Gold Rate Today: મકર સંક્રાંતિ પહેલા સોનાએ પાછો આપ્યો જોરદાર ઝટકો, લેટેસ્ટ ભાવ જાણીને ધ્રાસકો પડશે, હવે લેવું કે નહીં?
Latest Gold Rate: સોના અને ચાંદીમાં સતત ઉતાર ચડાવ જોવા મળી રહ્યા છે. ગયા અઠવાડિયે તેજીનો માહોલ હતો અને આ અઠવાડિયે હવે કમૂરતા પણ ઉતરશે તો સોના અને ચાંદીમાં હાલ શું મૂડ છે તે ખાસ જાણો. જો ખરીદવાનું વિચારતા હોવ તો લેટેસ્ટ રેટ પર નજર ફેરવો.
Trending Photos
સોમવારે (13 જાન્યુઆરી)ના રોજ રૂપિયામાં રેકોર્ડતોડ ઘટાડા વચ્ચે સોના અને ચાંદીમાં મિક્સ વેપાર થતો જોવા મળ્યો. રૂપિયો ઓપનિંગમાં 24 પૈસા નબળો પડીને 86.21/$ ના ભાવે ખુલ્યો. ત્યારબાદ તે 83.39/$ ના ભાવ પર ગગડતો જોવા મળ્યો. મજબૂત અમેરિકી મુદ્રા અને વિદેશી સંસ્થાગત રોકાણકારો પર ભારે વિથડ્રોઅલની રૂપિયા પર અસર જોવા મળી રહી છે. ડોલર ઈન્ડેક્સ 109.6ને પાર હતો. યુએસની 10 વર્ષોની બોન્ડ યીલ્ડ 4.7 ઉપર છે. જેનાથી રૂપિયા અને મેટલ્સ દબાણમાં છે. ગ્લોબલ માર્કેટમાં સોનાનો ભાવ $2715ની પાસે પહોંચ્યો છે. ગ્લોબલ માર્કેટમાં ચાંદી થોડી નબળી જોવા મળી અને તે $31 પ્રતિ ઔંસ પાસે જોવા મળી. ઘરેલુ બજારમાં સોનું અને ચાંદી શું ભાવે છે તે ખાસ જાણો.
વાયદા બજારમાં ભાવ
MCX પર સવારે 10:20 ની આસપાસ ગોલ્ડ ફ્યૂચર્સ 192 રૂપિયા ઉછળીને 78,615 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે જોવા મળ્યું. જે ગત કારોબારી સત્રમાં 78,423 પર બંધ થયું હતું. ચાંદી આ દરમિયાન 371 રૂપિયાના ઘટાડા સાથે 92,135 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે જોવા મળી જે શુક્રવારે 92,506 રૂપિયા પર ક્લોઝ થઈ હતી.
શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 332 રૂપિયા ઉછળીને 78,350 રૂપિયાની સપાટીએ જોવા મળ્યું છે. જે શુક્રવારે 78,018 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદી 118 રૂપિયા તૂટી છે અને 90,150 રૂપિયા પ્રતિ કિલોના ભાવે જોવા મળી છે. જે શુક્રવારે 90,268 રૂપિયા પર ક્લોઝ થઈ હતી.
For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459
Follow us on Twitter : https://t.co/lXovVzctug
Follow us on Instagram : https://t.co/ZOr2uGknFc
Follow us on Facebook : https://t.co/9tJn5720rk… pic.twitter.com/IByznfHHvO
— IBJA (@IBJA1919) January 13, 2025
રિટેલ ભાવ પર ફેરવો નજર
#indicative #Retail selling #Rates for #Jewellery
To get these rates on your phone give a missed call on - 8955664433
For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459
Follow us on Twitter : https://t.co/lXovVzctug
Follow us on Instagram :… pic.twitter.com/2M0KvSysqe
— IBJA (@IBJA1919) January 13, 2025
ખાસ નોંધ
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. (શનિવાર, રવિવાર અને જાહેર રજાઓ)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે