ચીનના આ 4 'મોટા ગુના' અને ભારત સહિત આખી દુનિયા જીવલેણ કોરોનાના ભરડામાં...

કોરોના મહામારીનું કેન્દ્ર રહેલા ચીનના વુહાનમાં 76 દિવસ બાદ આજથી લોકડાઉન હટાવવામાં આવ્યું. કોરોના વાયરસના ઢગલો કેસ સામે આવ્યા બાદ 23 જાન્યુઆરીથી શહેરમાં લોકડાઉન લાગુ થયું હતું. ત્યારબાદ શહેરની 11 મિલિયન વસ્તી ઘરોમાં કેદ થઈ ગઈ હતી. વુહાનમાં કોરોનાના કારણે 3300થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે 82000થી વધુ લોકો વુહાનમાં કોરોનાથી સંક્રમિત થયા હતાં. તાજા આંકડા મુજબ મંગળવારે કોરોનાનો એક પણ કેસ સામે આવ્યો નથી. હવે અહીં એ જોવું જોઈએ કે ચીનના વુહાનમાં તો ગાડી પાટા પર ચડી રહી હોય તેવું લાગે છે પણ બીજા દેશોમાં કોરોનાના કારણે જિંદગી દોજખ થઈ ગઈ છે. 
ચીનના આ 4 'મોટા ગુના' અને ભારત સહિત આખી દુનિયા જીવલેણ કોરોનાના ભરડામાં...

નવી દિલ્હી: કોરોના મહામારીનું કેન્દ્ર રહેલા ચીનના વુહાનમાં 76 દિવસ બાદ આજથી લોકડાઉન હટાવવામાં આવ્યું. કોરોના વાયરસના ઢગલો કેસ સામે આવ્યા બાદ 23 જાન્યુઆરીથી શહેરમાં લોકડાઉન લાગુ થયું હતું. ત્યારબાદ શહેરની 11 મિલિયન વસ્તી ઘરોમાં કેદ થઈ ગઈ હતી. વુહાનમાં કોરોનાના કારણે 3300થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે 82000થી વધુ લોકો વુહાનમાં કોરોનાથી સંક્રમિત થયા હતાં. તાજા આંકડા મુજબ મંગળવારે કોરોનાનો એક પણ કેસ સામે આવ્યો નથી. હવે અહીં એ જોવું જોઈએ કે ચીનના વુહાનમાં તો ગાડી પાટા પર ચડી રહી હોય તેવું લાગે છે પણ બીજા દેશોમાં કોરોનાના કારણે જિંદગી દોજખ થઈ ગઈ છે. 

કોરોના નથી ચીની વાયરસ-ચીન
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે થોડા દિવસ પહેલા કોરોના વાયરસના જન્મદાતા ચીનને આડે હાથ લેતા સંભળાવ્યું હતું કે કોરોના વાયરસ અસલમાં ચીની વાયરસ છે. ટ્રમ્પના આ નિવેદનથી ચીનને મરચા લાગ્યા હતાં અને ચીને જાણે એવું વર્તન કર્યું હતું કે તેની કોઈ ભૂલ નથી. પરંતુ હવે ચીનના 4 મોટા ગુના સામે આવ્યાં છે જેની સજા આખી દુનિયા ભોગવી રહી છે. 

પહેલો ગુનો- કોરોના અંગે જણાવવામાં મોડું કર્યું
પહેલી ડિસેમ્બરના રોજ વુહાનમાં કોરોનાનો પહેલો કેસ જાણમાં આવ્યો. ચીને દુનિયાને આ વાયરસ અંગે જાન્યુઆરીમાં જણાવ્યું. બ્રિટનની સાઉથૈમ્પટન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોનું માનવું છે કે તેનું પરિણામ એ આવ્યું કે 3 અઠવાડિયા મોડું કોરોના અંગે જાણ કરવાના લીધે તેનું સંક્રમણ આખી દુનિયામાં 95 ટકા સુધી ફેલાઈ ગયું. 

બીજો ગુનો- એક મહિના સુધી સ્વીકાર્યું જ નહીં કે આ વાયરસ માણસથી માણસમાં ફેલાય છે
શરૂઆતમાં વુહાનના બે ડોક્ટરોમાં કોરોનાનો ચેપ જોવા મળ્યો હતો. તેમણે પોતાની જાતને ક્વોરન્ટાઈન કરી લીધી હતી. ત્યાં સુધી ચીને બધી વાત છૂપાવી અને 20 જાન્યુઆરીના રોજ આખરે સ્વીકાર્યું કે આ વાયરસ માણસથી માણસમાં ફેલાય છે. તેનું પરિણામ એ આવ્યું કે દુનિયાભરમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ ચાલુ રહી અને લોકો એક દેશમાંથી બીજા દેશમાં અવરજવર કરતા રહ્યાં. જેના કારણે સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ ફેલાતો ગયો.

ત્રીજો ગુનો- 7 અઠવાડિયા બાદ વુહાનને કર્યું  લોકડાઉન
ચીનનો આ ત્રીજો મોટો ગુનો હતો. ચીને 23 જાન્યુઆરીના રોજ વુહાનને લોકડાઉન કર્યું. એટલે કે વુહાનમાં વાયરસ આવ્યાના લગભગ દોઢ મહિના બાદ પરિણામ એ આવ્યું કે વુહાનના મેયર ઝોઉ શિયાનવેંગના જણાવ્યા મુજબ લોકડાઉન પહેલા જ વુહાનથી લગભગ 50 લાખ લોકો ક્યાં જતા રહ્યાં તે હજુ સુધી ખબર નથી. 

જુઓ LIVE TV

ચોથો ગુનો- ચીને કડક કાર્યવાહી ન કરી
વિદેશમાં રહીને ખાસ કરીને ઈટાલીમાં રહેતા ચીની નાગરિકો કે જે નવું વર્ષ ઉજવવા ચીન આવ્યાં હતાં તેઓ પાછા ઈટાલી જતા રહ્યાં. તેમને વાયરસ ફેલાયો હોવા છતાં રોક્યા નહીં. ઈટાલીમાં સૌથી વધુ ચીની પર્યટકો પણ આવતા હોય છે. ઈટાલીમાં લગભગ 3 લાખ ચીની લોકો કામ કરે છે. તેમાંથી જે લોકો વુહાન આવ્યાં તે વખતે કોઈ એક્શન લેવાયા નહીં. 

પરિણામ એ આવ્યું કે ઈટાલીમાં આજે ચીનથી પણ વધુ સંક્રમિત કેસો છે. ઈટાલીમાં મોતનો આંકડો પણ ચીનથી પાંચ ગણો થઈ ગયો છે. ઈટાલીની હાલત ખુબ ખરાબ છે. અમેરિકાથી લઈને સમગ્ર યુરોપ અને ભારત પણ પરેશાન છે. 

સોમવારે ચીનમાં કોરોના વાયરસના કારણે એક પણ મોતનો કેસ નોંધાયો નથી. જાન્યુઆરી બાદ પહેલીવાર આવું બન્યું છે. જે વુહાનથી કોરોનાની શરૂઆત થઈ ત્યાં હવે કારખાના ખુલી રહ્યાં છે. લોકો કામ પર પાછા ફરી રહ્યાં છે. ચીનમાં લોકડાઉન જેવી સ્થિતિને હટાવવામાં આવી રહી છે અને હાલાત ધીરે ધીરે સામાન્ય થઈ રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news