Dhirubhai Ambani Birthday: પેટ્રોલપંપ પર નોકરી કરતો છોકરો કઈ રીતે બન્યો ભારતનો ઉદ્યોગપિતા? જાણો ધીરૂભાઈ અંબાણીની અજાણી વાતો

Dhirubhai Ambani Birthday: ધીરૂભાઈ અંબાજી માત્ર 500 રૂપિયા લઈને મુંબઈ આવ્યા હતા, અને તેમણે અબજોનું સામ્રાજ્ય ઉભું કર્યું. ધીરુભાઈ જેનું પૂરું નામ ધીરજલાલ હીરાચંદ અંબાણી હતું.

Dhirubhai Ambani Birthday: પેટ્રોલપંપ પર નોકરી કરતો છોકરો કઈ રીતે બન્યો ભારતનો ઉદ્યોગપિતા? જાણો ધીરૂભાઈ અંબાણીની અજાણી વાતો

Dhirubhai Ambani Birthday: ધીરૂભાઈ અંબાજીનો જન્મ 28 ડિસેમ્બર 1932ના રોજ  જૂનાગઢના ચોરવાડમાં થયો હતો. ધીરૂભાઇ અંબાણી મોઢ વાણીયા સમુદાયના એક ગામના શાળા શિક્ષક હિરાચંદ ગોરધનભાઇ અંબાણી અને જમનાબેન અંબાણીના પુત્રોમાંના બીજા નંબરના હતા. જ્યાં તેમણે બહાદુર કાનજી સ્કૂલમાંથી અભ્યાસ કર્યો હતો. સમજ જતા ધીરુભાઈના કોકિલાબેન સાથે લગ્ન થયા હતા. જેમના મુકેશ, અનિલ, નીના અને દીપ્તિ અંબાણી એમ ચાર બાળકો છે.
  
16 વર્ષની ઉંમર કરે 300 રૂપિયામાં નોકરી-
ધીરુભાઈના બાળપણથી જ સપના ખુબ જ ઊંચા હતા. જેથી તેઓ માત્ર 16 વર્ષની ઉંમરે યમન દેશના એડન શહેરમાં જતા રહ્યા હતા. જ્યાં માત્ર 300 રૂપિયા પગારમાં બે વર્ષ સુધી પેટ્રોલ પમ્પ પર નોકરી કરી હતી. પરંતુ ત્યારથી જ દેશની મોટી ઓઈલ રિફાઈન્ડરીનું સપનું પણ મનમાં જાગ્યું હતું.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કરી સ્પાપના-
ધીરુભાઈ અંબાણી મુંબઈમાં તેમના પિતરાઇભાઇ સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના કરી હતી. ધીરુભાઈ અંબાણીએ 1977માં તેમની કંપની રિલાયન્સને જાહેર ક્ષેત્રમાં લાવ્યા હતા. જેનાથી વર્ષ 2007 સુધીમાં અંબાણી પરિવારની સંપત્તિ 100 અબજ ડોલરે પહોંચી હતી. ધીરુભાઈ તો સ્વર્ગવાસી થયા હતા પરંતુ અંબાણી પરિવારને વિશ્વના સૌથી ધનિક પરિવારમાં સામેલ કરતા ગયા હતા. 

ધીરુભાઈના જીવન પર બની છે ફિલ્મ-
ધીરુભાઈનું જીવન દરેક વ્યક્તિ માટે પ્રેરણારૂપ સાબિત થયું છે. એટલા માટે જ તેમના જીવન પર એક ફિલ્મ બનાવી છે. જે વર્ષ 2007માં રિલિઝ થઈ હતી. ધીરુભાઈ અંબાણીના જીવન પરથી પ્રેરણા લઈને ફિલ્મ ગુરુ બનાવવામાં આવી છે. જેને લોકોએ ખુબ જ પસંદ પણ કરી હતી. 

બે રૂમથી શરૂઆત કરી વેપારના બન્યા ભીષ્મપિતામહ-
1962મા ભારત પરત ફરી ભૂલેશ્વરની બે રૂમની ચાલીમાં નવેસરથી જીવન શરૂ કર્યું હતું. જેમાં મસ્જિદ બંદરમાં એક ટેબલ ખુરશીની જગ્યા ભાડે રાખી ધંધાની શરૂઆત કરી હતી. ત્યાર બાદ ધીરુભાઈએ ક્યારે પાછું વળીને જોયું નથી. 1977માં અમદાવાદના નરોડામાં વિમલ નામથી પોલિયસ્ટર ફાઈબર યાર્નના ઉપયોગથી ટેક્સટાઈલનું ઉત્પાદન શરૂ કર્યું હતું. 1977માં જ રીલાયન્સનો આઈપીઓ બહાર પાડી દેશના 58 હજારથી વધુ રોકાણકારોને જોડ્યા.અને ત્યાર બાદ તો ટેલિકમ્યુનિકેશન્સ, ઈન્ફર્મેશન ટેકનોલોજી, એનર્જી, પાવર, રીટેલ, ટેક્સટાઈલ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેવાઓમાં, મૂડી બજારો, અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે રીલાયન્સ ડંકો વગાડ્યો.

તેમણે ઘણી વાર કંપનીનું નામ બદલ્યું-
2000માં તે દેશના સૌથી અમીર વ્યક્તિ બન્યા હતા. પહેલા રિલાયન્સનું નામ રિલાયન્સ કોમર્શિયલ કોર્પોરેશન હતું, બાદમાં તેનું નામરિલાયન્સ ટેક્સટાઈલ પ્રાઈવેટ લિમિટેડ રાખવામાં આવ્યું. આખરે કંપનીનું નામ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ રાખવામાં આવ્યું. તેમણે બહુપાર્ટી વગેરે કરી ન હતી.જ્યારે અમિતાભ બચ્ચનના દિવસો સારા ન હતા, ત્યારે સુપરહીરો તરફ મદદનો હાથ લંબાવવામાં આવ્યો હતો. આવાત ખુદ સુપરહીરોએ સ્વીકારી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના 40મા સ્થાપના દિવસ પર ખુદ અમિતાભ બચ્ચને આખી વાત કહી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news