Faceless Assessment Scheme: ટેક્સપેયર્સને મોટી રાહત! ફેસલેસ એસેસમેન્ટ માટે Income Tax એ જાહેર કર્યા 3 ઇમેલ આઇડી
કરદાતાઓ માટે સારા સમાચાર છે. હવે કરદાતાઓએ પ્રશ્નોની કઠેડામાં ઉભા રહેવું નહીં પડે. હકીકતમાં, આવકવેરા વિભાગે 'ફેસલેસ' (Faceless) અથવા ઇ-એસેસમેન્ટ યોજના (e-Assessment Scheme) હેઠળ ફરિયાદ નોંધાવવા માટે ત્રણ સત્તાવાર ઇમેઇલ આઇડી સૂચિત કર્યા છે
Trending Photos
નવી દિલ્હી: કરદાતાઓ માટે સારા સમાચાર છે. હવે કરદાતાઓએ પ્રશ્નોની કઠેડામાં ઉભા રહેવું નહીં પડે. હકીકતમાં, આવકવેરા વિભાગે 'ફેસલેસ' (Faceless) અથવા ઇ-એસેસમેન્ટ યોજના (e-Assessment Scheme) હેઠળ ફરિયાદ નોંધાવવા માટે ત્રણ સત્તાવાર ઇમેઇલ આઇડી સૂચિત કર્યા છે. ઇ-આકારણી યોજના હેઠળ કરદાતા અને કર અધિકારીનો આમનો-સામનો થતો નથી.
વિભાગે આપી જાણકારી
વિભાગે તેના સત્તાવાર ટ્વિટર પેજ પર આ માહિતી આપતા કહ્યું કે, કરદાતાઓના ચાર્ટર અનુસાર કરદાતાઓની સેવાઓમાં વધુ સુધારો કરવાના હેતુથી, આવકવેરા વિભાગે પેન્ડિંગ કેસોના સંદર્ભમાં ફરિયાદો દાખલ કરવા માટે ફેસલેસ યોજના અંતર્ગત સમર્પિત ઈ-મેલ આઈડી બનાવવામાં આવ્યા છે. વિભાગે કહ્યું કે આ હેતુ માટે બનાવેલા ત્રણ અલગ અલગ ઈમેલ આઈડી હેઠળ ફરિયાદ દાખલ કરી શકાય છે.
શું છે ફેસલેસ એસેસમેન્ટ?
તમને જણાવી દઇએ કે, ફેસલેસ આકરણી પ્રણાલી હેઠળ કરદાતાને આવકવેરા સંબંધિત કામ માટે વિભાગની ઓફિસમાં જવું અથવા વિભાગના કોઈ અધિકારીને મળવાની જરૂરિયાત નથી. તે ઇલેક્ટ્રોનિક આધારિત સિસ્ટમ છે જે સંપૂર્ણ પારદર્શક છે. આ યોજના કેન્દ્ર સરકારે 2019 માં શરૂ કરી હતી. CBDT ના એક ટ્વિટમાં કહ્યું કે, આવકવેરા વિભાગે ચાલુ નાણાકીય વર્ષમાં 1 એપ્રિલથી 2 ઓગસ્ટની વચ્ચે 21.32 લાખ કરદાતાઓને 45 હજાર 896 કરોડથી વધુના રિફંડ જાહેર કર્યા છે. વિભાગે 20 લાખ 12 હજાર 802 વ્યક્તિગત કેસોમાં 13 હજાર 694 કરોડનું રિફંડ જાહેર કર્યું છે. તે જ સમયે, 1 લાખ 19 હજાર 173 કોર્પોરેટ કેસોમાં 32 હજાર 203 કરોડનું રિફંડ જાહેર કરવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે