Elon Musk Net Worth: એલોન મસ્કને જોરદાર 'ઝટકો', એક જ ઝાટકે અબજો રૂપિયા ડૂબી ગયા
Forbes Billionaires List: મસ્ક દ્વારા લેવામાં આવેલા આ અચાનક પગલાથી દરેક જણ આશ્ચર્યચકિત છે. ઘણા લોકોને તેનો નિર્ણય પસંદ ન આવ્યો. કદાચ આ જ કારણ છે કે છેલ્લા 24 કલાક દરમિયાન એલોન મસ્કની નેટવર્થમાં જબરદસ્ત ઘટાડો થયો છે.
Trending Photos
ન્યૂયોર્કઃ Tesla Share Price: એલોન મસ્ક (Elon Musk)દ્વારા Twitterના અધિગ્રહણ પછી તે સતત પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. સૌપ્રથમ કર્મચારીઓની છટણી પછી સબ્સ્ક્રિપ્શન ફી અને તાજેતરમાં લોકોની બદલી. મસ્કએ પક્ષીનો Twitterનો લોગો બદલીને તેની જગ્યાએ કૂતરાની તસવીર લગાવી છે. મસ્ક દ્વારા લેવામાં આવેલા આ અચાનક પગલાથી દરેક લોકો આશ્ચર્યચકિત છે. ઘણા લોકોને તેનો નિર્ણય પસંદ ન આવ્યો. કદાચ આ જ કારણ છે કે છેલ્લા 24 કલાક દરમિયાન એલોન મસ્કની નેટવર્થમાં જબરદસ્ત ઘટાડો થયો છે.
એલોન મસ્કને લોગો ચેન્જથી ઝટકો
Twitterના લોગોમાં ફેરફારથી ઈલોન મસ્કને (Elon Musk) આંચકો લાગ્યો છે. 4 એપ્રિલે એલોન મસ્ક (Elon Musk)દ્વારા ટ્વિટરનો લોગો બદલાયો હતો. આ ફેરફાર સાથે ટ્વિટરનું બ્લુ બર્ડ ડોગી દ્વારા બદલવામાં આવ્યું હતું. તેમના આ પગલા બાદ ટેસ્લાના શેરમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. ટેસ્લાના શેરમાં સતત બીજા દિવસે મોટો ઘટાડો જોવા મળ્યો હતો. બુધવારે, ટેસ્લાનો શેર $2.19 (1.12%) ઘટીને US $192.58 થયો.
બે દિવસમાં 8.5 ટ્રિલિયન રૂપિયા ઘટ્યા
શેરના આ ઘટાડાની અસર એલોન મસ્કની (Elon Musk) નેટવર્થ પર પડી છે. ફોર્બ્સ દ્વારા બુધવારે બહાર પાડવામાં આવેલા રિયલ ટાઈમ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, મસ્કની નેટવર્થ $1.4 બિલિયન ઘટીને $192.8 બિલિયન થઈ ગઈ છે. છેલ્લા બે દિવસમાં મસ્કની નેટવર્થમાં 10.4 ટકા (રૂ. 8.5 ટ્રિલિયન)નો ઘટાડો થયો છે. ટેસ્લાના શેરમાં આ ઘટાડો એવા સમયે આવ્યો છે જ્યારે કંપની દ્વારા વેચાણ અને ઉત્પાદનના આંકડા જાહેર કરવામાં આવ્યા છે.
વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિ
આ ઘટાડા છતાં, એલોન મસ્ક (Elon Musk) વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિ છે. ઈલોન મસ્કની કુલ સંપત્તિ $192.8 બિલિયન છે. મસ્ક પછી જેફ બેઝોસ 127 અબજ ડોલરની સંપત્તિ બાદ ત્રીજા નંબરે છે. બર્નાર્ડ આર્નોલ્ટ એન્ડ ફેમિલી $228.1 બિલિયન સાથે પ્રથમ ક્રમે છે.
Bloomberg પર નેટ વર્થમાં ઘટાડો
બ્લૂમબર્ગ રિયલ ટાઈમ બિલિયોનેર ઈન્ડેક્સમાં ઈલોન મસ્કની (Elon Musk)નેટવર્થમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. અહીં મસ્કની સંપત્તિ ઘટીને $176 બિલિયન થઈ ગઈ છે. અહીં પણ મસ્કની નેટવર્થમાં $1.42 બિલિયનનો ઘટાડો જોવા મળ્યો હતો. અહીં પણ બર્નાર્ડ આર્નોલ્ટ અને પરિવાર પ્રથમ ક્રમે છે. તેમની કુલ સંપત્તિ 201 અબજ ડોલર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે