આગામી 6 મહિના સુધી સરકારને નથી જોઇતા RBI પાસેથી કોઇ રૂપિયા: અરૂણ જેટલી
નાણામંત્રીએ એક ઇંટરવ્યુમાં કહ્યું કે અમે રાજકોષીય નુકસાનને પહોંચી વળવા માટે અન્ય સંસ્થાઓ સાથે કોઇ પ્રકારનાં વધારાના નાણાની જરૂરિયાત નથી
Trending Photos
નવી દિલ્હી : નાણામંત્રી અરૂણ જેટલીએ સ્પષ્ટતા કરતા કહ્યું કે, સરકારને પોતાનાં રાજકીય નુકસાનના લક્ષ્યાંકને મેળવવા માટે રિઝર્વ બેંક અથવા કોઇ અન્ય સંસ્થા સાથે કોઇ વધારાનાં નાણા નથી જોઇતા. જો કે જેટલીએ કહ્યું કે, રિઝર્વ બેંકનાં નાણાગત ઢાંચા માટે જે પણ નવી રુપરેખા બનશે અને તેનાથી જે વધારાનાં નાણા પ્રાપ્ત થશે તેનો ઉપયોગ ભવિષ્યની સરકાર આગામી વર્ષોમાં ગરીબી ઉન્મુલન કાર્યક્રમોમાં કરી શકે છે.
નાણામંત્રીએ એક ઇન્ટરવ્યું દરમિયાન જણાવ્યું કે, અમે પોતાનાં રાજકોષીય નુકસાનનું લક્ષ્ય મેળવવા માટે અન્ય સંસ્થાઓ સાથે કોઇ પ્રકારનાં વધારાનાં નાણાની જરૂર નથી. હું તેને સ્પષ્ટ કરવા માંગુ છું કે સરકાર આ પ્રકારની કોઇ જ મંશા નથી. અમે તેમ પણ નથી કહી રહ્યા કે આગામી છ મહિનામાં અમને નાણા આપો. અમારે તેની જરૂર નથી. ચાલુ નાણાકીય વર્ષનાં બજેટમાં ભારતના રાજકોષીય નુકસાનને જીડીપીનાં 3.3 ટકા પર લાવવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે.
રિઝર્વ બેંકના કોષ પર સરકારની નજર હોવાની વાત મુદ્દે આલોચના જેટલીએ કહ્યું કે, સમગ્ર વિશ્વમાં કેન્દ્રીય બેંકના મુડીગત ઢાંચાની એક રુપરેખા નિશ્ચિત હોય છે. તેમાં કેન્દ્રીય બેંક દ્વારા રાખવામાં આવતી અનામત રકમ નિશ્ચિત કરવાનું પ્રાવધાન કરવામાં આવે છે.
જેટલીએ કહ્યું કે, અમે માત્ર એટલું નથી કહી રહ્યા છીએ કે આ અંગે કોઇ ચર્ચા થવી જોઇએ. કેટલાક નિયમ હોવા જોઇએ જેના હેઠળ રિઝર્વ બેંક માટે માળખાગત ઢાંચાની રુપરેખા નિશ્ચિત હોય. તેમણે કહ્યું કે, એવામાં જે બાકી રકમ હશે તેનો ઉપયોગ ભવિષ્યની સરકારો આગામી અનેક વર્ષો સુધી ગરીબી ઉન્મુલન કાર્યક્રમો માટે કરી શકીએ છીએ.
રિઝર્વ બેંકના કેન્દ્રીય બોર્ડે આ મહિને થયેલી પોતાની બેઠકમાં રિઝર્વ બેંકના આર્થિક મુડીગત ઢાંચાની રૂપરેખા નક્કી કરવા માટે એક ઉચ્ચસ્તરીય નિષ્ણાત સમિતી બેસાડવાનો નિર્ણય કર્યો છે. આ સમિતી કેન્દ્રીય બેંક પાસે રહેનારી અનામત રકમને ઉચ્ચ સ્તર અંગે સલાહ આપશે. સમજવામાં આવી રહ્યું છે કે, રિઝર્વ બેંક પાસે આ સમયે 9.59 લાખ કરોડ રૂપિયાની મોટી રકમ મુકવામા આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે