Gold Rate Today: અક્ષય તૃતિયા પહેલાં મોટી રાહત, અચાનક 3,281 રૂપિયા ઘટી ગયા સોનાના ભાવ
Gold Rate Fall: અક્ષય તૃતિયા પર સોનું ખરીદવાનું અલગ જ મહત્વ છે અને તેને શુભ ગણવામાં આવે છે. ઇરાન-ઇઝરાયલ યુદ્ધના લીધે આસમાને પહોંચી ગયેલા ભાવ ગત થોડા દિવસોમાં ઘટાડો જોવા મળ્યો છે. જે Gold Buyers માટે રાહતના સમાચાર છે.
Trending Photos
Latest Gold Rate 6 May 2024: સોનું (Gold) ખરીદવનારાઓ માટે ગુડ ન્યૂઝ છે. તેના ભાવમાં સતત ઘટાડો ચાલુ છે અને તે પોતાના હાઇ લેવલથી 3,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી વધુ સસ્તુ થઇ ગયું છે. અક્ષય તૃતિયા પર્વ (Akshaya Tritiya 2024) પહેલાં સોનાના ભાવમાં ઘટાડો થતો જાય છે. તમને જણાવી દઇએ કે ઇરાન અને ઇઝરાયલ યુદ્ધ (Iran-Israel War) શરૂ થયા બાદ અચાનક સોનાના ભાવ આસમાને પહોંચી ગયા હતા, પરંતુ યુદ્ધ લાંબુ ન ખેંચાવાના સંકેત વચ્ચે તેના ભાવમાં ઘટાડો આવવાની શરૂઆત થઇ ગઇ છે.
કેવી હશે Maruti Suzuki Swift 2024, પહેલીવાર થયો ખુલાસો, ફીચર્સ જોઇ થઇ જશે પ્રેમ
Under Rs 10 lakh: Nexon કરતાં પણ વધુ સ્પેસ, 5 નહી 7 લોકો બેસી શકશે, 30 Km ની માઇલેજ
પોતાના હાઇથી આટલું તૂટ્યું સોનું
સોનાના ભાવમાં ગત અઠવાડિયે લગભગ 800 રૂપિયાનો ઘટાડો (Gold Price Fall) નોંધાયો હતો. ત્યારબાદ MCX પર આ સોનાનો જૂન વાયદાનો ભાવ ઘટીને રૂ. 70,677 પ્રતિ 10 ગ્રામ થયો હતો. ગયા એપ્રિલની શરૂઆતમાં તેની કિંમત આસમાને પહોંચી ગઈ હતી અને 10 ગ્રામની કિંમત 73,958 રૂપિયાના ઉચ્ચ સ્તરે હતી. પરંતુ ત્યારથી લઈને અત્યાર સુધી સોનાના ભાવમાં થયેલા ઘટાડા પર નજર કરીએ તો અત્યાર સુધી સોનું તેના ઉચ્ચ સ્તરથી 3,281 રૂપિયા સસ્તું થયું છે.
13 વર્ષ સુધી પોતાના જ શરીરમાં કેદ હતો આ વ્યક્તિ, સાજો થયા બાદ વ્યક્ત કરી દર્દભરી કહાની
15-17 વર્ષના ટેણિયાઓએ 19 વર્ષની છોકરી પર બળાત્કારી ગુજારી બનાવ્યો વિડીયો અને પછી...
ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ ઘટ્યા ભાવ
જે રીતે ભૌગોલિક રાજકીય પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને સોનાના ભાવમાં વધઘટ જોવા મળે છે, તે જ ક્રમમાં ભૂતકાળમાં પહેલા રશિયા-યુક્રેન યુદ્ધ અને પછી ઈઝરાયેલ-હમાસ સંઘર્ષમાં 2015 દરમિયાન તેના ભાવમાં વધઘટ જોવા મળી હતી ઈઝરાયેલ-ઈરાન યુદ્ધ વચ્ચે એપ્રિલ મહિનામાં તેની કિંમતો રોકેટની ઝડપે દોડતી જોવા મળી હતી. પરંતુ હવે તેમાં રાહત છે અને માત્ર દેશમાં જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે પણ સોનાના ભાવમાં ઘટાડો થયો છે. ગયા શુક્રવારે તે 2301 ડોલર પ્રતિ ઔંસના સ્તરે પહોંચી ગયો હતો. નોંધનીય છે કે 1 ઔંસમાં અંદાજે 28 ગ્રામ હોય છે.
ડોક્ટર એન્જીનિયરોનો પ્રથમ પ્રેમ છે આ સસ્તી કાર, 24 વર્ષથી છે નંબર 1, જબરી છે ડિમાન્ડ
Watch: જો ક્રિકેટ ન રમતા તો શું કરતા હોત વિરાટ કોહલી? લોકો તેમને કેમ બનાવતા મૂર્ખ
અક્ષય તૃતીયા પહેલા સોનાના ભાવમાં ઘટાડો
ખાસ વાત એ છે કે વૈશ્વિક તણાવ ઓછો થયા બાદ સોનાની કિંમતમાં ઘટાડો એવા સમયે આવ્યો છે જ્યારે દેશમાં આગામી થોડા દિવસોમાં અક્ષય તૃતીયા (Akshaya Tritiya) નો તહેવાર મનાવવાનો છે. અક્ષય તૃતીયા (Akshaya Tritiya) 10મી મેના રોજ છે અને આ દિવસે સોનાની ખરીદીનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે અક્ષય તૃતીયા પર સોનું ખરીદવું ખૂબ જ શુભ છે. સોનાના ભાવ આસમાને પહોંચતા આ દિવસે ખરીદીમાં ઘટાડો થવાની ધારણા હતી, પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં ભાવમાં થયેલા ઘટાડાને કારણે હવે બજારને સપોર્ટ મળી શકે છે.
2024 ના અંત સુધી આ રાશિના જાતકોને જલસા, ગુરૂની કૃપાથી થઇ જશે બેડો પાર
12 મેના રોજ પલટાશે શનિની ચાલ, ગાડી, બંગલો અને રૂપિયાનો થશે વરસાદ
ગત વર્ષની સરખામણીમાં હજુપણ આટલું મોંઘું
જો કે, ગત વર્ષે અક્ષય તૃતીયાના તહેવાર પર સોનાના ભાવની સરખામણી કરવામાં આવે તો તે હજુ પણ ઘણી ઊંચી છે. અહેવાલો અનુસાર, ગયા વર્ષે અક્ષય તૃતીયાનો તહેવાર 22 એપ્રિલ 2023 ના રોજ ઉજવવામાં આવ્યો હતો અને તે સમયે દેશમાં 22 કેરેટ સોનાનો ભાવ 56,050 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો, જ્યારે 24 કેરેટ સોનાની કિંમત લગભગ 61,150 રૂપિયા હતી. કોમોડિટી માર્કેટના નિષ્ણાતોના મતે અક્ષય તૃતીયા સુધીમાં સોનાનો ભાવ ઘટીને 69000ની આસપાસ આવી શકે છે.
Multibagger Stock: 10 પૈસાવાળો શેર 22 રૂપિયાને પાર, એક લાખ લગાવનાર બની ગયા કરોડપતિ!
458 રૂપિયાવાળો શેર ઉંધા ભોડે પછડાયો, થઇ ગયો 41 રૂપિયા ભાવ, જાણો નવો ટાર્ગેટ
ખાસ નોંધ: ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે