ગુજરાતના ખેડૂતોની દિવાળી સુધરી, સરકાર ટેકાના ભાવે ખરીદશે ત્રણ પાક
Gujarat Farmers : રાજ્યમાં ટેકાના ભાવે પાકની ખરીદી માટે શરૂ થશે નોંધણી... આગામી 3થી 31 ઓક્ટોબર દરમિયાન થશે રજિસ્ટ્રેશન... તો લાભપાંચમથી થશે ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ
Trending Photos
Agriculture News : ગુજરાત સરકાર ફરી એકવાર ટેકાના ભાવે પાકની ખરીદી કરવાની છે. રાજ્ય સરકાર મગફળી, સોયાબીન, અડદની ટેકાના ભાવે ખરીદી કરશે તેવી જાહેરાત કરી છે. 3 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી ખેડૂતો નોંધણી કરાવી શકશે. લાભ પાંચમ પછીના દિવસે રાજ્ય સરકાર ખરીદી શરૂ કરશે. 90 દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી ચાલશે.
આ વર્ષે રાજ્યમાં મગફળી, અડદ અને સોયાબીનના પાકોનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થયું છે. તેથી રાજ્ય સરકાર મગફળી, સોયાબીન અને અડદની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય લેવાયો છે. લાભ પાચમના પછીના દિવસે રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી મગફળી સહિત અડદ અને સોયાબીન ખરીદી કરશે. લાભ પાંચમ પછીના 90 દિવસ સુધી ખરીદી ચાલશે.
ગાંધીનગરના મળેલા અહેવાલ અનુસાર, 3 ઓક્ટોબર થી 31 ઓક્ટોબર સુધી ખેડૂતો ટેકાના ભાવે ખરીદી માટે રજિસ્ટ્રેશન કરાવી શકશે. મગફળી, અડદ, સોયાબીન ટેકાના ભાવે વેચાણ માટે ખેડૂતો રજિસ્ટ્રેશન કરાવી શકશે. રજિસ્ટ્રેશન નાફેડના ઈ સમૃધ્ધિ પોર્ટલ પરથી રજિસ્ટ્રેશન થશે. 150 થી વધુ કેન્દ્રો પર નાફેડના માધ્યમથી ખરીદી થશે
આગામી સપ્તાહ સુધીમાં અડધા ગુજરાતમાંથી ચોમાસું સત્તાવાર રીતે પાછું ખેંચાશે. ગુજરાતનો મોસમનો કુલ વરસાદ ૧૩૯ ટકાને પાર થઈ ગયો છે એની સાથે ખરીફનું વાવેતર પણ લગભગ ૯૭ ટકા સુધી પહોંચી ગયું છે. રાજ્યના ૨૦૯ જળાશયોમાં ૯૩.૯૬ ટકા જળસપાટી નોંધાઇ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે