Hair Fall: નાળિયેર તેલમાં આ વસ્તુ મિક્સ કરી વાળમાં લગાડો, કાંસકામાં નહીં દેખાય એક પણ વાળ

Hair Fall: જો વાળમાં હાથ ફેરવો તો પણ થોડા વાળ હથેળીમાં આવી જતા હોય તો સાદું નાળિયેર તેલ લગાડવાને બદલે આ વસ્તુઓ સાથે મિક્સ કરી તેલ લગાવો. તેનાથી વાળની કાયાપલટ થતા વાર નહીં લાગે.

Hair Fall: નાળિયેર તેલમાં આ વસ્તુ મિક્સ કરી વાળમાં લગાડો, કાંસકામાં નહીં દેખાય એક પણ વાળ

Hair Fall: વાળ ખરવાની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. વાળ વધારે પ્રમાણમાં ખરતા હોય તેની પાછળ અનેક કારણ જવાબદાર હોય છે. જેમાં સૌથી મુખ્ય કારણ હોય છે ખરાબ લાઈફસ્ટાઈલ. પોષણયુક્ત આહારના અભાવના કારણે પણ વાળ પર અસર થાય છે. લાઈફસ્ટાઈલમાં થયેલા આવા ફેરફારના કારણે વાળ ઝડપથી ખરવા લાગે છે. જો તમે ડાયટમાં વિટામિન સી, ઇ અને આઇરનથી ભરપૂર વસ્તુઓનો સમાવેશ કરો છો તો વાળની સમસ્યા ઓછી થઈ શકે છે. 

વાળ માટે જરૂરી પોષક તત્વોનો ડાયટમાં સમાવેશ કરવાથી વાળની ચમક વધે છે, વાળની લંબાઈ વધે છે અને વાળ મજબૂત પણ થાય છે. આહારમાં ફેરફારની સાથે નાળિયેર તેલમાં કેટલીક વસ્તુઓ ઉમેરીને વાળવા નિયમિત લગાડવું જોઈએ. આ વસ્તુઓ ઉમેરેલું નાળિયેર તેલ વાળમાં લગાડવાથી પણ ખરતા વાળની સમસ્યા દૂર થઈ શકે છે. નાળિયેર તેલમાં તમે મેથી દાણા, લીમડાના પાન, ફટકડી, શિકાકાઈ, તજ, કલોંજી અને વિટામિન ઈ ઓઇલ જેવી વસ્તુઓ ઉમેરી શકો છો. અહીં દર્શાવેલી કોઈપણ એક વસ્તુને નાળિયેર તેલમાં ઉમેરીને ઘરે જ તેલ તૈયાર કરી લેવું. આ તેલને અઠવાડિયામાં બે થી ત્રણ વખત વાળમાં લગાડી મસાજ કરવી. 

નાળિયેર તેલમાં આ વસ્તુઓ ઉમેરવાથી અને તેના વડે મસાજ કરવાથી વાળને જરૂરી પોષણ પણ મળે છે અને સ્કેલ્પમાં બ્લડ સર્ક્યુલેશન સુધરે છે. નાળિયેર તેલથી મસાજ કરવાથી ત્વચાને પોષણ અને મોઈશ્ચર મળે છે જેના કારણે સ્કેલ્પમાં થતા ઇન્ફેક્શન દૂર થઈ જાય છે. નાળિયેર તેલને આ વસ્તુઓ સાથે મિક્સ કરીને લગાડવાથી વાળની અલગ અલગ સમસ્યાઓ પણ દૂર થઈ શકે છે. જેમકે અકાળે વાળ સફેદ થતા હોય તો પણ કલોંજીવાળું તેલ અને લીમડાનું તેલ ફાયદો કરે છે. 

ખરતા વાળને રોકવા આ વસ્તુઓ ખાવી 

- વાળની સમસ્યા હોય તો શક્કરિયા ખાવા જોઈએ. શક્કરિયામાં ભરપૂર માત્રામાં વિટામીન એ હોય છે જે વાળની સમસ્યા દૂર કરે છે. 

- રાજમા ફાઇબર પ્રોટીન અને ફોલેટથી ભરપૂર હોય છે. તેને ખાવાથી પણ ફાયદો થાય છે. 

- આ સિવાય રોજના આહારમાં ડેરી પ્રોડક્ટનો પણ ઉપયોગ કરવો. 

- દિવસ દરમિયાન એવી વસ્તુઓ ખાવી જેનાથી શરીરને ફાઇબર, ઝીંક, આયરન, ઓમેગા 3 ફેટી એસિડ જેવા પોષક તત્વો મળી રહે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news