Super Rich of India: સૌથી ધનીક 1% વસ્તી પાસે દેશની 40% સંપત્તિ, અમીર અને ગરીબ વચ્ચેનું અંતર વધ્યું
Inequality in India: ભારતમાં આર્થિક અસમાનતા પર આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે દેશમાં સુપર રિચ લોકો પર લગભગ 2 ટકા વધારાનો ટેક્સ લગાવવો જોઈએ. સાથે સ્વાસ્થ્ય, શિક્ષણ અને પોષણ પર રોકાણ વધારવું જોઈએ.
Trending Photos
નવી દિલ્હીઃ Inequality in India: ભારતની 1 ટકા વસ્તીની પાસે દેશની 40 ટકાની સંપત્તિ ભેગી કરી લીધી છે. વર્ષ 2000 બાદથી દેશમાં ધનીકોની સંપત્તિ સતત વધી રહી છે. તેનાથી આર્થિક અસમાનતામાં પણ જોરદાર વધારો થયો છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે વર્ષ 2022-23 માં દેશની સૌથી ધનીક એક ટકા વસ્તીની આવકમાં ભાગીદારી વધી 22.6 ટકા અને સંપત્તિમાં 40.1 ટકા થઈ ગઈ છે.
દેશમાં ઝડપથી વધી રહી છે અસમાનતા
બુધવારે જાહેર એક રિપોર્ટ અનુસાર વર્ષ 2014-2015થી લઈને 2022-23 સુધી અબજોપતિઓની સંપત્તિમાં ઝડપથી વધારો થયો છે. પૈસા એક વિશેષ સમૂહની પાસે ભેગા થવાને કારણે દેશમાં અસમાનતા પણ ઝડપથી વધી રહી છે. આ રિપોર્ટ થોમસ પિકેટી (પેરિસ સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ), લુકાસ ચાંસલ (હાર્વર્ડ કેનેડી સ્કૂલ) અને નિતિન કુમાર ભારતી (ન્યૂયોર્ક યુનિવર્સિટી) દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર વર્ષ 2022-23 સુધી સૌથી ધનીક 1 ટકા લોકોની આવક અને હેલ્થમાં ઐતિહાસિક રૂપથી વધારો થયો છે. ભારતના સર્વોચ્ચ 1 ટકા લોકોની આવકમાં ભાગીદારી વિશ્વમાં સૌથી વધુ છે. આ આંકડો દક્ષિણ આફ્રિકા, બ્રાઝીલ અને અમેરિકાથી પણ ઉપર જતો રહ્યો છે.
ઇનકમ ટેક્સ સિસ્ટમમાં આવવો જોઈએ ફેરફાર
આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો આ લોકોની સંપત્તિ પ્રમાણે જોવામાં આવે તો ખ્યાલ આવે છે કે ભારતની આવકવેરા વ્યવસ્થા બરાબર નથી. ભારતના આર્થિક આંકડાની ગુણવત્તા પણ ખુબ ખરાબ છે. તાજેતરમાં તેમાં ઘટાડો જોવા મળ્યો છે. ભારતે પોતાની આવકવેરા સિસ્ટમમાં ફેરફાર કરવો જોઈએ. સાથે સ્વાસ્થ્ય, શિક્ષણ અને પોષણ પર રોકાણ વધારવું જોઈએ. રિપોર્ટમાં 167 ધનીક પરિવારો પર લગભગ 2 ટકા સુપર ટેક્સ લગાવવાની વકાલત પણ કરવામાં આવી છે.
1991 બાદ ધનીકોની આવક વધવાની શરૂ
રિપોર્ટ અનુસાર 1922માં દેશના ટોપ 1 ટકા ધનીકોની આવકમાં ભાગીદારી 13 ટકા હતી. આ આંકડો 1982 સુધી ઘટીને 6.1 ટકા પર આવી ગયો હતો. તેની જવાબદાર તત્કાલીન સરકારોની સામાજિક નીતિઓને માનવામાં આવે છે. વર્ષ 1991માં આર્થિક ઉદારીકરણનો દોર શરૂ થયા બાદ આ આંકડો સતત વધી રહ્યો છે. વર્ષ 2022માં આ આંકડો પોતાના સર્વોચ્ચ 22.6 ટકાએ પહોંચ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે