ઓમિક્રોનથી બચાવશે રસી? WHO ના મુખ્ય વૈજ્ઞાનિકે આપ્યો જવાબ, જાણો શું કહ્યું?
કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનની દહેશત વધી રહી છે. દુનિયાના અનેક દેશોમાં તેના કેસ ઝડપથી વધી રહ્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના અનેક કેસ સામે આવ્યા છે.
Trending Photos
નવી દિલ્હી: કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનની દહેશત વધી રહી છે. દુનિયાના અનેક દેશોમાં તેના કેસ ઝડપથી વધી રહ્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના અનેક કેસ સામે આવ્યા છે. આવામાં એક ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું દક્ષિણ આફ્રિકામાં મળેલા આ વેરિએન્ટ પર કોરોના રસી અસરકારક છે ખરી? વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ના મુખ્ય વૈજ્ઞાનિક ડો. સૌમ્યા સ્વામીનાથને આ સવાલનો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે એવું લાગે છે કે રસી હજુ પણ પ્રભાવી સાબિત થઈ રહી છે.
'Vaccine ગંભીર બીમારીથી બચાવશે'
WHO ના વૈજ્ઞાનિક ડો. સૌમ્યા સ્વામીનાથન (Dr Soumya Swaminathan) ના જણાવ્યાં મુજબ ભલે અનેક દેશોમાં ઓમિક્રોનના કેસની સંખ્યા ઝડપથી વધી રહી છે પરંતુ તેની ગંભીરતા નવા સ્તર સુધી પહોંચી નથી. તેમણે બુધવારે એક ટ્વીટમાં કહ્યું કે જેમ અપેક્ષિત હતું, ટી સેલની ઈમ્યુનિટી Omicron વિરુદ્ધ સારી છે. આ આપણને ગંભીર બીમારીથી બચાવશે. આથી કૃપા કરીને રસી મૂકાવો. અત્રે જણાવવાનું કે કોરોનાના વધતા જોખમ છતાં હજું પણ મોટી સંખ્યામાં લોકોએ રસી મૂકાવી નથી.
અનેક ફેક્ટર્સ નક્કી કરે છે અસરકારકતા
સ્વામીનાથને કહ્યું કે રસીની અસરકારકતા બે રસી વચ્ચે થોડી અલગ હોય છે, જો કે WHO ના તમામ ઈમરજન્સી લિસ્ટેડ સૂચિની મોટાભાગની રસીમાં સુરક્ષાનો ઉચ્ચ દર હોય છે અને રસી ઓછામાં ઓછું ડેલ્ટા વેરિએન્ટ જેવી ગંભીર બીમારીમાં મૃત્યુથી બચાવે છે. તેમણે કહ્યું કે બાયોલોજિકલ ફેક્ટર (Biological Factors) પણ એક રસીની અસરકારકતા નક્કી કરે છે. તેમાં ઉંમર અને બીમારીઓ સામેલ છે.
As expected, T cell immunity holding up better against #Omicron. This will protect us against severe disease. Please get vaccinated if you haven't! https://t.co/PK2gmVHIGG
— Soumya Swaminathan (@doctorsoumya) December 29, 2021
ડેલ્ટા જેટલો જીવલેણ નથી!
ચીફ સાયન્ટિસ્ટે કહ્યું કે આજે દુનિયાભરમાં સંક્રમણની જે સંખ્યા આપણે જોઈ રહ્યા છીએ તે ખુબ વધુ છે. કારણ કે આ સંક્રમણ રસીકરણ અને રસીકરણ વગરના લોકો એમ બંનેમાં થઈ રહ્યું છે. જો કે એવું લાગે છે કે રસી હજુ પણ સુરક્ષાત્મક સાબિત થઈ રહી છે. કારણ કે અનેક દેશોમાં બીમારીની ગંભીરતા નવા સ્તર પર પહોંચી નથી. નોંધનીય છે કે ડેલ્ટા બાદ ઓમિક્રોન એક મોટા જોખમ તરીકે સામે આવ્યો છે. જો કે અનેક એક્સપર્ટ્સ કહી ચૂક્યા છે કે ઓમિક્રોન જૂના વેરિએન્ટ ડેલ્ટા જેટલો જીવલેણ હોવાની સંભાવના ખુબ ઓછી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે