70 વર્ષ પહેલાં મરી ચૂકી છે મહિલા, પરંતુ લોકોને આજેપણ આપી રહી છે જીવન; જાણો શું છે મામલો
લગભગ 70 વર્ષ પહેલાં સર્વાઇકલ કેન્સરના લીધે એક યુવા મહિલાનું મોત થઇ ગયું હતું. તેની સારવાર દરમિયાન ડોક્ટરોએ એક કોશિકા છાનામાના નિકાળી કાઢી. ત્યારબાદ તે કોશિકાનું અધ્યન કરીને વિભિન્ન બિમારીઓની દવા તૈયાર કરવામાં આવી.
Trending Photos
જેનેવા: લગભગ 70 વર્ષ પહેલાં સર્વાઇકલ કેન્સરના લીધે એક યુવા મહિલાનું મોત થઇ ગયું હતું. તેની સારવાર દરમિયાન ડોક્ટરોએ એક કોશિકા છાનામાના નિકાળી કાઢી. ત્યારબાદ તે કોશિકાનું અધ્યન કરીને વિભિન્ન બિમારીઓની દવા તૈયાર કરવામાં આવી. જેથી દુનિયામાં લાખો લોકોના જીવ બચી ગ્યા.
મૃત્યુંના 70 વર્ષ બાદ મળ્યું સન્માન
WHO ના ચીફ Dr Tedros Adhanom Ghebreyesus એ જેનેવામાં મરણાંપરાંત Henrietta Lacks ને સન્માનિત કર્યા. જોકે Henrietta Lacks નું મોત 70 વર્ષ પહેલાં 1951 માં થયું હતું. પરંતુ તેના શરીરમાંથી મંજૂરી વિના નિકાળવામાં આવેલી એક કોશિકા આજે પણ લાખો લોકોનો જીવ બચાવવાનું મહત્વપૂર્ણ કારણ બની છે. Henrietta તરફથી આ પુરસ્કાર તેમના 87 વર્ષના પુત્ર Lawrence Lacks એ લીધો.
તેમને સન્માનિત કરતાં Dr Tedros એ કહ્યું, ' હું Henrietta Lacks ને સન્માનિત કરતાં એકદમ ગર્વ અનુભવી રહ્યો છું. WHO આ વાતને સ્વિકાર કરે છે કે આ પહેલાંના વર્ષોમાં Henrietta સાથે વૈજ્ઞાનિક રૂપથી અન્યાય કરવામાં આવશે. તેમના અશ્વેત રંગ અને મહિલા હોવાના લીધે તેમને પર્યાપ્ત સન્માન આપવામાં ન આવ્યું. જ્યારે માનવતાને બચાવવા અને મેડિકલ સાયન્સને પ્રોત્સાહન આપવામાં તેમનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું.
સર્વાઇકલ કેન્સરથી થઇ ગયું મોત
DNA નાર રિપોર્ટ અનુસાર Henrietta Lacks પોતાના પતિ અને 5 બાળકોની સાથે ખુશ હતી. એક દિવસ તેને વજાઇનામાં ભારે બ્લીડિંગની ફરિયાદ થઇ. તે પતિ સાથે જોન હોપકિંસ યૂનિવર્સિટી પહોંચી અને ત્યાં એડમીટ થઇ ગઇ. તપાસમાં જાણવા મળ્યું કે તેને સર્વાઇકલ કેન્સર હતું. ડોક્ટરોએ તેની સારવાર અક્રવા માટે પ્રયત્ન કર્યો પરંતુ તેણે 4 ઓક્ટોબર 1951 ના રોજ અંતિમ શ્વાસ લીધા. જ્યારે તેનું મોત થયું તે સમયે તેની ઉંમર ફક્ત 31 વર્ષની હતી.
પૂછ્યા વિના ડોક્ટરોએ નિકાળી લીધી કોશિકા
જ્યારે Henrietta ની સારવાર ચાલે રહી હતે. તે દરમિયાન ડોક્ટરોએ તેના ટ્યૂમરના કેટલાક સેમ્પલ લીધા હતા. આ દરમિયાન ટ્યૂમરથી 'HeLa' કોશિકાને નિકાળવામાં આવ્યો. આમ કરવા માટે દર્દી અથવા તેના પતિ પાસેથી કોઇ અનુમતિ લેવામાં આવી ન હતી. ત્યારબાદ તે કોશિકાનો લેબમાં વિકાસ કરવામાં આવ્યો. પછી પરિવારની પરવાનગી વિના તે કોશિકાનું લેબમાં મોટાપાયે ઉત્પાદન કરીને વેચવામાં આવી. દુનિયાભરમાં કોશિકાઓ પર થઇ રહેલા સ્ટડી માટે 50 કરોડ મેટ્રિક ટન 'HeLa' કોશિકા વેચવામાં આવી.
કોશિકાઓ દ્વારા લાખો લોકોનો જીવ બચાવ્યો
આ 'HeLa' કોશિકા લોકોનો જીવ બચાવવામાં રામબાણ સિદ્ધ થઇ. કોશિકાઓનું અધ્યયન કરીને દુનિયાભરના વૈજ્ઞાનિક HPV વેક્સીન, પોલિયો વેક્સીન, HIV/AIDS ની દવા, haemophilia, leukaemia અને પાર્કિંસન્સ રોગોની દવા બનાવવામાં સફળ રહ્યા. આ સાથે જ કેન્સર, જીન મેપિંગ, IVF જેવી સારવારની પદ્ધતિઓનો પણ વિકાસ ઝડપથી થયો. જેનો ઉપયોગ કરીને દુનિયામાં અત્યાર સુધી લાખો લોકોનો જીવ બચાવી શકાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે