Spiciest Chilli: દુનિયાના 4 સૌથી તીખા મરચાં, ખાવાનું ભુલી જાવ, હાથ પણ લગાડશો તો દિવસો સુધી રહેશે બળતરા

Spiciest Chilli: આજે તમને દુનિયાના સૌથી તીખા એવા 4 મરચાં વિશે જણાવીએ. આ મરચાંની તીખાશ સામાન્ય મરચાં કરતા હજારો ગણી વધારે હોય છે. આ મરચાં કયા કયા છે અને તેની ખેતી કયા દેશોમાં થાય છે ચાલો તમને જણાવીએ.
 

Spiciest Chilli: દુનિયાના 4 સૌથી તીખા મરચાં, ખાવાનું ભુલી જાવ, હાથ પણ લગાડશો તો દિવસો સુધી રહેશે બળતરા

Spiciest Chilli: ભારતમાં તીખું અને મસાલેદાર ભોજન વધારે ખવાય છે. ઘણા લોકોને તો એટલું તીખું ખાવાની આદત હોય કે તેઓ ભોજનની સાથે લીલા મરચા ખાતા હોય છે. એવું એક પણ ઘર નહીં હોય જ્યાં લીલા મરચાનો ઉપયોગ ન થતો હોય. પરંતુ તીખામાં તીખું ભોજન ખાતા લોકો પણ આ પાંચ મરચાં ખાવાની ભૂલ ન કરે. દુનિયાના આ પાંચ સૌથી તીખા મરચા એવા છે જેને હાથ લગાડવામાં પણ બીક લાગે. આટલા ભયંકર તીખા મરચાની ખેતી દુનિયાના કેટલાક દેશમાં કરવામાં આવે છે. આજે તમને દુનિયાના સૌથી તીખા મરચા વિશે જણાવીએ જેના હાથ પણ લાગી જાય તો દિવસો સુધી બળતરા રહે છે. 

ભૂત ઝોલકિયા 

દુનિયાના સૌથી તીખા મરચાની યાદીમાં પહેલા ક્રમે ભૂત ઝોલકીયા આવે છે. આ મરચાની ખેતી ભારતના આસામમાં થાય છે. આ મરચાની દુનિયામાં સૌથી તીખું ગણવામાં આવે છે. વર્ષ 2007માં તેનું નામ ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયું હતું. આ મરચાને ઘોસ્ટ પેપર તરીકે પણ ઓળખવામાં આવે છે. આસામ ઉપરાંત આ મરચાની ખેતી મણિપુર, અરુણાચલ પ્રદેશમાં પણ થાય છે. ભારતમાંથી આ મરચા વિશ્વભરના દેશોમાં મોકલવામાં આવે છે. 

ડ્રેગન્સ બ્રેથ 

બીજા ક્રમ પર ડ્રેગન્સ બ્રેથ નામનું મરચું આવે છે. આ મરચાની ખેતી બ્રિટનમાં થાય છે. આ મરચાની તીખાશ સામાન્ય મરચાં કરતા 2000 ગણી વધારે હોય છે. આ મરચાનો ઉપયોગ દવા તરીકે પણ કરવામાં આવે છે. જો આ મરચાનો નાનકડો ટુકડો પણ ભોજનમાં ઉમેરી દેવામાં આવે તો આખું ભોજન તીખું થઈ જાય છે. 

નાગા વાઇપર 

ત્રીજું મરચું છે નાગા વાઇપર. જેની ગણતરી વિશ્વના સૌથી તીખા મરચામાં થાય છે. આ એક પ્રકારનું હાઇબ્રીડ મરચું છે જેનું ફાર્મિંગ ફક્ત બ્રિટનમાં થાય છે. આ મરચાની ખાસિયત એ છે કે દરેક મરચાનો કલર અલગ અલગ હોય છે. આ મરચાં લાલ લીલા અને કાળા રંગના પણ હોઈ શકે છે. 

કેરૌલિના રીપર 

કેરૌલિના રીપર મરચું પણ સૌથી તીખું મરચું માનવામાં આવે છે. 2013માં તેનું નામ ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું હતું. આ મરચા ની ખેતી અમેરિકામાં કરવામાં આવે છે. આ બધું પણ હાઇબ્રીડ મરચું છે. આ મરચું એટલું તીખું હોય છે કે સારા સારા લોકો પણ તેને ખાવાનું ટાળે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news