38 ફિલ્મો કરી, પણ પહેલીવાર પૂરુ થયું પ્રીતિ ઝિંટાનું આ સપનુ

પ્રીતિ ઝિંટાએ પોતાની કરિયરમાં ફિલ્મોને લઈ મોટા એક્સપરિમેન્ટ કર્યાં છે. પરંતુ તેમની દેશી અને દેહાતી પાત્ર ભજવવાની ઈચ્છા ક્યારેય પૂરી થઈ ન શકી.

38 ફિલ્મો કરી, પણ પહેલીવાર પૂરુ થયું પ્રીતિ ઝિંટાનું આ સપનુ

બોલિવુડની સૌથી શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંથી એક પ્રીતિ ઝિંટા લાંબા સમય બાદ ફિલ્મ ‘ભૈયાજી સુપરહીટ’ થી પરત વાપસી કરવા જઈ રહી છે. પ્રીતિ આ ફિલ્મ માટે બહુ જ એક્સાઈટેડ છે. પ્રીતિએ કહ્યું કે, હું ફિલ્મના આ દેશી પાત્રને એન્જોય કરી રહી છું. જ્યારે શુટિંગ ચાલી રહી હતી, ત્યારે હું બહુ જ નર્વસ હતી. મેં અત્યાર સુધી 38 ફિલ્મો કરી છે, પરંતુ આવા પાત્રો ક્યારેય કર્યું નથી.

પ્રીતિ ઝિંટાએ પોતાની કરિયરમાં ફિલ્મોને લઈ મોટા એક્સપરિમેન્ટ કર્યાં છે. પરંતુ તેમની દેશી અને દેહાતી પાત્ર ભજવવાની ઈચ્છા ક્યારેય પૂરી થઈ ન શકી. પ્રીતિ ઝિંટાએ જણાવ્યું કે, મને ક્યારેય કોઈએ આવો રોલ ઓફર કર્યો ન હતો. કોઈએ આવા રોલ માટે મારા પર ભરોસો કર્યો ન હતો. કોઈએ ક્યારેય વિચાર્યું નહિ કે હું આવુ પાત્ર પણ ભજવી શકું છું. તેમ છતાં મને એવા જ રોલ ઓફર કરાયા છે, જેમાં હું સ્ટ્રોંગ દેખાવું, અર્બન હોય. કોઈ મને દેશી રોલ આપતા ન હતા, ગરીબીવાળા રોલ મને ક્યારેય ઓફર થયા નથી.

જે પાત્રને ભજવવા માટે પ્રીતિએ આટલી છે, તે પણ ત્યારે મળ્યો જ્યારે તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ છોડી ચૂકી હતી. પ્રીતિએ કહ્યું કે, કોઈ મને દેશી રોલ ઓફર કરતું ન હતું. હવે જ્યારે મેં એક્ટિંગ છોડી દીધી, ત્યારે મને આ કેરેક્ટર મળ્યું. સની દેઓલે આ ફિલ્મ માટે મને એપ્રોચ કર્યો હતો. જ્યારે મેં આ ફિલ્મ સાંભળી, તો મને એટલી રસપ્રદ સ્ટોરી લાગી. જ્યારે અમે આ સ્ક્રિપ્ટ સાંભળી રહ્યા હતા, ત્યારે હું હસીહસીને મરી ગઈ હતી. 

પ્રીતિએ કહ્યું કે, પછી મને લાગ્યું કે, હું કરી શકીશ. દરેક વ્યક્તિને શઁકા તો થાય જ છે. આટલા વર્ષો સુધી આટલા મોટા મોટા ફિલ્મ મેકરે ક્યારેય મારા પર આવા રોલ માટે વિશ્વાસ રાખ્યો ન હતો. 

ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ 23 નવેમ્બરના રોજ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મને નીરજ પાઠકે નિર્દેશિત કરી છે, જેના નિર્માતા સની દેઓલ, ચિરાગ ધારીવાલ અને ફૌઝીયા અર્શી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news