Gold Rate Today: સોનાના ભાવમાં ભારે ઉથલપાથલ, આજે પાછું ગગડી ગયું સોનું, જાણો લેટેસ્ટ રેટ

Gold Rate Today: કિંમતી ધાતુ સોનાના  ભાવમાં સતત ઉથલપાથલ જોવા મળી રહી છે. ગઈ કાલે તેજી સાથે શરાફા બજારમાં બંધ થયેલા ભાવમાં આજે ઘટાડો જોવા મળ્યો છે. હાલ 10 ગ્રામ પ્યોર ગોલ્ડની કિંમત ઘટીને 58531 રૂપિયા જોવા મળી રહી છે. જે ગઈ કાલે 58644 રૂપિયાના સ્તરે શરાફા બજારમાં બંધ થયો હતો.

Gold Rate Today: સોનાના ભાવમાં ભારે ઉથલપાથલ, આજે પાછું ગગડી ગયું સોનું, જાણો લેટેસ્ટ રેટ

Gold Rate Today: કિંમતી ધાતુ સોનાના  ભાવમાં સતત ઉથલપાથલ જોવા મળી રહી છે. ગઈ કાલે તેજી સાથે શરાફા બજારમાં બંધ થયેલા ભાવમાં આજે ઘટાડો જોવા મળ્યો છે. હાલ 10 ગ્રામ પ્યોર ગોલ્ડની કિંમત ઘટીને 58531 રૂપિયા જોવા મળી રહી છે. જે ગઈ કાલે 58644 રૂપિયાના સ્તરે શરાફા બજારમાં બંધ થયો હતો. એજ રીતે કિંમતી ધાતુ ચાંદીમાં પણ આજે ઘટાડો જોવા મળ્યો છે. 

આજના ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ  ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 113 રૂપિયા ઘટીને 58531 રૂપિયા ભાવ જોવા મળી રહ્યો છે. જ્યારે 995 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનામાં 112 રૂપિયાનો ઘટાડો થઈને ભાવ 58297 રૂપિયા પર પહોંચ્યો છે. 916 પ્યોરિટીવાળા ગોલ્ડમાં 104 રૂપિયા ઘટીને 53614 રૂપિયાના સ્તરે છે. ચાંદીની વાત કરીએ તો હાલ ચાંદી પ્રતિ કિલો 1181 રૂપિયાના ઘટાડા સાથે 69634 રૂપિયાના ભાવે જોવા મળી રહી છે. 

મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો. 

ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

    

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news