કોણ છે જેક ડોર્સી, જેના પર ફૂટ્યો હિંડનબર્ગનો બોમ્બ, 1 ઝટકામાં 8,00,000 કરોડ સ્વાહા થઈ ગયા
Who is Jack Dorsey: હિંડનબર્ગનો આગામી શિકાર અમેરિકન બિઝનેસમેન જેક ડોર્સી બન્યા છે. હિંડનબર્ગે પોતાના રિપોર્ટમાં જેક ડોર્સીની કંપની બ્લોક ઈન્ક પર ગંભીર આરોપ લગાવ્યા છે. કંપની પર આરોપ લાગ્યો છે કે તેણે મોટી-મોટી વાતો યૂઝરની સામે મૂકી.
Trending Photos
નવી દિલ્લી: અમેરિકી શોર્ટ સેલિંગ કંપની હિંડનબર્ગ ફરી એકવાર એક્ટિવ થઈ ગયું છે. અમેરિકી રિસર્ચ ફર્મે ફરી એકવાર મોટો બોમ્બ ફોડતાં અમેરિકન બિઝનેસના બૂરે દિન શરૂ થઈ ગયા છે. આ વખતે હિંડનબર્ગના નિશાના પર અદાણી ગ્રૂપ નહીં પરંતુ અમેરિકન બિઝનેસમેન જેક ડોર્સી છે. હિંડનબર્ગ રિસર્ચે બ્લોક ઈન્ક પર ગંભીર આરોપ લગાવ્યો છે. બ્લોક ઈન્ક પર ફ્રોડ કરવા, ખાતામાં હેરફેર, સરકારની રાહતનો ખોટો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. હિંડનબર્ગના આ ખુલાસા પછી બ્લોક ઈન્કને મોટો ઝટકો લાગ્યો. કંપનીના શેર 20 ટકા સુધી ઘટી ગયા. કંપનીએ માત્ર ગણતરીના સમયમાં 80 હજાર કરોડ ગુમાવી દીધા.
કોણ છે જેક ડોર્સી:
હિંડનબર્ગ રિસર્ચે અમેરિકન બિઝનેસમેન જેક ડોર્સીની પેમેન્ટ ફર્મ બ્લોક ઈન્ક પર ફ્રોડનો આરોપ લગાવ્યો છે. જેક માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરના કો-ફાઉન્ડર રહ્યા છે. તેમણે 2015થી 2021 સુધી ટ્વિટરની કમાન સંભાળી. વર્ષ 2021માં ટ્વિટર છોડ્યા પછી તેમણે પોતાનું પ્લેટફોર્મ બ્લુસ્કાય શરૂ કર્યુ. બ્લ્યુસ્કાય એપ તેમણે ટ્વિટરને ટક્કર આપવા માટે ઉતાર્યુ. આ એપ દ્વારા તમે ટ્વિટરની જેમ યૂઝ કરી શકો છો, પોતાની વાત રજૂ કરી શકો છો. વર્ષ 2019માં જ તેમણે બ્લોક ઈન્ક તૈયાર કરી લીધું હતું. તેમણે આ એપ દ્વારા કોરોનાકાળમાં 5.1 કરોડથી વધારે ટ્રાન્જેક્શન થયા. જેકની વાત કરીએ તો તેમનો જન્મ 1976માં અમેરિકાના સેન્ટ લુઈસમાં થયો હતો. તેમણે પોતાનો અભ્યાસ વચ્ચે જ છોડી દીધો હતો. અભ્યાસ છોડીને તેમણે પ્રોગ્રામર તરીકે કામ કરવાનું શરૂ કરી દીધું.
