આદિમાનવ બનીને રોડ પર લોકોને ડરાવતો જોવા મળ્યો બોલીવૂડનો આ સુપરસ્ટાર, લુક જોઈને થઈ જશો હેરાન

Social Media Viral Video: સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ રસ્તા પર પાગલની જેમ અહી-ત્યાં ફરે છે. તેનો દેખાવ સંપૂર્ણપણે આદિમાનવ જેવો છે. આ જોઈને દરેક લોકોને હેરાન થઈ ગયા છે. આ વ્યક્તિ બોલિવૂડનો જાણીતો સુપરસ્ટાર છે.

આદિમાનવ બનીને રોડ પર લોકોને ડરાવતો જોવા મળ્યો બોલીવૂડનો આ સુપરસ્ટાર, લુક જોઈને થઈ જશો હેરાન

Social Media Viral Video:  ઘણીવાર એવું જોવા મળે છે કે સ્ટાર્સ ફિલ્મોમાં પોતાના પાત્રો માટે કોઈપણ હદ સુધી જવા માટે તૈયાર હોય છે. કેટલીકવાર કોઈ વ્યક્તિ માટે તેમને ઓળખવું પણ ખૂબ મુશ્કેલ હોય છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ રસ્તા પર પાગલની જેમ અહી-ત્યાં ફરે છે. તેનો દેખાવ સંપૂર્ણપણે આદિમાનવ જેવો છે. આ જોઈને દરેક લોકોને હેરાન થઈ ગયા છે. આ વ્યક્તિ બોલિવૂડનો જાણીતો સુપરસ્ટાર છે.

કોણ છે આ બોલિવૂડ સુપરસ્ટાર?
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં દેખાઈ રહેલો વ્યક્તિ બીજું કોઈ નહીં પણ સુપરસ્ટાર આમિર ખાન છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે આમિરે ભૂરા રંગના કપડા પહેર્યા છે. આ બરાબર એ જ કપડાં છે જે આદિમાનવો પહેરતા હતા. તેના વાળ પણ ઘણા લાંબા છે અને દાઢી વધી ગઈ છે. તેના પગમાં વિચિત્ર બુટ પહેર્યા છે અને વસ્તુઓ ફેંકતા પણ જોવા મળે છે. મિસ્ટર પરફેક્શનિસ્ટનો આવો રૂપ જોઈને દરેકને આશ્ચર્ય થાય છે. તેને જોઈને લોકો ડરના માર્યા રસ્તા પર તેનાથી દૂર ભાગતા જોવા મળે છે. આ સ્થિતિમાં આમિરને ઓળખવો અશક્ય છે.

આ રીતે તૈયાર કરવામાં આવ્યો લુક
આ સિવાય એક અન્ય વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં આમિર ખાન આ લુક માટે મેકઅપ કરાવતો જોવા મળી રહ્યો છે. હાલમાં આમિરે કયા પ્રોજેક્ટ માટે આ લુક અપનાવ્યો છે તે હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. આમિરને આ હાલતમાં જોઈને ફેન્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે, આ પ્રોજેક્ટને લઈને તેના ફેન્સની ઉત્સુકતા પણ વધી ગઈ છે. આ વીડિયો જોયા બાદ ઘણા લોકોએ આમિરને અક્ષય કુમાર કહીને બોલાવ્યા છે. ઘણા લોકોએ પૂછ્યું છે કે, આ કયો પ્રોજેક્ટ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news