Gold Rate Today: આ શું થઈ રહ્યું છે? સોનાએ પોરો ખાઈને વળી પાછો માર્યો કૂદકો, 1 તોલા 22 કેરેટ સોનાનો આજનો ભાવ જાણો

Latest Gold Rate: હાલ કમૂરતા ચાલે છે અને જલદી પૂરા થવાની તૈયારી છે. પરંતુ આમ છતાં કમૂરતામાં પણ સોના અને ચાંદીમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. જો તમે નજીકના ભવિષ્યમાં લેવાનું વિચારતા હોવ તો  ફટાફટ સોના અને ચાંદીના આજના ભાવ ચેક કરો. 

Gold Rate Today: આ શું થઈ રહ્યું છે? સોનાએ પોરો ખાઈને વળી પાછો માર્યો કૂદકો, 1 તોલા 22 કેરેટ સોનાનો આજનો ભાવ જાણો

આ અઠવાડિયે સોના અને ચાંદીમાં પાછો ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે. ઘરેલુ વાયદા બજારમાં સવારે મેટલ્સના ભાવ ઘટાડા સાથે જોવા મળ્યાં. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું હળવી તેજીમાં છે. બીજી બાજુ શરાફા બજારમાં પણ ભાવ ચડતા જોવા મળી રહ્યા છે. કાલે કોમેક્સ પર સોનું 15 ડોલર વધીને 2665 ડોલર પ્રતિ ઔંસ નજીક પહોંચ્યું હતું. જ્યારે ચાંદી સતત ચોથા  દિવસે મજબૂતી સાથે 30 ડોલર પર કાયમ હતી. જો તમે પણ આવી સ્થિતિમાં સોનું કે ચાંદી લેવાનું વિચારતા હોવ તો ફટાફટ લેટેસ્ટ રેટ ખાસ ચેક  કરો. 

શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 284 રૂપિયા ઉછળીને 77,410 રૂપિયા પર પહોંચી ગયું. જે કાલે 77,126 રૂપિયા પર ક્લોઝ  થયું હતું. જ્યારે ચાંદીમાં 6 રૂપિયાનો મામૂલી ઘટાડો જોવા મળ્યો અને ભાવ 89468 પર પહોંચ્યો જે કાલે 89474 રૂપિયા પર ક્લોઝ થયો હતો. 

For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459

Follow us on Twitter : https://t.co/lXovVzbVEI

Follow us on Instagram : https://t.co/ZOr2uGjPPE

— IBJA (@IBJA1919) January 8, 2025

રિટેલ ભાવ પર ફેરવો નજર

For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459

Follow us on Twitter : https://t.co/lXovVzbVEI

Follow us on Instagram :… pic.twitter.com/LxMO9jlEFj

— IBJA (@IBJA1919) January 8, 2025

વાયદા બજારમાં ભાવ
આજે સવારે MCX પર સોનું 100 રૂપિયા તૂટીને 77,431 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું. જે કાલે 77,531 રૂપિયા પર ક્લોઝ થયું હતું. આ દરમિયાન ચાંદી 143 રૂપિયા તૂટીને 90,730 રૂપિયા તૂટીને 90,873 રૂપિયા પ્રતિ કિલોગ્રામ જોવા મળી હતી. 

ખાસ નોંધ
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. (શનિવાર, રવિવાર અને જાહેર રજાઓ) 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news