આ પણ વાંચો: How To Make Papaya Halwa: પપૈયાનો હલવો ખાવાથી પેટની સમસ્યાથી મળશે છુટકારો
આ પણ વાંચો: Lucky Moles: શરીરના આ ભાગમાં તલવાળા બની જાય છે કરોડપતિ, રાજાઓ જેવું જીવે છે જીવન
આ પણ વાંચો: નાક બંધ હોવાથી શ્વાસ લેવામાં પડી રહી છે તકલીફ, તાત્કાલિક રાહત માટે આ 3 પોઈન્ટ દબાવો
શેર ધડામ, સ્વાહા થઈ ગયા 80,000 કરોડ:
હિંડનબર્ગના ખુલાસા પછી બ્લોકના શેર 20 ટકાથી વધારે પડી ગયા. શેર બજારમાં કંપનીના શેરમાં વેચવાલી હાવી થતાં ગણતરીના સમયમાં 80,000 કરોડ સ્વાહા થઈ ગયા. બ્લોક ઈન્કની માર્કેટ કેપ 40 અરબ ડોલરથી નીચે જતી રહી. આ રિપોર્ટના 1 દિવસ પહેલાં સુધી બ્લોકની માર્કેટ કેપ 47 અરબ ડોલર હતી. જે ઘટીને 37 અરબ ડોલર સુધી પહોંચી ગઈ. ગણતરીના સમયમાં 10 અરબ ડોલરનો કરંટ લાગ્યો. હિંડનબર્ગના રિપોર્ટ પછી બ્લોક ઈન્કને 80 હજાર કરોડનો ઝટકો લાગ્યો છે.
મંથલી એક્ટિવ યૂઝર 51 મિલિયન:
બ્લોક ઈન્કનો બિઝનેસ કોરોનાકાળમાં ખૂબ વધ્યો હતો. આ દરમિયાન આ કેશ એપ દ્વારા દર મહિને 5.1 કરોડ રૂપિયાથી વધારેનું ટ્રાન્જેક્શન થયું. કેશ એપે મોટી કમાણી કરી. પોતાના રિપોર્ટમાં હિંડનબર્ગે કહ્યું કે કોરોના સમયે સરકાર તરફથી મળી રહેલ રાહતનો કંપની ખોટો ઉપયોગ કર્યો છે. એપના મંથલી યૂઝર 51 મિલિયન છે. કંપનીની માર્કેટ કેપ 44 અરબ ડોલર રહી છે.
હિંડનબર્ગનો ખુલાસો:
હિંડનબર્ગે પોતાના રિપોર્ટમાં બ્લોક ઈન્કને લઈને મોટા ખુલાસા કર્યા છે. રિપોર્ટમાં આરોપ લાગ્યો છે કે કંપનીએ સરકાર અને ગ્રાહક સામે ફ્રોડમાં મદદ કરી છે. કંપનીએ રેગ્યુલેશનને કોરાણે મૂકીને યૂઝર બેસ બનાવ્યું છે. બ્લોક ઈન્કે યૂઝર પેરામીટરને વધારીને રોકાણકારોને ભ્રમિત કર્યા. હિંડનબર્ગે કહ્યું કે અમે 2 વર્ષ સુધી આ કંપનીની તપાસ કરી. તેના પછી અમે જોયું કે બ્લોકે ડેમોગ્રાફિક્સનો લાભ ઉઠાવ્યો છે. કંપનીએ રોકાણકારોને ભ્રમિત કર્યા અને તથ્યોની સાથે છેડછાડ કરી છે. કેશ પ્રોગ્રામ એપમાં અનેક ખામી છે, જેને છૂપાવવામાં આવી.
આ પણ વાંચો: Gold Rate Today : સોના-ચાંદીના ભાવ ફરી આસમાને, 10 ગ્રામ સોનાના ભાવ બજેટની બહાર
આ પણ વાંચો: Pending Financial Work: માત્ર એક અઠવાડિયું, આજે જ પૂરા કરી લેજો કામ, નહીં તો પસ્તાશો
આ પણ વાંચો: PM એ લોન્ચ કરી આ ખાસ App: હવે ન તો પાઈપલાઈન તૂટશે અને ન તો ઈન્ટરનેટ કનેક્શન કપાશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે