Russia: આર્કટિક ક્ષેત્રમાં અભ્યાસ દરમિયાન કેમેરામેનને બચાવવા જતા રશિયાના ઇમરજન્સી મંત્રી યેવગેની જિનિચેવનું મોત

ક્રેમલિને જણાવ્યુ કે રશિયા ઇમરજન્સી સ્થિતિ મંત્રાલયે દુખજનક રૂપથી માહિતી આપી કે યેવગેની જિનિચેવની ડ્યૂટી દરમિયાન દુખદ મૃત્યુ થયું છે. 
 

Russia: આર્કટિક ક્ષેત્રમાં અભ્યાસ દરમિયાન કેમેરામેનને બચાવવા જતા રશિયાના ઇમરજન્સી મંત્રી યેવગેની જિનિચેવનું મોત

મોસ્કોઃ રશિયાના કટોકટી મંત્રી યેવગેની જિનિચેવનું અભ્યાસ દરમિયાન મોત થઈ ગયું છે. આ જાણકારી રશિયા સરકારે આપી છે. સરકારે જણાવ્યુ કે 55 વર્ષના યેવગેની આર્કટિક ક્ષેત્રને ઇમરજન્સી સ્થિતિથી બચાવવા માટે અભ્યાસમાં ભાગ લઈ રહ્યા હતા. 

ન્યૂઝ એજન્સી એએફપીના રિપોર્ટ પ્રમાણે યેવગેનીનું મોત એક કેમેરામેનને બચાવવા દરમિયાન થયું છે. કેમેરામેન એક ચટ્ટાનથી લપસીને પડી ગયો હતો, જેને બચાવવાના પ્રયાસમાં યેવગેનીનું મોત થયુ છે. કેમેરામેનને બચાવવા માટે યેવગેની પાણીમાં કૂદી ગયા હતા. પરંતુ યેવગેનીનું મોત ક્યારે થયુ, તે અત્યાર સુધી સ્પષ્ટ નથી. યેવગેનીના મોતની જાણકારી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને આપવામાં આવી છે. 

યેવગેની 2018માં રશિયાના ઇમરજન્સી સ્થિતિ મંત્રાલયના પ્રમુખ બન્યા હતા. સાઇબેરિયાના એક શોપિંગ મોલમાં ભીષણ આગળ લાગ્યાના થોડા સમય બાદ તત્કાલીન મંત્રીના પદ છોડ્યા બાદ યેવગેની મંત્રી બનાવવામાં આવ્યા હતા.

આ પહેલા યેવગેની 2016માં બે મહિના સુધી પશ્ચિમી કેલિનિનગ્રાદ ક્ષેત્રના કાર્યવાહક ગવર્નર રહ્યા હતા. યેવગેની ઘણા સમય સુધી રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની અંગત સુરક્ષા વ્યવસ્થા સાથે જોડાયેલા રહ્યા હતા. યેવગેની રશિયા ગુપ્ત એજન્સી કેજીબી અને ફેડરલ સિક્યુરિટી સર્વિસની સાથે કામ કરી ચુક્યા છે. ફેડરલ સિક્યુરિટી સર્વિસમાં તેઓ ઉપ પ્રમુખ રહ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news