આઇટીઆઇ મ્યુચ્યુઅલ ફંડ આઇટીઆઇ લોંગ ટર્મ ઇક્વિટી ફંડ લોન્ચ કરશે
એનએફઓ 17 જુલાઇ 2019ના રોજ ખુલશે,એનએફઓ 25 જુલાઇના રોજ ખુલશે અને 14 ઓક્ટોબર 2019ના રોજ બંધ થશે
Trending Photos
અમદાવાદ : આઇટીઆઇ મ્યુચ્યુઅલ ફંડે પોતાના ત્રીજા ફંડ ‘આઇટી લોંગ ટર્મ ઇક્વિટી ફંડ’ બજારમાં ખુલ્લુ મુકશે તેવી જાહેરાત કરી છે. એનએફઓ ભરણા માટે 17 જુલાઇ 2019ના રોજ ખુલશે અને 14 ઓક્ટોબર 2019ના રોજ બંધ થશે. ફંડનો બેન્ચમાર્ક નિફ્ટી 500 ટોટલ રિટર્ન ઇન્ડેક્સ રહેશે અને તેનું સંચાલન જ્યોર્જ હેબેર જોસેફ અને પ્રદીપ ગોખલે કરશે. આ ફંડ વૈવિધ્યરૂપ પોર્ટફોલિયો ધરાવશે અને પોતાના રોકાણ દ્રષ્ટિકોણમાં માર્કેટ કેપ અને એગ્નોસ્ટિક સેકટરનો સમાવેશ કરશે.
“અમે રોકાણકારોને આઇટીઆઇ લોંગ ટર્મ ઇક્વિટી ફંડ ઓફર કરતા ખુશી અનુભવીએ છીએ જે તેમને સંપત્તિ સર્જનની સાથે કર બચાવવામાં પણ ઉપયોગી થશે. આઇટીઆઇ મ્યુચ્યુઅલ ફંડ એસક્યુએલ ઇન્વેસ્ટમેન્ટ વિચારધારા (જેમાં એસ એટલે સેફ્ટી માર્જિન, ક્યુ એટલે બિઝનેસની ગુણવત્તા અને એલ એટલે નીચી એવરેજ)ને લાંબા ગાળે સંપત્તિ સર્જનના હેતુ સાથે અનુસરે છે. આ ફંડ લાંબા ગાળાને નજરમાં રાખીને શેરોની પસંદગી કરવામા બોટમ-અપ શેરોની પસંદગીના ખ્યાલને અનુસરશે તેમજ ‘ગ્રોવ્થ એટ રિસ્પોન્સીબલ પ્રાઇસ’ (જીએઆરપી) શૈલીને અનુસરશે. સેકટર અને માર્કેટ કેપ આધારિત ફાળવણી માટે અમે બિઝનેસ સાયકલ્સ, કમાણીના વૃદ્ધિના સંજોગો, માર્કેટ મૂલ્યાંકન અને તરલતા આધારિત અમારી સંશોધનલક્ષી પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ,” એમ આઇટીઆઇ મ્યુચ્યુઅલ ફંડના સીઇઓ અને સીઆઇઓ શ્રી જ્યોર્જ હેબેરે જણાવ્યું હતું.
આ સ્કીમ ઇક્વિટી અને ઇક્વિટી આધારિક જામીનગીરીઓના વૈવિધ્યકૃત્ત પોર્ટફોલિયો દ્વારા લાંબા ગાળે મૂડી વધારો ઉત્પન્ન કરવાનો આશય સેવે છે. આ ફંડના ભંડોળમાંથી આશરે 90 ટકા જેટલુ રોકાણ કરવામાં આવશે. ફંડમાં જે શેરોની સંખ્યા ધારવામાં આવી છે તે 40થી 70ની વચ્ચેની રહેશે. સ્કીમમાં પ્રારંભિક લઘુત્તમ રોકાણ રૂ. 500 રહેશે અને ત્યાર બાદ રૂ. 500ના ગુણાંકમાં રહેશે. આ સ્કીમ ઇક્વિટી અને ઇક્વિટી આધારિત જામીનગીરીઓમાં ઓછમાં ઓછા 80 ટકા ભંડોળનું રોકાણ કરશે અને મહત્તમ 20 ટકા શોર્ટ ટર્મ દેવા અને મની માર્કેટ સાધનોમાં રોકાણ કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે