નીરવ મોદી વિરુદ્ધ જારી થશે રેડ કોર્નર નોટિસ? ઈન્ટરપોલ પહોંચી CBI

સીબીઆઈ નીરવ મોદીની સાથે મેહુલ ચોકલી વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરાવવા ઈચ્છે છે. 

 

નીરવ મોદી વિરુદ્ધ જારી થશે રેડ કોર્નર નોટિસ? ઈન્ટરપોલ પહોંચી CBI

નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેન્કમાં 13 હજાર કરોડથી વધુનું કૌભાંડ કરનાર નીરવ મોદી વિરુદ્ધ જલદી રેડ કોર્નર નોટિસ જારી થઈ શકે છે. તપાસ એજન્સી સીબીઆઈએ સોમવારે ઈન્ટરપોલનો આ સંબંધમાં સંપર્ક કર્યો છે. સીબીઆઈ નીરવ મોદીની સાથે મેહુલ ચોકલી વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરાવવા ઈચ્છે છે. 

ઈન્ટરપોલ તરફથી રેડ કોર્નર નોટિસ જારી કર્યાં બાદ આ લોકો પર શકંજો કસવો સરળ થઈ જશે. માનવામાં આવી રહ્યું છે કે નોટિસ જારી કર્યા બાદ ઈન્ટરપોલમાં સામેલ દેશો માટે આ બંન્નેની ધરપકડ કરવી સરળ બની જશે. 

આ વચ્ચે મીડિયામાં તેવી માહિતી સામે આવી રહી છે કે પીએનબી કૌભાંડનો મુખ્ય આરોપી નીરવ મોદી બ્રેટિન પહોંચી ગયો છે. તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, રાજકીય શરણ લેવાના પ્રયાસમાં લાગેલો છે. 

ઈન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ પ્રમાણે બ્રિટનના મંત્રીએ નીરવ મોદી બ્રિટનમાં હોવાની પુષ્ટિ કરી છે. બ્રિટનના મંત્રી બૈરોનેસ વિલિયમ્સે આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે ભારત સરકારના આ મામલામાં પૂર્ણ સહયોગ આપવાનું પણ આશ્વાસન આપ્યું છે. 

રાષ્ટ્રીય રાજધાનીમાં યોજાયેલી બેઠક દરમિયા તેમણે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી કિરણ રિજિજૂને આશ્વાસન આપ્યું કે, વિજય માલ્યાને ભારત લાવવામાં મોદી સરકારની પૂરી મદદ કરશે. 

મહત્વનું છે કે, ડુપ્લીકેટ લેટર ઓફ અન્ડરટેકિંગ્સના માધ્યમથી નીરવ મોદીએ પંજાબ નેશનલ બેન્કને 13400 કરોડ રૂપિયાથી વધુનો ચુનો લગાવ્યો છે. આ કૌભાંડમાં નીરવ મોદી સિવાય મેહુલ ચોકસી પણ મુખ્ય ભૂમિકામાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news