પત્નીનું એક કે બે નહીં પરંતુ 26 પુરુષો.....કડવું સત્ય સામે આવતા જ પતિના હોશ ઉડ્યા, લોકો પાસે માંગી મદદ
એક વ્યક્તિએ સોશિયલ મીડિયા પર પોતાની પર્સનલ કહાની શેર કરીને લોકો પાસે મદદ માંગી છે. તેનું કહેવું છે કે તેની સામે તેની પત્નીનું સત્ય આવી ગયું છે.
Trending Photos
એક વ્યક્તિએ સોશિયલ મીડિયા પર પોતાની પર્સનલ કહાની શેર કરીને લોકો પાસે મદદ માંગી છે. તેનું કહેવું છે કે તેની સામે તેની પત્નીનું સત્ય આવી ગયું છે. તેને ખબર પડી છે કે તેની પત્નીનું 18 વર્ષ પહેલા અનેક પુરુષો સાથે સંબંધ હતો. તેને હવે ખબર પડી છે. વ્યક્તિએ કહ્યું કે તેઓ બંને યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે આવું બન્યું હતું. પરંતુ પત્નીને લાગ્યું કે તેનાથી કોઈ ફરક પડશે નહીં.
આ વ્યક્તિએ રેડિટ પર પોતાની કહાની શેર કરીને મદદ માંગી છે. તેણે કહ્યું કે તે નિર્ણય નથી લઈ શકતો કે તે પત્નીએ જે કર્યું તેવું જ પોતે કરે કે પછી તેને છૂટાછેડા આપી દે. મિરર યુકેના રિપોર્ટ મુજબ વ્યક્તિએ કહ્યું કે તે અને તેની પત્ની એક બીજાને સેકન્ડરી સ્કૂલ સમયથી ડેટ કરતા હતા. ત્યારે લગ્ન અને બાળકોના નામ પણ વિચારી લીધા હતા. યુનિવર્સિટીમાં આવ્યા બાદ અલગ અલગ કોર્ટમાં ગયા. પરંતુ તે દર વીકેન્ડ પર તેને મળવાની કોશિશ કરતો હતો.
વ્યક્તિએ કહ્યું કે મને લાગ્યું અમારો સંબંધ સારી રીતે ચાલે છે. જો કે આ વ્યક્તિ હાલમાં જ એક પાર્ટીમાં ગયો હતો. જ્યાં પત્ની અને તેના મ્યુચ્યુઅલ ફ્રેન્ડ હતા. તેમાંથી એક વ્યક્તિએ તેને પત્ની વિશે એવું એવું જણાવ્યું જે તેને અત્યાર સુધી ખબર નહતી. કપલના બે પુત્ર છે. તેણે જ્યારે પત્નીને આ વિશે પૂછ્યું તો તે બધુ જણાવવા લાગી હતી. પોસ્ટમાં વ્યક્તિએ લખ્યું છે કે તેની પત્નીએ કહ્યું કે તે યુનિવર્સિટીના દિવસોમાં ખુબ ક્લબમાં જતી હતી. તે અનેક પુરુષો સાથે સૂઈ હતી અને તેના અનેક પુરુષમિત્રો હતા.
વ્યક્તિના જણાવ્યાં મુજબ પત્નીએ તેને કહ્યું કે તે પરિપકવ ન હતી. તેનામાં બાળપણ હતું. આથી મારે તેના વિરુદ્ધ બોલવું જોઈએ નહીં. આથી હું તરત ઘરેથી નીકળી ગયો અને એક હોટલમાં રાત વીતાવી. ત્યારે પત્નીએ ફોન પર મેસેજ કરીને કહ્યું કે તે મને પ્રેમ કરે છે. આ વ્યક્તિની પોસ્ટ પર અનેક કમેન્ટ પણ આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે