કોરોના વાયરસ સામે લડાઈમાં ભારતને મળ્યો અમેરિકાનો સાથ, કરી 5.9 મિલિયન ડોલરની મદદ
અમેરિકાના વિદેશ મંત્રાલયે કહ્યું કે, આ રકમનો ઉપયોગ ભારતમાં કોરોના પીડિતોની મદદ, બીમારીથી જોડાયેલા જાગરૂકતા અભિયાન અને તેના નિવારણ માટે શોધમાં કરવામાં આવશે.
Trending Photos
ન્યૂયોર્કઃ કોરોના વાયરસ (Coronavirus) સામે લડાઈમાં ભારતે હાઇડ્રોક્સીક્લોરોક્વીન (Hydroxychloroquine) મોકલીને જે રીતે સુપર પાવર અમેરિકાની મદદ કરી તે ખરેખર પ્રશંસાપાત્ર હતી. આ કડીમાં અમેરિકા ભારતની મદદ માટે આગળ આવ્યું છે. અમેરિકાએ કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે ભારતને સ્વાસ્થ્ય સહાયતાના રૂપમાં લગભગ 5.9 મિલિયન ડોલર પ્રદાન કર્યાં છે. આ જાણકારી ગુરૂવારે અમેરિકાના વિદેશ મંત્રાલયે આપી છે.
અમેરિકાના વિદેશ મંત્રાલયે કહ્યું કે, આ રકમનો ઉપયોગ ભારતમાં કોરોના પીડિતોની મદદ, બીમારીથી જોડાયેલા જાગરૂકતા અભિયાન અને તેના નિવારણ માટે શોધમાં કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ રકમનો ઉપયોગ કટોકટીની તૈયારી માટે કરવામાં આવશે.
આ અમેરિકા દ્વારા ભારતને પાછલા 20 વર્ષથી આપવામાં આવી રહેલી 2.8 બિલિયન ડોલરની સહાયતા રકમનો ભાગ છે જેમાં 1.4 બિલિયન ડોલર સ્વાસ્ત્ય સહાયતાના રૂપમાં આપવામાં આવે છે.
વિદેશ મંત્રાલય અને યૂએસ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલોપમેન્ટે હવે સ્વાસ્થ્ય કટોકટી, માનવીય અને આર્થિક સહાયતા માટે આશરે 508 મિલિયન ડોલર ખર્ચ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. વિશ્વભરના સમુદાયોને મહામારીનો સામનો કરવામાં અમેરિકા પહેલાથી બહુપક્ષીય અને બિન સરકારી સંગઠનો (એનજીઓ)ને સહાયતા રકમ પ્રદાન કરતું આવ્યું છે. આ રકમ અત્યાર સુધીની સૌથી વધુ રમક છે.
કોરોનાથી હેરાન પરેશાન અમેરિકા, ચીન પર કરી રહ્યું છે હુમલાની તૈયારી
અમેરિકાએ કોરોના વાયરસ સામે લડવા માટે દક્ષિણ એશિયન દેશોમાં અફઘાનિસ્તાનને 18 મિલિયન ડોલર, બાંગ્લાદેશને 9.6 મિલિયન ડોલર, ભૂટાનને 500,000 ડોલર, નેપાળને 1.8 મિલિયન ડોલર, પાકિસ્તાનને 9.4 મિલિયન ડોલર અને શ્રીલંકાને 1.3 મિલિયન ડોલરની રકમ પ્રદાન કરી ચુક્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે