દુનિયાના શક્તિશાળી દેશના રાષ્ટ્રપતિ બોલ્યા,-'હું વડાપ્રધાન મોદીનું ખુબ સન્માન કરું છું'
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે કહ્યું કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ખુબ સન્માન કરે છે અને બહુ જલદી તેમની સાથે વાતચીત કરશે.
Trending Photos
વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે કહ્યું કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ખુબ સન્માન કરે છે અને બહુ જલદી તેમની સાથે વાતચીત કરશે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને પીએમ મોદી 30 નવેમ્બર તથા એક ડિસેમ્બરના રોજ આર્જેન્ટિનામાં જી-20 શિખર સંમેલનમાં ભાગ લેશે, જ્યાં આ બંને વચ્ચે બેઠક યોજાવવાની શક્યતા છે.
વ્હાઈટ હાઉસે જો કે હાલમાં આ અંગે કોઈ જાહેરાત કરી નથી. ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં દીવાળીની ઉજવણી દરમિયાન અમેરિકામાં ભારતના રાજદૂત નવતેજ સિંહ સરનાને કહ્યું કે 'હું જલદી તેમની સાથે વાતચીત કરીશ, આભાર.' સરનાએ ટ્રમ્પની વાતોનો જવાબ આપતા કહ્યું કે 'તેઓ પણ તમને મળવા માંગે છે.'
વ્હાઈટ હાઉસના દિવાળી જશ્નમાં ખાસ મહેમાન તરીકે આમંત્રિત કરાયેલા સરનાને ટ્રમ્પે કહ્યું હતું કે તેમને ભારત સાથે લગાવ છે. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે અમને તમારો દેશ ગમે છે, તમે જાણો છો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે મારા મનમાં ખુબ જ સન્માન છે. કૃપા કરીને તેમને હાર્દિક શુભકામનાઓ આપજો., ટ્રમ્પ અને પીએમ મોદી વચ્ચે ખુબ સારી મિત્રતા પણ છે.
ટ્રમ્પે રાષ્ટ્રપતિ ચૂંટણી માટે પ્રચાર દરમિયાન દેશમાં (ભારતમાં) આર્થિક અને નોકરશાહીમાં સુધારા બદલ મોદીની પ્રશંસા પણ કરી હતી. અમેરિકી રાષ્ટ્રપતિએ ગત વર્ષ જૂનમાં વ્હાઈટ હાઉસમાં મોદીની મેજબાની પણ કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે