Money Plant: મની પ્લાંટ ઝડપથી વધશે અને મોટા મોટા પાન આવશે, માટીમાં ઉમેરો રસોડાની આ વસ્તુ

Money Plant: મની પ્લાંટ ઘરમાં સમૃદ્ધિની સાથે સુંદરતા પણ વધારે છે. મની પ્લાંટના પાન જો મોટા અને લીલા હોય તો તે વધારે સુંદર દેખાય છે. મની પ્લાંટ ઝડપથી વધે અને સુંદર દેખાય તે માટે તમે આ ટીપ્સ ફોલો કરી શકો છો.

Money Plant: મની પ્લાંટ ઝડપથી વધશે અને મોટા મોટા પાન આવશે, માટીમાં ઉમેરો રસોડાની આ વસ્તુ

Money Plant: મની પ્લાન્ટ મોટાભાગના લોકોના ઘરે જોવા મળે છે. મની પ્લાન્ટ ઇન્ડોર પ્લાન્ટ છે જે ઘરમાં સમૃદ્ધિ લાવે છે તેવી માન્યતા છે. તેથી મોટાભાગના લોકો મની પ્લાન્ટને ઘરમાં રાખે છે. જો મની પ્લાન્ટનું ધ્યાન ખાસ રીતે રાખવામાં આવે તો તે ઝડપથી વધે છે. જો મની પ્લાન્ટને લગાવતી વખતે આ ટીપ્સ ફોલો કરશો તો તેના પાન મોટા અને સુંદર દેખાશે સાથે જ મની પ્લાન્ટ હંમેશા લીલોછમ રહેશે. 

મની પ્લાન્ટનું ધ્યાન કેવી રીતે રાખવું?

જો તમે મની પ્લાન્ટના પાનને મોટા અને લીલા બનાવવા માંગો છો તો મની પ્લાન્ટને હંમેશા મોટા કુંડામાં વાવો. જો કુંડું મોટું હશે તો મની પ્લાન્ટનો ગ્રોથ પણ ઝડપથી થશે. મની પ્લાન્ટ માટે જે માટીનો ઉપયોગ કરો તે પોષિત હોય તે પણ જરૂરી છે. મની પ્લાન્ટની માટીમાં ચા પત્તી ઉમેરી શકાય છે. તેનાથી મની પ્લાન્ટ ઝડપથી વધે છે અને તેના પાન પણ મોટા મોટા થાય છે. 

મની પ્લાન્ટમાં ચા પત્તી નાખવાથી તે પ્રાકૃતિક રીતે નાઇટ્રોજન છોડે છે જે પહેલાથી હાજર કોઈપણ કાર્બન સમૃદ્ધ પદાર્થને સંતુલિત કરવામાં મદદ કરે છે. માટીમાં ચાની ભૂકી નાખવાથી માટીની સંરચના સુધારવામાં પણ મદદ મળે છે અને મની પ્લાન્ટનો ગ્રોથ સારી રીતે થાય છે. 

આ સિવાય મની પ્લાન્ટને હર્યો ભર્યો રાખવા માટે માટીમાં તમે એનપીકે ફર્ટિલાઇઝર ઉમેરી શકો છો. જે મની પ્લાન્ટનો ગ્રોથ વધારવામાં મદદ કરશે. મની પ્લાન્ટમાં ખાતર ઉમેર્યા પછી તેમાં પાણી નાખી અને તેને તડકે રાખવો. 

આ સિવાય મની પ્લાન્ટનો ગ્રોથ વધારવા માટે તેમાં કેલ્શિયમ અને વિટામિન ઈ પણ ઉમેરી શકાય છે. તેનાથી મની પ્લાન્ટનો ગ્રોથ ઝડપથી થાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news