અકસ્માતની બે મોટી ઘટના; બનાસકાંઠાનું કાંકરેજ અને અંકલેશ્વરમાં નેશનલ હાઈ-વે મોતની ચિચિયારીઓથી ગૂંજ્યો
રાજ્યમાં અકસ્માતની બે ઘટના બની છે. જેમાં એક બનાસકાંઠાના કાંકરેજમાં બની છે, જ્યાં હિટ એન્ડ રનની ઘટનામાં અજાણ્યા વાહનની ટક્કરે બે લોકોના મોત નિપજ્યા છે, તો ભરૂચના અંકલેશ્વરમાં નેશનલ હાઈવે પર ટ્રકમાં કાર ઘુસી જતા ત્રણ લોકોના કરૂણ મોત થયા છે.
Trending Photos
ઝી બ્યુરો/બનાસકાંઠા: રાજ્યમાં અકસ્માતોની વણઝાર વચ્ચે ગુજરાતામાં આજે બે મોટી ગોઝારી ઘટનાઓ બની છે. જેમાં બનાસકાંઠાના કાંકરેજમાં હિટ એન્ડ રનની ઘટના બની છે, અજાણ્યા વાહનની ટક્કરે બે લોકોના કરૂણ મોત નિપજ્યા છે, તો ભરૂચના અંકલેશ્વરમાં નેશનલ હાઈવે પર ટ્રકમાં કાર ઘુસી ગઈ છે. જેના કારણે ત્રણ લોકોના દર્દનાક મોત નિપજ્યા છે.
ભરૂચના અંકલેશ્વર નેશનલ હાઈવે પર ગોઝારો અકસ્માત
ભરૂચના અંકલેશ્વર નેશનલ હાઈવે પર ગોઝારા અકસ્માતની વાત કરીએ તો નેશનલ હાઈવે નંબર-48 પર મુંબઇ જતા બાકરોલ બ્રિજ પાસે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. કાર ટ્રક પાછળ ધડાકાભેર ઘૂસી હતી. જેમાં પરિવારના 7 પૈકી 3ના ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યાં હતા. 108 એમ્બ્યુલન્સ, ક્રેન અને ફાયર વિભાગની મદદથી રેસ્ક્યૂ કરી 4 ઇજાગ્રસ્તોને બહાર કાઢી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખેસેડાયા હતા. જ્યાંથી ઇજાગ્રસ્તોને ભરૂચની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જાણવા મળી રહ્યું છે કે જે પરિવારને અકસ્માત નડ્યો છે, તે અજમેરથી પરત મુંબઇ જતો હતો, જ્યાં રસ્તામાં અકસ્માત નડ્યો હતો.
મૃતકોના નામ
- તાહીર શેખ (ઉ.વ. 32)
- આયર્ન ચોગલે (ઉ.વ.23)
- મુદ્દસરન જાટ (ઉ.વ.25)
પરિવારના 7માંથી ત્રણ લોકોના ઘટના સ્થળે મૃત્યું
ઘટનાને પગલે હાઈવે પર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. પાનોલી પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે. પરિવારના 7માંથી ત્રણ લોકોના ઘટના સ્થળે મૃત્યું થયું છે. ઘટનાને પગલે 108 એમ્બ્યુલન્સ, ક્રેન અને ફાયર વિભાગની મદદથી રેસ્ક્યુ કરી ઇજાગ્રસ્તોને બહાર કાઢી સારવાર અર્થે ખસેડાયા હતા. મળતી માહિતી મુજબ મુંબઇ જતાં પરિવારની કારે કાબૂ ગુમાવતા ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી, જેના કારણે આ ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારનો ભૂક્કા બોલી ગયા હતા.
બનાસકાંઠાના કાંકરેજમાં મોડી રાત્રે બની હિટ એન્ડ રનની ઘટના
બનાસકાંઠાના કાંકરેજમાં મોડીરાત્રે હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં કોઈ અજાણ્યા વાહનની ટક્કરે બે વ્યક્તિના કરૂણ મોત નિપજ્યા હોવાની વાત સામે આવી છે. હાલ પોલીસ દ્વારા અકસ્માત સર્જનાર વાહનચાલકની શોધખોળ હાથ ધરાઈ છે. મળતી માહિતી પ્રમાણે કાંકરેજમાં મોડી રાત્રે થરા હારીજ રોડ ઉપર અજાણ્યો વાહન ચાલક બાઈકને ટક્કર મારી ફરાર થયો હતો. અકસ્માતમાં બાઈક ઉપર સવાર બે લોકોના કરૂણ મોત નીપજ્યાં હતી.
થરા પોલીસે અકસ્માતને લઈને વધુ તપાસ હાથ ધરી
બનાસકાંઠાના કાંકરેજમાં મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટનામાં બાઈક સવાર મૃતક પ્રવીણ કાંતિભાઈ પટણી અને પ્રવીણ શૈલેષભાઇ પટણીના કરૂણ મોત નિપજ્યા છે. થરા પોલીસે બંને મૃતદેહોને થરા જે.વી. શાહ રેફરલ હોસ્પિટલમાં પીએમ અર્થે લઇ જવાયા હતા. થરા પોલીસે અકસ્માતને લઈને વધુ તપાસ હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે