હોમ લોન થવાની છે મોંઘી? કારણ કે...
આરબીઆઇની મોનિટરી પોલીસીની બુધવારે સમીક્ષા છે
Trending Photos
નવી દિલ્હી : રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)ની મોનિટરી પોલીસીની બધુવારે સમીક્ષા છે અને એ પછી રેપો રેટમાં ઘટાડાના મામલે નિર્ણય લેવામાં આવશે. જોકે આ પહેલાં ભારતીય સ્ટેટ બેંક અને આઇસીઆઇસીઆઇ બેંક સહિત બીજી બેંકોએ MCLR રેટમાં વધારો કરી દીધો છે. આ કારણે હવે હોમ લોન લેવાનું મોંઘું થઈ શકે છે.
ભારતીય સ્ટેટ બેંકે માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ બેસ્ડ લેન્ડિંગ રેટ્સ (MCLR)માં 10 બેસિસ પોઇન્ટનો વધારો કર્યો છે. આ નવા દર 1 જૂનથી લાગુ પાડી દેવામાં આવ્યા છે. હવે ત્રણ મહિનાના MCLR રેટ 7.95 ટકા થઈ ગયો છે જ્યારે સામા પક્ષે છ મહિનાનો MCLR રેટ 8.1 ટકા કરી દેવામાં આવ્યો છે. આ રીતે અ્ન્ય સમયગાળા માટે પણ આમાં વધારો કરી દેવામાં આ્વ્યો છે.
પંજાબ નેશનલ બેંકની વાત કરીએ તો એણે પણ MCLR રેટમાં 10 બેસિસ પોઇન્ટનો વધારો કર્યો છે તેમજ છ મહિનાના સમયગાળા માટે MCLRમાં 0.5 ટકાનો વધા્રો કરાયો છે. છ મહિના માટે પહેલાં આ દર 8.25 ટકા હતો જે હવે 8.30 ટકા છે. આવી જ રીતે એક વર્ષ માટેનો દર 8.30 ટકાથી વધારીને 8.40% કરી દેવામાં આવ્યો છે. ત્રણ વર્ષ માટે આ MCLR રેટ ત્રણ વર્ષ માટે 8.55% અને 5 વર્ષ માટે 8.70 ટકા નક્કી કરવામાં આ્વ્યો છે. આ રીતે જ એચડીએફસી, કોટક બેંક તેમજ આઇસીઆઇસીઆઇ બેંકે પણ MCLR રેટમાં વધારો કર્યો છે.
MCLR એપ્રિલ, 2017થી લાગુ કરવામાં આવ્યો છે. આ વ્યવસ્થા અંતર્ગત અલગ-અલગ ગ્રાહકો માટે લોનનો વ્યાજ દર તેમના રિસ્ક પ્રોફાઇલના આધારે નક્કી કરવામાં આવે છે. આ એ રેટ છે જેનાથી ઓછા રેટ પર બેંક પોતાના ગ્રાહકને લોન નથી આપી શકતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે