કોઇલ કે મચ્છર અગરબત્તીથી નહી પણ આ 5 સુંદર છોડ વડે ભગાડો મચ્છર, જાણો નામ
Mosquito Repellent Plants: આજે અમે તમને એવા 5 સુંદર છોડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે મચ્છરોને આવતા તો અટકાવશે જ સાથે તમારા ઘરની સુંદરતા પણ વધારશે.
Trending Photos
Mosquito Repellent Plants: ઉનાળાની ઋતુ નજીક આવતા જ મચ્છરોનો આતંક વધતો જાય છે. સાંજ પડતાં જ મચ્છરોની આખી સેના તમારા ઘરનો કબજો લઈ લે છે. જો કે, લોકો મચ્છરોથી છુટકારો મેળવવા માટે કોઇલ, મચ્છર લાઇટ અને બજારમાંથી વિવિધ પ્રકારની પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. પરંતુ તેનાથી સ્વાસ્થ્યને ઘણા નુકસાન થઈ શકે છે. આવી સ્થિતિમાં, તમે મચ્છરોને દૂર કરવા માટે પ્રકૃતિની મદદ લઈ શકો છો. આજે અમે તમને એવા 5 સુંદર છોડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ન માત્ર મચ્છરોને આવતા અટકાવશે પરંતુ તમારા ઘરની સુંદરતા પણ વધારશે.
Shani Dev: શનિવારે આ વસ્તુઓ ખરીદશો તો ન્યાયના દેવતા થશે નારાજ, ઝંડ થઇ જશે જીંદગી
દેશનું એક એવું મંદિરમાં જ્યાં જુઠ્ઠું બોલનારાઓના ખુલી જાય છે રાજ, અનોખો છે ચમત્કાર
અહીં મહિલાઓને અજાણ્યા લોકો સાથે સંબંધ બનાવવાની છે આઝાદી, જાણીને લાગશે નવાઇ
લેમનગ્રાસ -
તમે તમારા ઘરમાં લેમનગ્રાસ વાવી શકો છો. આ છોડની એસિડિક સ્મેલ ખૂબ જ સારી હોય છે પરંતુ મચ્છરોને આ સ્મેલ બિલકુલ પસંદ નથી. આ કારણે, તેઓ છોડની આસપાસ ભટકતા નથી. આવી સ્થિતિમાં તમે તમારા ઘરની બાલ્કનીમાં કે કશે પણ આ છોડ વાવીને મચ્છરોનો ત્રાસ ઘટાડી શકો છો..
ફુદીનો-
ફુદીનાના ફાયદાઓથી કોણ અજાણ છે. તે ખાવાથી લઈને ત્વચા પર પણ લગાવવા સુધીના અનેક ફાયદા છે. પરંતુ તે મચ્છરો માટે દવાથી ઓછું નથી. તમે ઘરમાં ફુદીનાનો છોડ લગાવો, તેનાથી મચ્છર આપોઆપ દૂર થઈ જશે. એક અભ્યાસમાં ફુદીનાનું તેલ અથવા ફુદીનાનો અર્ક અન્ય કોઈપણ જંતુનાશકો જેટલો અસરકારક હોવાનું જણાયું છે.
હેલ્ધી મગ કે મગની દાળના ફાયદા છે અનેક, પણ આ લોકો માટે નુકસાનકારક
Pension અને Salary માં થયો વધારો, 31 જુલાઇએ મળશે વધુ પૈસા, સરકારે કરી જાહેરાત
રોઝમેરી-
તમે તમારા ઘરમાં રોઝમેરીનો છોડ પણ લગાવી શકો છો.તેને નેચરલ મોસ્કીટો રિપેલેન્ટ માનવામાં આવે છે. તેના વાદળી ફૂલો ખૂબ જ સુંદર લાગે છે, પરંતુ મચ્છરોને તેની લાકડા જેવી સુગંધ બિલકુલ પસંદ નથી.
લવંડર-
લવંડરનો છોડ ખૂબ જ સુંદર લાગે છે. તેની સુગંધ પણ ઘણી સારી હોય છે, જેના કારણે તમારું આખું ઘર સુગંધિત રહે છે. પરંતુ મચ્છરોને આ સુગંધ બિલકુલ પસંદ નથી અને મચ્છર આ સુગંધથી દૂર રહે છે.
Side Effects: ગુણકારી છે હળદરવાળું દૂધ પણ જાણી લો ક્યારે ન પીવું? થશે આ નુકસાન
દાદીમાના આ નુસખાથી 7 દિવસમાં અટકી જશે ખરતા વાળ, કોઇ આડઅસર પણ નહી થાય
સિટ્રોનેલા-
મચ્છરોથી બચવા માટે તમે સિટ્રોનેલાનો છોડ વાવી શકો છો. તેની સુગંધ મચ્છરોને ઘરમાં આવતા અટકાવે છે.આપને એ પણ જણાવી દઈએ કે આ છોડનો ઉપયોગ મોસ્કીટો રિપેલેન્ટ ક્રીમ બનાવવામાં પણ કરવામાં આવે છે.
Disclaimer: આ લેખમાં દર્શાવેલ વિધિ, પદ્ધતિઓ અને તરીકા અનુસરતા પહેલા, ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ જરૂર લો.
આ ગોમની વાત ના થાય!!! ઘેર ઘેર આંગણામાં પાર્ક કરેલા છે પ્લેન, તેમાં જાય છે ફરવા
'કુબેરનો ભંડાર' ગણી શકાય ગુજરાતના આ 3 ગામ, મેટ્રો સિટીમાં ન હોય એવી છે સુવિધાઓ
55 મિલિયન ઇન્ડીયને આ ગુજ્જુ ડોક્ટરનો વીડિયો જોઈ કહ્યું, ''ડોક્ટર હોય તો આવા''
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે