Russia-Ukraine War: યુક્રેન-રશિયા યુદ્ધના કારણે તમારા ફોન અને કારની સૌથી ખાસમખાસ વસ્તુ પર તોળાઈ રહ્યું છે સંકટ!
Trending Photos
નવી દિલ્હી: રશિયા-યુક્રેન યુદ્ધની અસર ભારત સહિત સમગ્ર દુનિયામાં જોવા મળી રહી છે. દુનિયાભરના શેર બજારમાં કડાકાનો માહોલ છે. આ બધા વચ્ચે ક્રૂડ ઓઈલની કિંમતોમાં પણ રેકોર્ડ વધારો નોંધાયો છે. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી શકે છે. પરંતુ દુનિયાભરમાં પેલેડિયમના ભાવમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. જેનું કારણ એ છે કે પેલેડિયમનું સૌથી વધુ પ્રોડક્શન રશિયામાં થાય છે. આવામાં રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે પેલેડિયમ સંલગ્ન ચીજોના ભાવમાં વધારો જોવા મળી શકે છે. વિસ્તારથી જાણો.
સોના કરતા પણ વધુ કિંમત
પેલેડિયમ ચમકતી વ્હાઈટ મેટલ છે. તે પ્લેટિનમ, રૂથેનિયમ, રોડિયમ, ઓસ્મિયમ, ઈરીડિયમવાળા જૂથનો હિસ્સો છે. તે રશિયા અને દક્ષિણ આફ્રિકામાં ભારે પ્રમાણમાં મળી આવે છે. તેનો ઉપયોગ ગાડીઓ, અને ટ્રકો જેવા વાહનોમાં પ્રદૂષણ નિયંત્રણ ઉપકરણો બનાવવા માટે કરવામાં આવે છે. એક જ વર્ષમાં તેની કિંમત બમણા કરતા વધુ થઈ ગઈ છે. તેની કિંમત સોના કરતા પણ વધુ છે.
આ કારણે છે આટલું મોંઘુ
પેલેડિયમ દુનિયાની સૌથી મોંઘી ધાતુ છે. આ ધાતુના સપ્લાય અને માંગમાં ઘણો ફરક છે. તેનો ઉપયોગ વધી રહ્યો છે કારણ કે સરકારે ઉત્સર્જનના નિયમોને લઈને કડકાઈ રાખી રહી છે. જેના કારણે વાહન નિર્માતા કંપનીઓને આ કિંમતી ધાતુનો ઉપયોગ વધારવો પડી રહ્યો છે. આ ધાતુની શોર્ટેજ બની રહી છે. જેટલી તેની માગણી છે એટલા પ્રમાણમાં તે ઉપલબ્ધ નથી.
મોબાઈલ ફોન અને ડેન્ટલ ટ્રિટમેન્ટમાં વપરાય છે
પેટ્રોલ અને હાઈબ્રિડ ગાડીઓના એક્ઝોસ્ટમાં ઉપયોગ થનારા કેટેલિટિક કન્વર્ટર પેલેડિયમથી તૈયાર કરવામાં આવે છે. 2009માં પહેલીવાર પેટ્રોલ ગાડીઓનું વેચાણ ડીઝલ ગાડીઓની સરખામણીમાં વધી ગયું હતું. 80 ટકા પેલેડિયમનો ઉપયોગ કાર્બન મોનોક્સાઈડ, નાઈટ્રોજન ડાયોક્સાઈડ જેવા ઝેરીલા ગેસોને નાઈટ્રોજન, કાર્બન ડાયોક્સાઈડ જેવા ઓછા નુકસાનકારક ગેસોમાં ફેરવવા માટે કરાય છે. આ ઉપરાંત મોબાઈલ ફોન, ઈલેક્ટ્રિક ઈક્વિપમેન્ટ્સ, ડેન્ટલ ટ્રિટમેન્ટ, જ્વેલરીમાં પેલેડિયમનો ઉપયોગ થાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે