Cricket Unique Record: 5 મહાન ક્રિકેટર..જે ક્યારેય રનઆઉટ થયા નથી, યાદીમાં એક ભારતીય ખેલાડી પણ સામેલ

ક્રિકેટ ઈતિહાસમાં એવા પણ 5 ધૂરંધર ખેલાડીઓ છે જે ક્યારેય ટેસ્ટ ક્રિકેટના ફોર્મેટમાં રન આઉટ થયા નથી. આ યાદીમાં એક દિગ્ગજ ભારતીય ખેલાડી પણ સામેલ છે. જાણો આવા 5 ખેલાડીઓ વિશે...

Cricket Unique Record: 5 મહાન ક્રિકેટર..જે ક્યારેય રનઆઉટ થયા નથી, યાદીમાં એક ભારતીય ખેલાડી પણ સામેલ

ક્રિકેટ એ અનિશ્ચિતતાઓ, રોમાન્ચ અને અજબ ગજબ નિયમોનો ખેલ છે. ક્રિકેટમાં ગમે ત્યારે ગમે તે થઈ શકે છે. જે હોશ ઉડાવી શકે. ક્રિકેટ ઈતિહાસમાં એવા પણ 5 ધૂરંધર ખેલાડીઓ છે જે ક્યારેય ટેસ્ટ ક્રિકેટના ફોર્મેટમાં રન આઉટ થયા નથી. આ યાદીમાં એક દિગ્ગજ ભારતીય ખેલાડી પણ સામેલ છે. જાણો આવા 5 ખેલાડીઓ વિશે...

1. પીટર મે ((Peter May)
ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન અને ધાકડ બેટ્સમેન પીટર મે પોતાની આખી ક્રિકેટર કરિયર દરમિયાન રન આઉટ થયા નથી. તેઓ ખુબ જ ક્લાસિક બેટ્સમેન અને શાનદાર કેપ્ટન હતા. પીટર મેએ ઈંગ્લેન્ડ માટે 1951માં સાઉથ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. પીટર મેએ ઈંગ્લેન્ડ માટે 66 ટેસ્ટ મેચોમાં 4537 રન કર્યા. જેમાં 13 સદી સામેલ છે. તેમનો સર્વોચ્ચ સ્કોર 235 રન હતો. તેઓ વિકેટ વચ્ચે ખુબ જ ઝડપથી દોડતા હતા. 

2. ગ્રાહમ હિક (Graeme Hick)
ઝિમ્બાબ્વેમાં જન્મેલા ગ્રાહમ હિકે ઈંગ્લેન્ડ તરફથી  ક્રિકેટ ખેલ્યું. તેમણે ઈંગ્લેન્ડ માટે 65 ટેસ્ટ અને 120 વનડે મેચ રમી અને બંને ફોર્મેટમાં 3000થી વધુ રન કર્યા. તેમની બેટિંગ જોઈને ફેન્સ ખુબ ખુશ થતા હતા. ગ્રાહમ હિક પોતાની આખી ક્રિકેટ કરિયર દરમિયાન ક્યારેય રનઆઉટ થયા નથી. તેમણે પોતાના દમ પર ઈંગ્લેન્ડની ટીમને અનેક મેચ જીતાડી છે. 

3. મુદસ્સર નઝર (Mudassar Nazar) 
પાકિસ્તાને આખી દુનિયાને એકથી એક ચડિયાતા બોલર આપ્યા છે પરંતુ પાકિસ્તાનનો એક બેટ્સમેન એવો પણ છે જે પોતાની કરિયર દરમિયાન ક્યારેય રન આઉટ થયો નથી. તેમનું નામ છે મુદસ્સર નઝર. મુદસ્તર નઝરે પાકિસ્તાન માટે 76 ટેસ્ટમાં 4114 રન કર્યા. જેમાં 10 સદી સામેલ છે. જ્યારે 122 વનડે મેચ રમતા તેમણે 2653 રન કર્યા. તેઓ ખુબ જ સ્પીડથી દોડતા હતા. મુદસ્સર નઝર પાકિસ્તાન ક્રિકેટ ટીમના કોચ પણ રહી ચૂક્યા છે. 

4. કપિલ દેવ(Kapil Dev) 
કપિલ દેવ એક એવું નામ છે જે  દરેક ક્રિકેટ પ્રેમીના હ્રદયમાં ખાસ જગ્યા ધરાવતું હશે. કપિલ દેવની કેપ્ટનશીપ હેઠળ જ ઈન્ડિયાએ 1983માં વેસ્ટ ઈન્ડિઝને હરાવીને પહેલીવાર વનડે વર્લ્ડ  કપ જીત્યો હતો. કપિલ દેવે ઝિમ્બાબ્વે વિરુદ્ધ આતિશી 175 રનની ઈનિંગ ખેલી હતી. કપિલ દવ હંમેશા પોતાની ધાકડ  બેટિંગ અને કાતિલ બોલિંગ માટે જાણીતા હતા. કપિલે ભારત માટે 131 ટેસ્ટ ખેલી જેમાં 5248 રન અને 434 વિકેટ લીધી. જ્યારે વનડે ક્રિકેટમાં 3000થી વધુ રન અને 253 વિકેટ લીધી છે. કપિલ દેવ પોતાની આખી ટેસ્ટ કરિયર દરમિયાન ક્યારેય રન આઉટ થયા નથી. તેઓ ફિલ્ડરની નજર વચ્ચે રન ચોરી કરી લેતા હતા. 

5. પોલ કોલિંગવુડ (Paul Collingwood)
ઈંગ્લેન્ડ તરફથી ત્રણેય ફોર્મેટ રમનારા પોલ કોલિંગવુડ ખુબ જ શાનદાર બેટર હતા. તેમણે ઇંગ્લિશ ટીમ તરફથી 68 ટેસ્ટ મેચમાં ચાર હજારથી વધુ રન કર્યા. તેઓ પોતાની આક્રમક ઈનિંગ માટે જાણીતા છે. પોલ કોલિંગવુડની કેપ્ટનશીપ હેઠળ જ ઈંગ્લેન્ડે 2010 આઈસીસી ટી20 વર્લ્ડ કપ ટ્રોફી જીતી હતી. પોતાની ટેસ્ટ  કરિયર દરમિયાન આ ક્રિકેટર ક્યારેય રનઆઉટ થયો નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news