નીરવ મોદીના આલિશાન બંગલામાં થશે બ્લાસ્ટ, કિમતી સામાનની થશે હરાજી
Trending Photos
પંજાબ નેશનલ બેંકમાં થયેલા મહાગોટાળાના મુખ્ય આરોપી નીરવ મોદી પર વધુ એક પ્રહારની તૈયારી છે. નીરવ મોદીનો અલીબાગનો બંગલો હવે પાડી દેવામાં આવશે. 8 માર્ચના રોજ આ ગેરકાયદેસર બંગલાને પાડી દેવામાં આવશે. આ પહેલાં 6 માર્ચના રોજ પાડવાનો હતો પરંતુ તેનું કામ 8 માર્ચથી શરૂ થશે. રાયગઢ જિલ્લા કલેક્ટર ડો. વિજય સૂર્યવંશીએ તેની જાણકારી આપી હતી. આ પહેલાં નીરવ મોદીના અલીબાગના બંગલાને તોડી પાડવા માટેનું કામ જાન્યુઆરીના અંતમાં અટકાવી દેવામાં આવ્યું હતું. તે સમયે બંગલાને તો બંગલાને તોડી પાડવા માટે જેસીબી અને પોકલેન મશીન તેને તોડી પાડવામાં નિષ્ફળ રહ્યું હતું.
બંગલાનો કિંમતી સામાનની થશે હરાજી
સૂત્રોએ જણાવ્યું હતુંક એ બંગલાની મજબૂતી પર જેસીબી અને પોકલેન મશીન કારગર સાબિત થયા નથી. બીજી તરફ બંગલાને તોડવા પહોંચેલી ટીમને અહીંયા કિમતી સામાન પણ મળ્યો હતો. તે કિમતી સામાનને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો છે. હવે આ સામાનની હરાજી કરવામાં આવશે. કિંમતી સામાનમાં ઝૂમર અને બાથરૂમમાં લાગેલ શાવર વગેરે પણ સામેલ છે. બંગલાને ખાલી કર્યા બાદ કંટ્રોલ બ્લાસ્ટ દ્વારા પાડવાની તૈયારી છે. બંગલને તોડવા માટે સ્પેશિયલ ટેક્નિકલ ટીમને પિલર વચ્ચે વિસ્ફોટક લગાવવા માટે બોલાવવામાં આવી છે.
20 વર્ગ ફૂટમાં ફેલાયેલો છે બંગલો
નીરવ મોદીનો અલીબાગ સ્થિત બંગલો લગભગ 20 હજાર વર્ગ ફૂટમાં ફેલાયેલો છે. તમને જણાવી દઇએ કે રાયગઢના કલેક્ટર વિજય સૂર્યવંશીએ થોડા દિવસો અગાઉ મુંબઇથી 90 કિલોમીટર દૂર અલીબાગ બીચ નજીક કિહિમમાં સ્થિત 58 ગેરકાયદેસર બિલ્ડીંગો તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. તેમાં નીરવ મોદીનો બંગલો પણ સામેલ છે.
ઇડીએ જપ્ત કર્યો હતો બંગલો વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં મળેલી નિષ્ફળતા બાદ હાઇકોર્ટની ફટકાર બાદ આ બિલ્ડિંગને તોડી પાડવાનો આદેશ કર્યો હતો. અન્ય એજન્સીઓ સાથે પીએનબી કેસની તપાસ કરી રહેલી ઇડીએ આ સંપત્તિને જપ્ત કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે