પુરુષોને લલચાવવા શું કરવું? ટ્રેનીંગની ફી 36000 રૂપિયા, લાગી મહિલાઓની લાઈનો
China News: પતિ ઘર છોડીને લફરાં ના કરે એ માટે પુરૂષને કેવી રીતે આકર્ષી શકાય એ માટે ચીનની મહિલાઓ પુરુષોને આકર્ષવાની ટ્રેનીંગ લઈ રહી છે. જેથી પતિને આકર્ષિત કરી શકે. આ માટે દરેક મહિલા પાસેથી 2999 યુઆન એટલે કે લગભગ 35467 રૂપિયા વસૂલવામાં આવી રહ્યાં છે. આ માટે મહિલાઓ લાઈનો લગાવી રહી છે.
Trending Photos
China Sex Appeal Camp: પોતાના પતિઓ ભટકી જઈને બીજી સુંદરી પાસે ના જાય એ માટે ચીનની મહિલાઓ સેક્સ અપીલ ટ્રેનિંગ કેમ્પમાં જોડાઈ રહી છે. આ તાલીમ શિબિરોમાં, મહિલાઓને પુરુષોને લલચાવવાની રીતો શીખવવામાં આવે છે, જેથી તેઓ તેમના પતિને આકર્ષિત કરી શકે. ટ્રેનિંગ કેમ્પની ખાસ વાત એ છે કે તેમાં ભાગ લેનારી મોટાભાગની મહિલાઓની ઉંમર 35 થી 55 વર્ષની વચ્ચે છે. શિબિરમાં મહિલાઓએ બ્લેક સ્ટોકિંગ્સની સાથે ફોર્મ-ફિટિંગ ચોંન્ગસમ પહેરવું જરૂરી છે.
કેમ્પમાં રૂ. 35 હજારથી વધુનો ખર્ચ-
હાલમાં જ ચીની મહિલાઓનું એક જૂથ ઝેજિયાંગ પ્રાંતના હાંગઝોઉમાં એકત્ર થયું હતું. બે દિવસીય શિબિર માટે દરેક મહિલા પાસેથી 2999 યુઆન એટલે કે આશરે 422 યુએસ ડોલર એટલે કે રૂ. 35467નો ચાર્જ લેવામાં આવ્યો હતો. કાર્યક્રમના પોસ્ટરમાં લખવામાં આવ્યું હતું કે, 'સેક્સ અપીલ એ એક મહિલાનું તેના જીવન પર નિયંત્રણ છે.' આ અભિગમ એ પરંપરાગત ચાઈનીઝ વિચારોથી અલગ છે, જે સેક્સને એક ખાનગી અને સંવેદનશીલ વિષય માને છે.
ટ્રેનીંગ કેમ્પમાં મહિલાને કઈ અપાઈ ટ્રેનિંગ-
તાલીમ શિબિરના પ્રથમ દિવસે, 'પ્રેમનો સાર' અને સંભોગ સુખ પ્રાપ્ત કરવા માટેની તકનીકો સમજાવવામાં આવી હતી. બીજા દિવસે કિસ (Kiss) માદક ડાન્સ (Sensual Dancing)અને ચંચળ બનીને સ્ટોકિંગ્સને ફાડી નાખવા સહિત ઘનિષ્ઠ સ્થિતિઓમાં તમારું આકર્ષણ કેવી રીતે દેખાડવું એની ટ્રેનિંગ અપાઈ હતી. શિબિરનું સૂત્ર હતું, 'તમારા લગ્નજીવનમાં જુસ્સો ફરી જાગૃત કરો, તમારી જાતીય જીવનને પુનર્જીવિત કરો.' આ સૂત્રએ ચીની મહિલાઓને આકર્ષિત કરી. સહભાગીઓમાં એક 54 વર્ષીય મહિલા હતી જે તેના પુત્રના સહાધ્યાયી તરફ આકર્ષિત હતી. એક ગૃહિણી જે તેના પતિની બેવફાઈને કારણે છૂટાછેડાનો સામનો કરી રહી હતી. એકલી માતા જેનો ભૂતપૂર્વ પતિ તેની મોટાભાગની બચત લઈને ભાગી ગયો હતો.
ટ્રેનરોના નામ જાહેર કરાયા નથી-
સેક્સ અપીલ એકેડમીએ આ શિબિરનું આયોજન કર્યું હતું, પરંતુ ટ્રેનર્સના સાચા નામો જાહેર કરવામાં આવ્યા ન હતા. જો કે, અધિકૃત ચાઇના સેક્સોલોજી એસોસિએશનની વેબસાઇટ પર એકેડેમી અથવા તેના પ્રશિક્ષકો વિશે કોઈ માહિતી મળી નથી. એસોસિએશનની નર્સિંગ કમિટીના ડિરેક્ટર ચે ઝિયાઓયાન જણાવ્યું હતું કે નોંધાયેલા સેક્સ થેરાપિસ્ટ પ્રશિક્ષિત છે અને હોસ્પિટલોમાં કામ કરે છે.
સોશિયલ મીડિયા પર તાલીમ શિબિરની ટીકા-
સેક્સ અપીલ ટ્રેનિંગ કેમ્પને સોશિયલ મીડિયા પર વ્યાપક ટીકાનો સામનો કરવો પડ્યો છે. કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે તેને એક અનૈતિક વ્યાપારી પ્રથા ગણાવી છે જે સંવેદનશીલ અને બેચેન મહિલાઓનું શોષણ કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે