ત્રીજા ક્વાર્ટરના પરિણામો બાદ HDFC Bank માં શાનદાર તેજી, રોકાણકારો થયા માલામાલ

કંપનીના ક્વાર્ટરના પરિણામ જાહેર થયા બાદ  HDFC Bank ના શેરમાં મોટો વધારો જોવા મળ્યો છે. શરૂઆતી કારોબારમાં કંપનીના શેર 1500 રૂપિયા પર પહોંચી ગયા હતા. માર્કેટ બંધ થયું ત્યારે શેરનો ભાવ 1840 રૂપિયા હતો. 
 

ત્રીજા ક્વાર્ટરના પરિણામો બાદ HDFC Bank માં શાનદાર તેજી, રોકાણકારો થયા માલામાલ

નવી દિલ્હીઃ પ્રાઇવેટ સેક્ટરની બેન્ક એચડીએફસી (HDFC Bank) એ ત્રીજા ક્વાર્ટરના પરિણામ જાહેર કરી દીધા છે. ત્રીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો વાર્ષિક આધાર પર આશરે 18.1 ટકા વધ્યો છે. કંપનીના ક્વાર્ટરના પરિણામ જાહેર થયા બાદ  HDFC Bank ના શેરમાં મોટો વધારો જોવા મળ્યો છે. શરૂઆતી કારોબારમાં કંપનીના શેર 1500 રૂપિયા પર પહોંચી ગયા હતા. માર્કેટ બંધ થયું ત્યારે શેરનો ભાવ 1840 રૂપિયા હતો. 

કેટલો થયો બેન્કને ત્રીજા ક્વાર્ટરમાં નફો
- કંપનીનો નફો ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં 8758 કરોડ રહ્યો. 
- પાછલા વર્ષના સમાન ક્વાર્ટરમાં આ આશરે 7416 કરોડ હતો.
- બેન્કનું નેટ રેવેન્યૂ 23,760 કરોડ રૂપિયા રહ્યું.
- જે એક વર્ષ પહેલાના સમાન સમયમાં 20,842 કરોડ રૂપિયા હતું. 

કેટલો રહ્યો બેન્કનો NPA
તમને જણાવી દઈએ કે આ દરમિયાન બેન્કનો NPA 0.81 રહ્યો છે. તો તેનાથી પાછલા વર્ષના સમાન ક્વાર્ટરમાં 1.42 ટકા અને પાછલા સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 1.08 ટકા પર હતો. 

HDFC Bank ની બીજા સ્ત્રોતોથી આવક 7,443.2  કરોડ રૂપિયા રહી. બેન્કે ફી અને કમિશનથી 4,974.9 કરોડ રૂપિયા, ફોરેન એક્સચેન્જ અને ડેરિવેટિવ્સ રેવેન્યૂ 562.2 કરોડ રૂપિયા, ઇન્વેસ્ટમેન્ટના સેલ કે રીવોલ્યૂએશનથી 1,109  કરોડ રૂપિયા અને બેન્કની miscellaneous income 797.1 કરોડ રૂપિયા રહી. HDFC Bankની લોન બુક પણ 16 ટકા વધીને 10.8 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. ડોમેસ્ટિક રિટેલ લોનમાં 5.2 ટકા તેજી આવી છે. તો હોલસેલ લોન 25.5% વધી અને બેન્કની એસેટ ક્વોલિટીમાં પણ સુધાર થયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news