનિધિમંડળ વચ્ચે બેઠક થઈ છે. આ વાતચીત સકારાત્મક રહી છે. 

Russia-Ukraine War: તુર્કીમાં સફળ રહી વાતચીત, જલદી મળશે વ્લાદિમીર પુતિન અને ઝેલેન્સ્કી!

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે મંગળવારે થયેલી વાતચીત ખતમ થઈ ગઈ છે. તુર્કીના ઇસ્તામ્બુલમાં બંને દેશો વચ્ચે ત્રણ કલાક વાતચીત ચાલી છે. બંને દેશોની વચ્ચે સીઝફાયર પર સહમતિની આશા છે. રશિયાના પ્રતિનિધિમંડળનું કહેવું છે કે વાતચીત સકારાત્મક રહી છે. બંને દેશો વચ્ચે વાતચીત આગામી બે સપ્તાહ પણ યથાવત રહેશે. 

મહત્વનું છે કે રશિયા ઈચ્છે છે કે યુક્રેન નાટોમાં સામેલ થાય નહીં અને ડોનબાસ વિસ્તારને સ્વતંત્ર જાહેર કરવામાં આવે. તે લગભગ નક્કી છે કે યુક્રેન રશિયાની આ માંગોને માની ચુક્યુ છે. તો યુક્રેને 8 દેશો પાસે સુરક્ષા પર ગેરંટી માંગી છે. ન્યૂઝ એજન્સી એએફપી પ્રમાણે યુક્રેનના પ્રતિનિધિમંડળે કહ્યું કે આજની વાતચીત બાદ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી વચ્ચે મુલાકાત થઈ શકે છે. 

મહત્વનું છે કે બંને દેશો વચ્ચે વાર્તા નવો નવો રાઉન્ડ ત્યારે આવ્યો જ્યારે રશિયાની સેનાએ કહ્યું કે તે પૂર્વી યુક્રેન પર ધ્યાન કેન્દ્રીત કરવાનું શરૂ કરી દેશે. કેટલાક નિષ્ણાંતોએ માસ્કોની મહત્વકાંક્ષાને ઓછી કરવાના રૂપમાં જોઈ હતી. રશિયા અને યુક્રેન વચ્ચે એક મહિના કરતા વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. દ્વિતીય વિશ્વ યુદ્ધ બાદથી આ સૌથી મોટો યુરોપીયન સંઘર્ષ છે. જંગને કારણે 3.8 મિલિયનથી વધુ લોકો યુક્રેન છોડી ચુક્યા છે. 

આજે થયેલી વાતચીતમાં રશિયાના અબજપતિ રોમન અબ્રામોવિચ પણ સામેલ થયા હતા. તે તુર્કીના રાષ્ટ્રપતિ અર્દોગન સાથે વાત કરતા જોવા મળ્યા, જે ઇસ્તામ્બુલમાં વાર્તામાં મધ્યસ્થતા કરી રહ્યાં હતા. અબ્રામોવિચને માસ્કો અને કિવ વચ્ચે મધ્યસ્થાની ભૂમિકા માટે ઓળખવામાં આવે છે. 

વાર્તા શરૂ થતાં પહેલા યુક્રેનના રાષ્ટ્રપતિ વલોડિમિર ઝેલેન્સ્કીએ કહ્યું કે તેમનો દેશ તટસ્થતાની જાહેરાત કરવા માટે તૈયાર છે, જે રશિયાની મુખ્ય માંગમાં એક છે. પરંતુ તેમના મુખ્ય વાર્તાકારોમાંથી એક વિદેશ મંત્રી દિમિત્રો કુલેબાએ સ્પષ્ટ કર્યુ હતુ કે તેમની પાસે નિર્દેશ હતો કે અમે લોકો જમીન કે સંપ્રભુતાનો ટ્રેડ કરતા નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news