જયા બચ્ચનનું વિવાદિત નિવેદન, કુંભનું પાણી સૌથી વધુ પ્રદૂષિત, ભાગદોડમાં માર્યા ગયેલા લોકોના મૃતદેહો નદીમાં ફેંકવામાં આવ્યા

અભિનેત્રી અને સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચને અત્યંત ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે મહાકુંભનું પાણી ગંદુ થઈ ગયું છે. ભાગદોડમાં માર્યા ગયેલા લોકોના મૃતદેહો નદીમાં નાખવામાં આવ્યા. 

જયા બચ્ચનનું વિવાદિત નિવેદન, કુંભનું પાણી સૌથી વધુ પ્રદૂષિત, ભાગદોડમાં માર્યા ગયેલા લોકોના મૃતદેહો નદીમાં ફેંકવામાં આવ્યા

Jaya Bachchan on Mahakumbh Water: સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચને સોમવારે આરોપ લગાવ્યો કે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભનું પાણી દૂષિત થઈ ગયું છે. કારણ કે  ભાગદોડમાં માર્યા ગયેલા લોકોના મૃતદેહ નદીમાં ફેંકી દેવાયા હતા. અભિનેત્રી અને રાજનેતા જયા બચ્ચને ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથના નેતૃત્વવાળી સરકાર પર સામાન્ય લોકો માટે કોઈ વ્યવસ્થા નહીં કરવાનો પણ આરોપ લગાવ્યો. 

સંસદની બહાર પત્રકારો સાથે વાતચીતમાં જયા બચ્ચને કહ્યું કે હાલના સમયમાં સૌથી વધુ પ્રદૂષિત પાણી ક્યા છે? તે કુંભમાં છે. (ભાગદોડમાં માર્યા ગયેલા) મૃતદેહો નદીમાં ફેંકી દેવાયા છે. જેના કારણે પાણી દૂષિત થઈ ગયું છે. વાસ્તવિક મુદ્દાઓ પર ધ્યાન અપાઈ રહ્યું નથી. કુંભમાં આવનારા લોકોને કોઈ વિશેષ ઉપચાર મળી રહ્યો નથી અને તેમના માટે કોઈ વ્યવસ્થા નથી. 

જયા બચ્ચનના ગંભીર આરોપ
જયા બચ્ચને દાવો કર્યો કે મૃતદેહોનું કોઈ પોસ્ટમોર્ટમ કરાયું નહતું અને ભાગદોડ પર 'સંપૂર્ણ રીતે પડદો નાખી દેવાયો 'હતો. જેમાં 29  જાન્યુઆરીના રોજ 30 લોકો માર્યા ગયા હતા અને 60 અન્ય લોકો ઘાયલ થયા હતા. એ જ પાણી ત્યાંના લોકો સુધી પહોંચી રહ્યું છે. તેઓ (ભાજપના નેતૃત્વવાળી સરકાર) તેના પર કોઈ સ્પષ્ટીકારણ આપતા નથી અને સંપૂર્ણ રીતે આંખમાં ધૂળ નાખવાનું કામ થઈ રહ્યું છે. 

તેમણે વધુમાં કહ્યું કે તેઓ જળ અને જળ શક્તિ પર ભાષણ આપી રહ્યા છે. તેઓ ખોટું બોલી રહ્યા છે કે કરોડો લોકોએ મુલાકાત લીધી છે. કોઈ પણ સમયે તે સ્થાન પર આટલી મોટી સંખ્યામાં લોકો ભેગા કેવી રીતે થઈ શકે છે? આ ઉપરાંત સમાજવાદી પાર્ટી પ્રમુખ અખિલેશ યાદવ સહિત અનેક વિપક્ષી દળોએ પણ યુપી સરકાર પર કુંભમાં મોતોની વાસ્તવિક સંખ્યા છૂપાવવાનો આરોપ પણ લગાવ્યો છે અને સંસદમાં તેના પર ચર્ચાની માંગણી કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news