Udit Narayan: લાઈવ શોમાં બેકાબુ થયો ઉદિત નારાયણ, યુવતીને Kiss કરી લીધી, વાયરલ થઈ ગયો Video
Udit Narayan: બોલીવુડના જાણીતા સિંગર ઉદીત નારાયણ નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો જોઈને તેના ચાહકો ભડકી ગયા છે. ઉદીત નારાયણ એ લાઈવ શો દરમિયાન "મેરે બસ મે નહીં મેરા મન મેં ક્યા કરું...." ગીત ગાતા ગાતા એક યુવતીને કિસ કરી લીધી. આ વિડીયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
Trending Photos
Udit Narayan: બોલીવુડના સફળ અને પ્રખ્યાત ગાયકોમાંથી એક ઉદીત નારાયણ એક વિડીયો વાયરલ થયા પછી વિવાદમાં ફસાયા છે. બોલીવુડમાં અનેક સફળ ગીત આપનાર ઉદીત નારાયણના ચાહકો દુનિયાભરમાં લાખોની સંખ્યામાં છે. આ ચાહકો હાલ ઉદીત નારાયણ પર ગુસ્સે ભરાયા છે.
ઉદિત નારાયણે કરેલી એક હરકત પછી લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી ઉદિત નારાયણને ટ્રોલ પણ કરી રહ્યા છે. કારણ કે એક લાઇવ શો દરમિયાન ઉદિત નારાયણે ફિમેલ ફેન સાથે શરમજનક હરકત કરી નાખી હતી. પીઢ ગાયકની આ હરકત પછી યુવતી પણ હેબતાઈ ગઈ હતી.
સોશિયલ મીડિયા પર જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેમાં ઉદિત નારાયણ લાઇવ પર્ફોર્મન્સ કરી રહ્યો છે.. તે સ્ટેજ પર ટીપ ટીપ બરસા પાની ગાય રહ્યો છે. આ ગીત દરમિયાન એક ફિમેલ ફેન સ્ટેજ પાસે આવીને સેલ્ફી લેવા માંગે છે.. ઉદિત નારાયણ સેલ્ફી તો આપે છે પરંતુ જ્યારે ફીમેલ ફેન સિંગરને ગાલ પર કિસ કરે છે તો જાણે ઉદિત નારાયણ બેકાબુ થઈ ગયો હોય તેમ યુવતીને પકડીને તેના હોઠ પર કિસ કરી લે છે.
WTF! what is Udit Narayan doing 😱 pic.twitter.com/Rw0azu72uY
— Abhishek (@vicharabhio) January 31, 2025
દીકરીની ઉંમરની યુવતીને કિસ કર્યા પછી ઉદિત નારાયણ ગીતની કળી ગાય છે, "મેરે બસ મેં નહિ મેરા મન મેં ક્યા કરું.... "ઉદીત નારાયણની આવી હરકતથી ફીમેલ ફેન પણ હેબતાઈ જાય છે અને તરત જ ત્યાંથી જતી રહે છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ હોબાળો મચી ગયો છે. લોકો ઉદીત નારાયણને ટ્રોલ કરી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે