Gold Silver Price Update: સોનું-ચાંદી ખરીદવાની સારી તક, આજે ફરી ભાવમાં થયો ઘટાડો

જો તમે પણ સોનું-ચાંદી ખરીદવાનો પ્લાન બનાવી રહ્યાં હોવ તો તમારા  માટે સારા સમાચાર છે. આજે ફરી સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. તમે આ ટોલ ફ્રી નંબર પર કોલ કરીને તમારા શહેરના સોના-ચાંદીના ભાવની જાણકારી મેળવી શકો છો. 
 

Gold Silver Price Update: સોનું-ચાંદી ખરીદવાની સારી તક, આજે ફરી ભાવમાં થયો ઘટાડો

નવી દિલ્હીઃ Gold Silver Price Update: સોના અને ચાંદીના ભાવમાં આજે પણ ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. જો તમે પણ નવા વર્ષમાં સોના-ચાંદી ખરીદવા/રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યાં છો તો આ તમારા માટે સારા સમાચાર છે. આવો જાણીએ સોના ચાંદીના આજના ભાવ...

જ્યાં પાછલા દિવસોમાં 24 કેરેટ સોનાનો ભાવ 56950 હતો આજે 24 કેરેટ સોનાનો ભાવ 56830 રૂપિયા છે. આજે સોનાના ભાવમાં ઘટાડો થયો છે. તો 22 કેરેટની વાત કરીએ તો શુક્રવારે 22 કેરેટ સોનાનો ભાવ 52200 રૂપિયા હતો. તો આજે 22 કેરેટ સોનાનો ભાવ 52100 રૂપિયા છે. 22 કેરેટ સોનાના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. ચાંદીનો ભાવ આજે 68500 રૂપિયા છે, આ પહેલાં ચાંદીનો ભાવ 68600 રૂપિયા હતો. 

આજે સોનાનો ભાવ Gold Silver Price Update
ગુલ રિટર્ન્સ વેબસાઇટ પર જારી કરેલા ભાવ પ્રમાણે દેશના મુખ્ય શહેરોમાં સોના-ચાંદીનો ભાવ આ પ્રકારે છે. ગુડ રિટર્ન્સ વેબસાઇટ અનુસાર આજે દેશમાં 22 કેરેટ સોનાનો ભાવ 52100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે. તો મુંબઈ, કોલકત્તા, હૈદરાબાદ અને કેરલમાં 22 કેરેટ સોનાનો ભાવ 52100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે. નવી દિલ્હી, જયપુર અને લખનઉમાં 22 કેરેટ સોનાનો ભાવ 52250 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 

આજનો ચાંદીનો ભાવ | Silver Rate Today
આજે પણ ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. ચાંદી 68500 રૂપિયા પ્રતિ કિલો મળી રહી છે. 

કેરેટ પ્રમાણે જાણો સોનામાં કેટલી હોય છે શુદ્ધતા (Today Gold Price)
24 કેરેટ સોનું 99.9 ટકા
23 કેરેટ સોનું 95.8 ટકા
22 કેરેટ સોનું 91.6 ટકા
21 કેરેટ સોનું 87.5 ટકા
18 કેરેટ સોનું 75 ટકા
17 કેરેટ સોનું 70.8 ટકા
14 કેરેટ સોનું 58.5 ટકા
9 કેરેટ સોનું 37.5 ટકા

સોનું ખરીદતા સમયે રાખો આ વાતનું ધ્યાન (Gold Silver Price Update)
ગ્રાહકોએ સોનું ધ્યાનથી ખરીદવું જોઈએ. આ દરમિયાન સોનાની ગુણવત્તાનું ધ્યાન રાખવું જરૂરી છે. કસ્ટમર હોલમાર્કનું નિશાન જોઈને સોનાની ખરીદી કરે. દરેક કેરેટનો હોલમાર્ક નંબર અલગ હોય છે. હોલમાર્ક સોનાની સરકારી ગેરંટી છે અને બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS)હોલમાર્કનું નિર્ધારણ કરે છે. હોલમાર્કિંગ સ્કીમ બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળના નિયમો અને વિનિયમો દ્વારા સંચાલિત થાય છે.

(ઉપર આપવામાં સોના ચાંદીના ભાવ અલગ-અલગ શહેરોમાં જુદા-જુદા હોઈ શકે છે. તમારા શહેરના સોના-ચાંદીના ચોક્કસ ભાવ જાણવા માટે તમે ટોલ ફ્રી નંબર 8955664433 પર સંપર્ક કરી શકો છો)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news