પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં ભારતીય હાઈ કમિશનના 2 અધિકારી આજ સવારથી ગુમ

પાકિસ્તાનમાં ભારતીય હાઈ કમિશનના બે અધિકારીઓ આજે સવારથી ગુમ છે. બંને ભારતીય અધિકારીઓ સવારે હાઈ કમિશનમાં કામ કરવા માટે નીકળ્યા હતાં. ભારતે પાકિસ્તાન સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો છે. ભારતે પાકિસ્તાનની ઓથોરિટીને સંપર્ક કર્યો છે. નોંધનીય છે કે થોડા દિવસ પહેલા ભારતીય ડેપ્યુટી હાઈ કમિશનર ગૌરવ આહલુવાલિયાને ઈસ્લામાબાદમાં પરેશાન કરવામાં આવ્યાં હતાં. 

પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં ભારતીય હાઈ કમિશનના 2 અધિકારી આજ સવારથી ગુમ

નવી દિલ્હી: પાકિસ્તાનમાં ભારતીય હાઈ કમિશનના બે અધિકારીઓ આજે સવારથી ગુમ છે. બંને ભારતીય અધિકારીઓ સવારે હાઈ કમિશનમાં કામ કરવા માટે નીકળ્યા હતાં. પરંતુ સવારના સાડા આઠ વાગ્યાથી તેમનો કોઈ સંપર્ક થઈ શકતો નથી. ભારતે પાકિસ્તાન સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો છે. ભારતે પાકિસ્તાનની ઓથોરિટીને સંપર્ક કર્યો છે. 

નોંધનીય છે કે થોડા દિવસ પહેલા 31મી મેના રોજ ISIના લોકોએ બાઈકથી ભારતીય ડેપ્યુટી હાઈ કમિશનર ગૌરવ આહલુવાલિયાનો ઈસ્લામાબાદમાં પીછો કર્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો હતો. ZEE NEWS પર તેની તસવીર પણ દર્શાવવામાં આવી હતી. ભારતીય રાજનયિક કારથી ક્યાંક જઈ રહ્યાં હતાં અને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIનો સભ્ય બાઈકથી તેમનો પીછો કરી રહ્યો હતો. 

જુઓ LIVE TV

પાકિસ્તાનમાં ભારતીય રાજનયિકનું ઉત્પીડન કઈ રીતે કરાય છે તેનો તે પુરાવો હતો. ભારતે આ સમગ્ર પ્રકરણ પર આકરી પ્રતિક્રિયા આપી હતી. ભારતીય દૂતાવાસે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયને પત્ર લખીને તપાસ કરાવવાની માગણી કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news