ભારતની આ 6 કંપનીઓ કોરોના વેક્સીન પર કરી રહી છે કામ, માણસ પર ટેસ્ટિંગ શરૂ
ફાર્મા સેક્ટરની ભારતની છ કંપનીઓ કોરોના વેક્સીન પર ઝડપથી કામ કરી રહી છે. આ કંપનીઓ આશરે 70 પ્રકારની રસીનું પરીક્ષણ કરી રહી છે અને ઓછામાં ઓછી ત્રણ રસી માનવ ટેસ્ટિંગના તબક્કામાં પહોંચી ચુકી છે.
Trending Photos
નવી દિલ્હીઃ કોરોના વિરુદ્ધ લડાઈમાં ભારતીય ફાર્મા કંપનીઓ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહી છે. આપણા દેશની 6 ફાર્મા કંપનીઓ કોરોનાની રસી તૈયાર કરવા પર ઝડપથી કામ કરી રહી છે. આ કંપનીઓ આશરે 70 પ્રકારની રસીનું પરીક્ષણ કરી રહી છે અને ઓછામાં ઓછા ત્રણ રસી માનવ પરીક્ષણના તબક્કામાં પહોંચી ચુકી છે પરંતુ નોવેલ કોરોના વાયરસની રસી મોટા પાયા પર ઉપયોગ માટે 2021 પહેલા તૈયાર થવાની સંભાવના નથી.
અત્યાર સુધી 1.4 લાખ લોકોના મોત
આ કંપનીઓ ઝાઇડસ કેડિલા, સીરમ ઇન્સ્ટીટ્યૂટ, બાયોલોજીકલ ઈ, ભારત બાયોટેક, ઈન્ડિયન ઇમ્યુનોલોજીકલ અને મિનવેક્સ છે. કેડિલા બે વેક્સીન પર કામ કરી રહ્યું છે. વિશ્વભરમાં કોરોનાના અત્યાર સુધી 21 લાખ જેટલા કેસ સામે આવી ચુક્યા છે. તો 1.4 લાખ લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે.
રસી તૈયાર કરવી એક જટિલ પ્રક્રિયા
નિષ્ણાંતોનું કહેવું છે કે આ એક જટિલ પ્રક્રિયા છે જેમાં પરીક્ષણના ઘણા તબક્કા અને અનેક પડકારો છે. તેમણે કહ્યું કે, કોરોના વાયરસ, સાર્સ કોવ-2ની રસી તૈયાર થવામાં 10 વર્ષ લાગશે નહીં જેમ કે અન્ય રસીને તૈયાર કરવામાં થાય છે, પરંતુ તેની (કોરોના વાયરસ) રસીને સુરક્ષિત, પ્રભાવી અને વ્યાપક રૂપથી ઉપલબ્ધ કરાવવામાં ઓછામાં ઓછું એક વર્ષ લાગી શકે છે.
મંજૂરીમાં પણ લાગી શકે છે લાંબો સમય
કેરલ સ્થિત રાજીવ ગાંધી બાયો ટેકનોલોજી કેન્દ્ર (RGCB)ના મુખ્ય વૈજ્ઞાનિક અધિકારી ઈ શ્રીકુમારે કહ્યું, 'રસીનો વિકાસ કરવો એક લાંબી પ્રક્રિયા છે, જેમાં વર્ષો લાગે છે અને ઘણા પડકારો હોય છે.' વૈજ્ઞાનિક તથા ઔદ્યોગિક સંશોધન પરિષદ (CSIR)ના હૈદરાબાદ સ્થિત સેલ્યુલર અને મોલેક્યુલર બાયોલોજી સેન્ટરના ડિરેક્ટર રાકેશ મિશ્રાએ કહ્યું, સામાન્ય રીતે રસી વિકસિત કરવામાં મહિનાઓ લાગે છે કારણ કે તેણે વિવિધ તબક્કામાંથી પસાર થવાનું હોય છે અને પછી મંજૂરી મળવામાં સમય લાગે છે.
ઘણા તબક્કામાં થાય છે પરીક્ષણ
અમને નથી લાગતું કે કોવિડ-19ની રસી આ વર્ષે આવી જશે. રસીનું પરીક્ષણ પહેલાં જાનવરો, પ્રયોગશાળાઓ અને પછી માનવી પર વિભિન્ન તબક્કામાં થાય છે. શ્રીકુમારે કહ્યું, માનવ પરીક્ષણ તબક્કામાં અનેક તબક્કા હોય છે. તેમણે કહ્યું, પ્રથમ તબક્કામાં કેટલાક લોકોને સામેલ કરવામાં આવે છે, ત્યારબાદ તે જોવામાં આવે છે કે આ રસી માનવી માટે સુરક્ષિત છે કે નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
જુઓ LIVE TV
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે