7th pay commission: સરકારી કર્મચારીઓ માટે ખુશીના સમાચાર, સપ્ટેમ્બરમાં વધી જશે DA અને માસિક વેતન
કેન્દ્રમાં ત્રીજી વખત સત્તામાં આવેલી નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી સરકાર આવતા મહિને કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરે તેવી અપેક્ષા છે. જે બાદ તેમનો DA વધીને 53 ટકા થઈ જશે.
Trending Photos
નવી દિલ્હીઃ આજથી એક સપ્તાહ બાદ એટલે કે સપ્ટેમ્બર મહિનામાં કેન્દ્રીય કર્મચારીઓને સરકાર મોટી ખુશખબરી આપી શકે છે. કેન્દ્રમાં ત્રીજીવાર સત્તામાં આવેલી એનડીએ સરકાર પાસેથી આશા છે કે તે આગામી મહિને કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરશે, ત્યારબાદ તેનું ડીએ વધી 53 ટકા થઈ જશે. પરંતુ કોરોના મહામારી દરમિયાન કર્મચારીઓના રોકવામાં આવેલું ડીએ એરિયર જારી કરવા પર સરકાર તરફથી કોઈ અપડેટ આવ્યું નથી.
વર્ષમાં બે વખત વધે છે DA
હકીકતમાં કેન્દ્ર સરકાર પોતાના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં એક વર્ષમાં બે વખત વધારો કરે છે. તેમાં પહેલા જાન્યુઆરી અને બીજીવાર જુલાઈમાં વધારો કરવામાં આવે છે. તેવામાં કેન્દ્રમાં નવી સરકારે હજુ સુધી મોંઘવારી ભથ્થાની જાહેરાત કરી નથી, જેની કર્મચારીઓ આતૂરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. હવે સરકાર સપ્ટેમ્બરમાં કર્મચારીઓને ગુડ ન્યૂઝ આપી શકે છે.
કેટલો થશે વધારો
મહત્વનું છે કે જાન્યુઆરી 2024માં સરકારે મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કર્યો હતો. ત્યારબાદ કેન્દ્રીય કર્મચારીઓનું ડીએ 50 ટકા થઈ ગયું છે. હવે જુલાઈમાં 3 કે 4 ટકાના વધારાની આશા છે. સરળ ભાષામાં સમજો તો જો કોઈ કર્મચારીનું માસિક વેતન 50 હજાર રૂપિયા છે તો તેનું મોંઘવારી ભથ્થું 2 હજાર રૂપિયા થશે. જુલાઈ ડીએ અને વેતનમાં થનાર વધારા બાદ કર્મચારીઓના અન્ય એલાઉન્સમાં પણ વધારો થશે.
DA Arrears પર સરકાર નથી કરી રહી વિચાર
મહત્વનું છે કે તાજેતરમાં સંસદના ચોમાસુ સત્ર દરમિયાન સભ્યોએ મોંઘવારી ભથ્થાના બાકી પર સરકારને સવાલ પૂછ્યો હતો. એક સવાલ- શું સરકાર કોવિડ મહામારી દરમિયાન રોકવામાં આવેલા કેન્દ્રીય કર્મચારીઓ/પેન્શનરોના 18 મહાનાના મોંઘવારી ભથ્થા/રાહતને જારી કરવા પર સક્રિય રૂપથી વિચાર કરી રહી છે. તેના પર નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું- નહીં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે