1 વર્ષની FD પર આ બેન્ક આપી રહી છે સૌથી વધુ વ્યાજ, તો હવે કોની રાહ જોઈ રહ્યા છો જલ્દી કરો રોકાણ

FD Interest Rates: દરેક બેન્કની FDના વ્યાજ દર અલગ-અલગ હોય છે. આવી સ્થિતિમાં તમને એક એવી બેન્કમાં FDમાં રોકાણ કરવું જોઈએ, જેના વ્યાજ દર બાકી બેન્કથી વધારે હોય. આજે અમે તમને એવી બેન્કોના FDના વ્યાજ દર વિશે જણાવી રહ્યા છે. જ્યાં તમને 1 વર્ષની મુદ્દત પર FDમાં સૌથી વધુ વ્યાજ મળશે.

1 વર્ષની FD પર આ બેન્ક આપી રહી છે સૌથી વધુ વ્યાજ, તો હવે કોની રાહ જોઈ રહ્યા છો જલ્દી કરો રોકાણ

FD Interest Rates: દરેક વ્યક્તિ પોતાના રૂપિયાનું રોકાણ એવી જગ્યાએ કરવા માંગે છે જ્યાં તેમને ખાતરીપૂર્વકનું રિટર્નની સાથે-સાથે સુરક્ષા પણ મળે. આ માટે મોટાભાગના લોકો ફિક્સ્ડ ડિપોઝિટ એટલે કે FDને શ્રેષ્ઠ વિકલ્પ માને છે. FDમાં મળતું વળતર નિશ્ચિત છે. આ ઉપરાંત પૈસા ગુમાવવાનો ભય નથી. FDમાં રોકાણ કરવાથી તમને સમય અનુસાર તમારા પૈસા પર વ્યાજ મળે છે. દરેક બેન્કના FD વ્યાજ દરો અલગ-અલગ હોય છે. આવી સ્થિતિમાં તમારે એવી બેન્કમાં FDમાં રોકાણ કરવું જોઈએ કે જેના વ્યાજ દર અન્ય બેન્કો કરતા વધારે હોય છે.

આજે અમે તમને એવી બેન્કોના FD પરના વ્યાજ દરો વિશે જણાવીશું, જ્યાં તમને 1 વર્ષના મુદ્દત બાદ FD પર સૌથી વધુ વ્યાજ મળશે.
બંધન બેન્ક (Bandhan Bank)
બંધન બેન્કમાં 1 વર્ષની મુદ્દતવાળી FDમાં તમને 8.05 ટકા વ્યાજ મળશે.

ઇન્ડસઇન્ડ બેન્ક (IndusInd Bank)
ઇન્ડસઇન્ડ બેન્કમાં 1 વર્ષની મુદ્દતવાળી FD પર વ્યાજ દર 7.75 ટકા છે.

આરબીએલ બેન્ક (RBL Bank)
જો તમે આરબીએલ બેન્કમાં તમારા રૂપિયાને 1 વર્ષની FDમાં રોકાણ કરો છો, તો તમને 7.5 ટકાના વ્યાજ દરના હિસાબે રિટર્ન મળશે.

કર્ણાટક બેન્ક (Karnataka Bank)
કર્ણાટક બેન્કમાં 1 વર્ષની મુદ્દતવાળી FD પર વ્યાજ દર 7.25 ટકા છે.

યસ બેન્ક (YES Bank)
યસ બેન્કમાં પણ તમને 1 વર્ષના મુદ્દતવાળી FDમાં 7.25 ટકાનો વ્યાજ દર મળશે.

કોટક મહિન્દ્રા બેન્ક (Kotak Mahindra Bank)
કોટક મહિન્દ્રા બેન્કમાં 1 વર્ષના મુદ્દતવાળી FDમાં રૂપિયાનું રોકાણ કરવા પર તમને 7.1 ટકાના વ્યાજ દરના હિસાબથી રિટર્ન મળશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news